Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૮૯
એક સાંપ્રત મુનિના વિચારે. એ ચિંતા કરવી તે, વૃક્ષ વાવ્યાં પહેલાંજ, તેનાં ફળ ખાઈ જનારાં પક્ષાઓને ઉડાડતા ફરવાના કાર્ય જેવું ગણાય !
મહારા શબ્દોમાં-કે જે હમે સ્પષ્ટિકરણ કરવા માટે પત્રમાં ટકેલા છે. ગર્ભિતાશય થા કથિતાશય જેવું કશું નથી. સ્વાભાવિક રીતે તે શબ્દો લખાયા છે. અને હમારા જેવા ધારાશાસ્ત્રીને તે સમજવામાં કઠિનતા આવે એ સંભવ પણ ઓછો છતાં અનુમાન બાંધી શકું છું કે, સામા માણસના હેડામાંથી કાંઈ વિશેષ બહાર કઢાવવાની વકાલી પદ્ધતિએ આમ પ્રેરાયા લાગે છે...................ની “શંકા” ગ્ય હતી અથવા અર્થ એ વિષયમાં અત્રે ઉલ્લેખ જ નથી. તેમજ તેવી “શકા કરવાથી તેમનું સમ્યક્તવ મલીન થયું એમ પણ મહારું કહેવું નથી. એ ફકરો એ આશયથી લખાયો છે કે, જિજ્ઞાસાની ખાતર પણ પણ જે કાંઈ વિષય ચર્ચવામાં આવે છે તે આપણા કહેવાતા નાયક (કે જેમને વિષય સમજવા જેટલી પણ બુદ્ધિ કુદરતે બક્ષેલી નથી હોતી.) ઝટ તેને ઉસૂત્ર કહેવા તત્પર થઈ જાય છે અને લેખકના વિષયમાં અનેક પ્રકારની આડી અવળી વાત કરી પિતાના ડહાપણની ઓળખાણ આપે છે, એના દષ્ટાંતમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે. મહારા પિતાના અનુભવથી કહું છું કે “ઘણીક વાર મહે કેટલાક સાધુઓના મહેડેથી-કે જેઓ પિતાને ગીતાર્થ (?) માને છે અને પિતાના જ્ઞાન આગળ દુનિયાની બધી વિદ્યાઓને તુચ્છ ગણે છે. એ વિષયમાં ઘણા હલકા અને હાસ્યપાત્ર શબ્દો સાંભળ્યા છે ! એ અનુભવે જ ઉપયુક્ત પત્રમાંના વાક્યો લખાયાં છે અને તે પણ માન્યતાની દષ્ટિએ નહિ પરંતુ વ્યંગ રૂપેજ.
પત્રને પ્રત્યુત્તર આપતાં સ્વાભાવિક રીતે કેટલાક વિચારે ફુરી આવવાથી. અને તે એક તસ્વાભિલાષીને જણાવવામાં લાગણી ઉત્તેજિત થવાથી આટલું લાંબું લખવામાં આવ્યું છે. અને પત્ર પૂર્ણ કરતાં એટલું વળી લખવાનું મન થાય છે કે, “સત્યને મેળવવા અને પ્રકાશમાં આણવા માટે જગતની નિંદા-સ્તુતિ તરફ લક્ષ્ય ન આપી, પિતાને કર્તવ્ય-કમમાં લાગ્યાં રહેવું એજ જીવનને હેતુ સમજી એ તરફ વિશેષ પ્રયત્નવાન થવું જોઈએ. વેદોમાં ઉલ્લેખ છે કે
सुविज्ञानं चिकितुषे जनाय
सच्चासच वचसो पस्पृधाते । तयौयत्सत्यं यतरदृजीय
स्तदितसोमोऽवति हन्त्यसत् । જિજ્ઞાસુ એ જાણવું જોઈએ કે “સત ” અને “અસત વચને પરસ્પર સ્પર્ધાવાળા છે પરંતુ એ બન્નેમાં જે “સત્ય” અને “સરલ' છે તેનું જ ઈશ્વર રક્ષણ કરે છે અને અને સત્ય” ને નાશ કરે છે” માટે સદા જગતમાં સત્યજ વિજયવાન છે એમ સમજી સવી જીવો સત્ય પ્રતિ પ્રયાણ કરો એમ ઇચ્છી વિરમું છું. રામg |