Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૭૨
શ્રી જૈન ક. કે. હેર ડ.
ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી
(ન્યાય-વ્યાકરણતીર્થ ૫. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠ ).
જુદા જુદા ગોમાં જુદા જુદા સમયે નિકળેલી શાખાઓના સંબંધમાં હજુ સુધી જોઇએ તે પ્રકાશ નથી પડ્યો, એ વાત ઇતિહાસ પ્રેમિઓથી અજાણી નથી. અને તેટલા માટે, જેમ ઇતિહાસનાં બીજાં અંગોને પ્રકાશમાં લાવવાની આવશ્યકતા સ્વીકારાય છે, તેવી રીતે આ અંગને માટે પણ લેખકએ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે, એમ ભાર દઈને કહેવું પણ અસ્થાને કે અધિક પડતું ગણાશે નહિં. અને જ્યાં સુધી આપણે આ અંગને છૂટા-છવાયા પ્રયત્નોથી પણ વધારે પુષ્ટ કે વધારે પ્રકાશિત નહિ કરી શકીએ, ત્યાં સુધી કોઈપણ ગચ્છનો ઇતિહાસ લખવા વખતે ઘણી જ મુશ્કેલીઓની હામે થવું પડશે, એ વાત નિર્વિવાદ સ્વીકરણીય છે.
આજે આવી શાખાઓ પૈકીની ખરતરગચ્છની વેગક શાખાના સંબંધમાં કંક પ્રકાશ પાડવાન, અપૂર્ણ, પરંતુ જરૂરને પ્રયત્ન છે. આશા છે કે ઇતિહાસ પ્રેમિઓને આ પ્રયત્ન અમુક અંશમાં પણ જરૂર ઉપયોગી થશે
આ વેગડ શાખાની ઉત્પત્તિના સંબંધમાં, બૃહદ ખરતરગની પકાવેલી, કે જે બરકૃતસૂચીપત્રના પૃ ૧૦૩૦ માં પ્રકાશિત થઈ છે. તેની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે
" तद्वारके सं. १४२२ वेगड़ खरतरशाखा भिन्ना, तदेवम्-प्रथम धर्मवल्लभवाचकाय आचार्यपदप्रदानविचारः कृत आसीत् । पश्चात् तं सदोषं ज्ञात्वा द्वितीय शिष्याय आचार्यपदं दत्तं । तदा रुष्टेन धर्मवल्लभगणिना जयशलमेरुवास्तव्य छाजहड गोत्रीयस्वसंसारिणामग्रे सर्वोऽपि स्ववृत्तान्तः प्रोक्तः । ततः तेषां मध्ये कैश्चित् तद्भात्रादिभिरुक्तम् , 'अस्माकं त्वमेवाचार्यः । वयमन्यं न मन्यामहे इति । तदा तत्रायं चतर्थो गच्छभेदो जातः। परं तत्संसारिण एव द्वादशश्रावका जाताः । नाऽन्ये । तथा गुरुशापात् तद्गच्छे एकोनविंशति यतिभ्योऽधिका यतयो न भवन्ति । यदि स्यासदा ત્રિય ”
અર્થાત– શ્રીજિનદયસૂરિના વારામાં સં. ૧૮૨૨ માં ખરતરગચ્છની વેગડશાખા
શ્રીજિનોદિયરિ–ખરતરગચ્છની ૫૪ મી પાટ થયા. મૂળગામ પાલ્લણપુર-ત્યાંના શાહ ચંદપાલ તે પિતા અને માતા ધારદેવી જન્મ સં. ૧૭૭૫ મૂળનામ અમરો. તેનું પદ
સ્થાપન સ્તંભતીર્થમાં તરૂણુપ્રભાચાર્યે સં. ૧૪૧૫ આષાઢ શુદિ ૨ ને દિને કર્યું. ત્યાં જ જિનદયે અજિતનું ચય બંધાવ્યું, અને શત્રુંજય ઉપર પાંચ પ્રતિષ્ઠા કરી. મરણ પાટણમાં નં. ૧૪૧રના ભાદ્રપદ વદિ ૧૧ ને દિને થયું.
તંત્રી,