Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૮૮
શ્રી જેન ક. કે. હેરલ્ડ.
ખોલવા જતાં જાણતાં તથા અજાણતાં બન્ને રીતેથી-ઉલટી કઠણ કરી મુકી છે. દરેક ધર્મ પ્રવર્તક અને ધર્માચાર્યોએ પિતા પોતાના વિચારો અને અનુભવે રૂપ હાથોને એ ગહન ગ્રંથિના ગભને ભેદવા માટે ઉઘુક્ત કર્યા છે. કેટલાક એ કાર્યમાં સફળ થયા છે તે તેમના અનુયાયીઓ કે જેઓ તેમની બતાવેલી રીતિ પ્રમાણે જ એ ગાંઠને ખેલવા જતાં, પિતાના બુદ્ધિમાંધ-ન્યન પશમને લીધે ય કત રીતિ ભૂલી જઈ, ઉલટી દશાએ પ્રયત્ન કરવા મંડી પડવાથી, પાછી તે ગાંઠ ગંઠાય છે અને પછી જુદાં જુદાં ભેજાના અને પરસ્પર અસહિષ્ણુ એવા પ્રચારના વિચિત્ર વિચારોથી ચારે દિશામાં તણાતી તે ગાંઠ ખૂબ મજબુત થાય છે. આવી સ્થિતિમાં સત્યના સ્વરૂપને સમઝનાર આત્માને પૂરેપૂરી મુશ્કેલી છેજ. આ મુશ્કે લીમાં જ્યારે કેટલાક આશાવાદીઓ “અંધારે સત્ય ડૂબુંતું” તરી આવતું આખરે” (કલાપી) ઇત્યાદિ ઉગારવારા કાંઈક આશ્વાસન આપી જિજ્ઞાસુની વૃત્તિને ઉત્સાહી કરે છે ત્યારે કેટલાક નિરાશાવાદીઓ તે કામ કરા મેર જ ન પાયા” તથા संसार मे सब कुछ समाया कुछ नहीं। कुछ न कुछ का भेद पाया कुछ नहीं।" (સરસ્વતિ.) આવા નિરાશાજનક વાક્યો ઉચ્ચારી એ મુશ્કેલીમાં ઓર વધારો કરે છે. આવી રીતે સત્ય જિજ્ઞાસુ વિચાર વમળમાં પડે છે અને આમ તેમ ઘણું ઘણું ફાંફાં મારી જ્યારે તે હતાશ થાય છે ત્યારે સહજમાં તેના મુખેથી “તમા સન્ન = લિળતું ઉન્નત એવા ઉગારે નિકળવા માંડે છે. અને એમ બોલી તે પિતાની શાંત બુદ્ધિને કાંઈક વિશ્રામ પાપવા ઈચ્છે છે. પરંતુ જ્યારે પાછું મગજ શાંત થઈ ટટાર થાય છે ત્યારે પાછું તે વિચારના વનમાં પ્રયાણ કરે છે અને વિચારે છે કે તે જ સત્ય છે કે જે જિનેશ્વરોએ કથન કર્યું છે એ વાત ખરી પણ જિનેશ્વરોએ શું કહ્યું છે? એનું નામ નિશાન કે ઠામઠેકાણુ? વિંધ્યાચળના સતપુટ શિખરનાં ગહન કાનનમાં ભૂલો પડેલો મનુષ્ય અનેક કષ્ટ વેઠી જ્યારે એકાદ જંગલને પાર કરી સપાટ અને મનુષ્યયુક્ત પ્રદેશના દર્શનની ઈચ્છાથી કોઈ હેટા શિખર ઉપર રહડી જૂએ છે તે જેવી ઘાટી ઉaધીને આવ્યો છે તેવી તેવીજ બીજી ઘાટી નજર આગળ ભયાનક મૂર્તિ ધારણ કરીને ઉભેલી હોય છે એ જ દશા આ સત્ય જિજ્ઞાસુ પરંતુ અલ્પજ્ઞ આ માની થાય છે. અનંતકાળ સુધી મહાભારત પ્રયત્ન કરી ભવ્ય આત્મા મિથ્યાત્વગ્રંથિને ભેદી હર્ષિત થાય છે અને સત્યપ્રાપ્તિની સ્થિતિ સમીપમાં આવેલી જોઈ આનંદ પામે છે પરંતુ જ્યારે ઉંડા વિચારથી સત્યના સ્વરૂપને જાણવા મળે છે ત્યારે મિશ્ર–મોહિની-અર્ધ સત્ય અને સમ્યક મોહિની-બાહ્ય સત્ય-એ બન્ને ગાંઠ, પૂર્વની ગ્રંથિ કરતા કાંઈક નરમ હોવા છતાં પણ જિજ્ઞાસુને મુંઝવણમાં ન્હાખે છે, એટલું જ નહીં પણ કેટલીક વખતે છેક સત્યના સાક્ષાત્કારની થવાની તૈયારી હોય છે તે વખતે એ ગાંઠે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરે છે કે જેના લીધે જિજ્ઞાસુ પિતાની અવસ્થાનું ભાન ભૂલી જઈ–હું કયાં સુધી આવી પહોંચ્યો છું, અને કેટલે પહોંચવું છે, એ વાત વિસ્મરી-દિમૂઢ થઈ પાછા ફરે છે અને ભ્રાંતિમાંને ભ્રાંતિમાં ઠેઠ મૂળસ્થાન કે જ્યાંથી પ્રયાણ કર્યું હતું એવા મિથ્યાત્વના-અસત્યના-ગહન વનમાં પહોંચે છે અને અનંતકાળ સુધી પાછો ત્યાંને ત્યાં ભમે છે !
સારાંશ કે સત્યના સ્વરૂપને હમઝવું અને હમઝીને તેને મેળવવું, એ બહુજ દુર્લભ્ય છે, સત્ય સમઝાયા પછી તેને ગુંગળાવવાની કે પ્રકાશવાની વાત કરી શકાય. પ્રથમથી જ