Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી.
૪૭૩
આ પ્રમાણે નીકળી–આચાર્યું પ્રથમ શ્રી ધર્મવલ્લભવાચકને આચાર્યપદ આપવાને વિચાર કર્યો હતો, ત્યારપછી તેઓને સદેષ જાણીને બીજા શિષ્યને આચાર્યપદ આપ્યું. ત્યારે રૂટ થયેલ ધર્મવલ્લભગણિએ જેસલમેરના રહેનાર છાજડગોત્રીય પિતાના સંસારી પક્ષની સમીપે આ વૃત્તાન કહ્યા. ત્યારે તેમાંના તેમના ભાઈ વિગેરેએ કહ્યું કે-“અમારા તમેજ આચાર્ય. અમે બીજાને માનીશું નહિં.” બસ, આથી આ ચોથે ગચ્છભેદ નિકળે. હેમના સંસારી માત્ર બાર શ્રાવકોજ તેમના પક્ષીય થયા. અને ઓગણીસ યતિથી અધિક યતિઓ નથી થતા અને જે કોઈ થાય, તે તે ગુરૂના શ્રાપથી મરી જાય.
આ વૃત્તાન્ત ક્યાં સુધી સત્ય છે, તે કંઈ કહી શકાય નહિ. કેમકે ઘણી વખત, એ કબીજાના દેષના કારણે પિતાના પક્ષની નિર્દોષતા બતાવવાની ખાતર એક પક્ષવાળા તરફથી લખાતા વૃત્તાન્તમાં સત્યવૃત્તાન્તનું રૂપાન્તર અવશ્ય થતું જોવામાં આવે છે. પરંતુ આથી તે વૃત્તાન્ત લખનારના હૃદયની સંકુચિતતાજ જણાઈ જાય છે. ઉપરનું વૃત્તાન્ત જોતાં આ લેખકને તે એવીજ સંકુચિતતા પ્રતિભાસે છે.
ખેર, ગમે તેમ છે, પરંતુ સં. ૧૪૨૨ ની સાલમાં શ્રી ધર્મવલ્લભગણિ (આચાર્ય થયા પછીના શ્રીજિનેશ્વરસૂરિ) થી વેગડશાખા નિકળી, એ તે ચોક્કસ જ છે.
આ વેગડશાખાના ઉત્પાદક શ્રીજિનેશ્વરસૂરિ પછી શ્રીજિનશેખરસૂરિ, તે પછી શ્રીજિનધર્મસૂરિ થયા છે. આ પ્રમાણે અનુક્રમથી નામો ખરતરગચ્છની એક પટ્ટાવલીમાં–ગુર્નાવલીમાં પણ આપવામાં આવ્યાં છે, કે જે ગુર્નાવલી અહિં આપવામાં આવે છે –
વેગડ ખરતરગચ્છ ગુર્નાવલી. પણમિય વીર જિણુંદ ચંદ ક્ય સુકય પવેસો, ખરતર સુરતરૂ ગચ્છ સ્વચ્છ ગણહર પભણે; તસું પય પંકય ભમરસમ રસજિ ગેયમ ગણહર, તિણિ અનુક્રમિ સિરિ નેમિચંદ મુણિ મુણિ ગુણ મુણિહર. સિરિ ઉદ્યતન વર્ધમાન સિરિ સૂરિજણસર, થંભણપુર સિરિ અભયદેવ પથડિય પરમેસર: જિણવલહ જિણદત્ત સૂરિ જિણચંદ મુણીસર, જિણપતિ સૂરિ પયાસ વાસ પહુ સૂરિ જિણેસર. ભવભય ભંજણ જિણપ્રબોધ સૂરિહિ સુસંસિય, જિણવર ભત્તિ નિરૂર જુર જિણચંદ નમુંસિય; આગમ છંદ પમાણ જાણ તવ તેક દિવાયર, સિરિ જિનકલ મુર્ણિદચંદ ધારિમ ગુણ સાયર. ભાવભંજણ કણ્વ સખ જિણપદ્મ ગણીસર,
સબ સિદ્ધિ બુદ્ધિ સમિધિ વૃદ્ધિ જિલદ્ધિ જઈસર;
આ ગુર્નાવલી વાચનાચાર્ય શ્રી કીતિ મેરૂ કે જેઓ પંદરમી શતાબ્દિમાં થયા છે, તેમની હાથથીમાના એક પાનામાંથી પ્રાપ્ત થઈ છે. આ હાથથી પરમ ગુરૂશ્રી આચાર્ય મહારાજશ્રી પાસે મેજી
લેખક,