Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ઝઘડિયાના શ્રીઆદીનાથ ભગવાન.
ળીયેા છે, ને હેની ઉપર ઘસાઇ ગયેલા અક્ષરના એક શિલાલેખ છે, હૅની સાલ વિ. સં. ૧૭૪૫ ની આશરાથી વંચાય છે, એટલે તે બહુ જૂના વખતને ગણી શકાય નહિ.
ઉપર બતાવેલી પ્રાચીન નિશાનીએ સિવાય આ લીંખાદરા ગામની પાસે નર્મદા નદીને મળનારી એક ન્હાની ખાડી છે તેમાંથી ચેામાચાની ઋતુમાં ભીલ, ધાણુકા, વગેરે લેાકાને તે વખતના જૂના રૂપીઆ તથા પૈસા જડી આવે છે. આવા એક જડેલા અર્ધા રૂપીયા ઉપર દિલ્હીના બાદશાહ ઔર`ગઝેબનું નામ હતું, તેમ એ પૈસા ઉપર હાડાતી શબ્દ હતા, આ હાડાતી ક્ષત્રીઓનુ રાજ્ય હાલ બુંદી અને કાટામાં છે, તેમ તે બંને રાજ્યધાનીઓની આસપાસના ભાગમાં હાડા ક્ષત્રીઓની વસ્તી હોવાથી તે ભાગ હાડાતીના નામથી જાણીતા છે.
૪૮૩
આ સિવાય વળી એક વધારે વિશ્વાસ રાખવા લાયક પુરાવા તે લાખેાદરાના ખેતરમાંથી જૈન લેાકના શ્રી આદિનાથ ભગવાન ની પ્રતિમા નીકળ્યાા છે. આ પ્રતિમા એક ધાળા આરસ પાષણની છે, તે તે અખંડિત છે. આ પ્રતિમાના પદ્માસન નીચે તે બનાવ્યાનું વરસ; કે બીજી કાંઇ હકીકત આપેલી જણાતી નથી૧ એક ધાણુકાને આ પ્રતિમા ખેતરમાં હળ ખેડતાં ખેડતાં, હળની અણી અચકાયાથી જડી આવી હતી; તે એવી તા ભવ્ય અને ચિત્તાકર્ષક છે, કે તેવી પ્રતિમા કાઇક જ ઠેકાણે જોવામાં આવે છે. તે જડયા પછી કેટલેક દહાડે રાણીપુરાના એક ખેતરમાંથી, વળી એક ખી પ્રતિમા તેવીજ રીતે હાથ આવી હતી. તે હેનાથી ન્હાની છે, છતાં તે પણ ભવ્યતામાં જરાપણ ઓછી નથી. ત્યાર પછી થેાડાક દહાડા ગયા પછી લીંખાદરાના એક ખેતરમાંથી માતાજીની મૂર્તિ હાથ આવી હતી. આ પ્રમાણે લખાદરામાંથી એ, અને રાણીપુરાથી એક એમ ત્રણ મૂર્તિએ જડી હતી. તે ત્રણે ધેાળા આરસની છે.
આ માતાજીની મૂર્તિ નીચે એટલે તેમના પવિત્ર ચરણ નીચે સ` ૧૧૨૦૦ લેખ છે. આ વર્ષજોતાં આ કયા રાજાને સંવત હશે એ કલ્પી શકાતું નથી. યુરાપિયન વિદ્વાનેાના મત પ્રમાણે મહાભારતની એટલે કુક્ષેત્રની લટાઇ થયે પાંચ હજાર વરસ ગણીએ તે તે જોતાં પણ આ યુધીષ્ઠિર રાજાનેા શક હાઇ શકે નહિ, પણ આ લેખનું છેલ્લું મીંડુ તે કરતાં જરા ન્હાંનુ છે; એટલે એમ અનુમાન થાય છે કે, તે મીંડુ, વિરામ તરિકે તેની પાસે લખાયું હશે. આ અનુમાન જે ખરૂં માનીએ તે આ મૂર્તિ સંવત્ ૧૧૨૦ માં બનાવેલી ગણી શકાય એટલે
આ ચાડાના તળાવથી ત્રણેક ગાઉ રનપુર આગળ કવિ વિશ્વનાથ જાનીએ વર્ણવેલી ગનીમની પ્રખ્યાત લડાઇ, મેાગલ અને મરાઠા વચ્ચે થઇ હતી. હૈની સાલ જોતાં, આ પાળીયા ઉપરની સાલ, તે પછીની જણાય છે. ઉત્તર હિન્દુસ્તાનમાંથી દક્ષિણ ભરતખંડમાં જનારાં માગલ લશ્કરીને અહિં આગળ એક ધારી રસ્તા હતા તેથી તે યુખતના મુસલમાન લશ્કર સાથે લડાઇ થતાં કાઇ વીર પુરૂષના મરાયાના આ પાળીયા જાય છે. સાથે એક ધાલુકા, દર કાળી ચૌદશને દહાડે તેની ઉપર સીંદુર ચઢાવી
નય છે.
૧ એમ સાંભળ્યુ છે કે પ્રતિમાની પાછળ વરસ વગેરે લખેલું છે પણ તે ભાગ હાલ ભીંત સાથે ાવેલા હાનાથી આ વિષે ખરી ખર મળી શકી નથી