Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
એક સાંપ્રત મુનિના વિચારો.
૪૮૫
તમામ ખર્ચ હાલ તેઓ આપે છે, તેમ તેની દેખરેખ રાખવા માટે માણસો પણ હેમની તરફથી રાખેલ છે. આ શ્રદ્ધાળુ અને દયાળુ ઝવેરી શેઠ, દર વરસે તેમાં નવી નવી જાતનાં ફૂલ ઝાડ, અને ફળાઉ રેપ મુંબઈથી મોકલીને રોપાવે છે. તેમની તરફથી આ બાગમાં એક કુવો ખોદાવેલ હોવાથી હેનું પાણી નળ વાટે અપાસરામાં જતું હોવાથી યાત્રાળુઓને પાણીની જે અડચણ પહેલાં પડતી હતી તે હવે દૂર થઈ છે.
આ ગામમાં આવી રીતે અપાસરે હોવા છતાં પણ હાલ ત્યાં એક પણ જૈનબધુનું ઘર જોવામાં આવતું નથી. સ્ટેશનથી અપાસરા સુધી પાકી સડક બાંધેલી હોવાથી, ચોમાસામાં પણ રસ્તે જતાં કાદવકીચડ નડતું નથી, તેમ ભાડાની ગાડીઓ થોડે પૈસે મળે છે.
આ આદિનાથ મહાપ્રભુની ખરા દિલથી પ્રાર્થના કરતાં આ લેખ બંધ કરવાની રજા લેઉં છું. તે મહાપ્રભુ જગતના સઘળા મનુષ્ય ભાઈઓના દિલમાં દયાને વધારો કરી, સઘળે સ્થળે અહિંસા પરમો ધર્મને મહાન સિદ્ધાંત ફેલાવી શાનિત કરે. તથાસ્તુ. લુણાવાડા, ૧-૭-૧૫
છે. વિ, રાવળ
~
~
~
~
~
~
~~
~
~
~~
એક સાંપ્રત મુનિના વિચારો.
ધર્મલાબાશી પૂર્વક માલુમ થાય કે હમારે પત્ર મળ્યો. હું થોડા સમયથી ....થી વિહાર કરી અત્ર આવ્યો છું. “ગુજરાતી સાહિત્ય પરિષદ્' ને વિષયમાં તમારી માફક બીજાઓ તરફથી પણ મહને સૂચના મળેલી છે. હું હાલ બ્રમણ-પ્રવૃતિમાં છું તેમજ એક બે હિંદી–પુસ્તકના લેખનમાં પ્રવર્તે છે. સાહિત્ય-પ્રદર્શનમાં મૂકવા લાયક જૈનેની પાસે ઘણી ઘણી વસ્તુઓ છે પરંતુ કમનશીબથી તે તે વસ્તુઓ ઉપર સ્વત્વ ધરાવનાર વર્ગમાંથી ઘણો હે ભાગ એવો છે કે જેને સાહિત્ય-પરિષદુ અને સાહિત્ય—પ્રદર્શન એ શબ્દોની વ્યાખ્યા સમઝાવતા સમઝાવતા પણું મસ્તિષ્ક થાકી જાય છતાં તેમના હૃદયમાં એ વિષયમાં પ્રકાશ થવું કઠિન જેવું છે. પાટણના ભંડારોમાં કેટલીક બહુ ઉપયોગી વસ્તુઓ છે અને તે જે આ પ્રદર્શનમાં મૂકવામાં આવે તે કેટલાક નવીન પ્રકાશ પડે તેમ છે. પૂર્વકાલની જૂદી જૂદી મરોડ વાળી નાગરી લીપિના નમુનાઓ તાડ પત્ર ઉપરનું દર્શનીય ચિત્રકામ, ભારતવર્ષમાં પહેલ વહેલા આવેલા કાગળોના નમુના, અપભ્રંશ અને જાનિ ગુજરાતીના દશક અને શતક વાર લખાએલા ગદ્ય અને પદ્યના નમૂનાઓ, ઇત્યાદિ અનેક વિષય પરત્વેનું પુરતું સાધન ત્યાંના ભંડારમાંથી મળી શકે તેમ છે. પરંતુ પ્રથમ, તે વિશાળ ભંડારોમાંથી ઉપગી સામગ્રી તારવી કાઢે કોણ? કારણ કે એ કર્તવ્ય સાહિત્ય અને તત્વજ્ઞવિદ્વાનનું છે અને તેમની બહુતા આ જૈન સમાજ જેવી અજ્ઞાન પ્રજામાં હોય એ કહેવાતા કલિકાલથી કેમ સહન થઈ શકે ? હું બે વરસ પહેલાં જ્યારે પાટણ હતું ત્યારે મહેને ત્યાંના કેટલાક ભંડારોનું નિરીક્ષણ કરવાને સમય પ્રાપ્ત થયો હતો. તે વખતે આવી ઘણી સામગ્રી હારા જોવામાં