SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ શ્રી જૈન ક. કે. હેર ડ. ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી (ન્યાય-વ્યાકરણતીર્થ ૫. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠ ). જુદા જુદા ગોમાં જુદા જુદા સમયે નિકળેલી શાખાઓના સંબંધમાં હજુ સુધી જોઇએ તે પ્રકાશ નથી પડ્યો, એ વાત ઇતિહાસ પ્રેમિઓથી અજાણી નથી. અને તેટલા માટે, જેમ ઇતિહાસનાં બીજાં અંગોને પ્રકાશમાં લાવવાની આવશ્યકતા સ્વીકારાય છે, તેવી રીતે આ અંગને માટે પણ લેખકએ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે, એમ ભાર દઈને કહેવું પણ અસ્થાને કે અધિક પડતું ગણાશે નહિં. અને જ્યાં સુધી આપણે આ અંગને છૂટા-છવાયા પ્રયત્નોથી પણ વધારે પુષ્ટ કે વધારે પ્રકાશિત નહિ કરી શકીએ, ત્યાં સુધી કોઈપણ ગચ્છનો ઇતિહાસ લખવા વખતે ઘણી જ મુશ્કેલીઓની હામે થવું પડશે, એ વાત નિર્વિવાદ સ્વીકરણીય છે. આજે આવી શાખાઓ પૈકીની ખરતરગચ્છની વેગક શાખાના સંબંધમાં કંક પ્રકાશ પાડવાન, અપૂર્ણ, પરંતુ જરૂરને પ્રયત્ન છે. આશા છે કે ઇતિહાસ પ્રેમિઓને આ પ્રયત્ન અમુક અંશમાં પણ જરૂર ઉપયોગી થશે આ વેગડ શાખાની ઉત્પત્તિના સંબંધમાં, બૃહદ ખરતરગની પકાવેલી, કે જે બરકૃતસૂચીપત્રના પૃ ૧૦૩૦ માં પ્રકાશિત થઈ છે. તેની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે " तद्वारके सं. १४२२ वेगड़ खरतरशाखा भिन्ना, तदेवम्-प्रथम धर्मवल्लभवाचकाय आचार्यपदप्रदानविचारः कृत आसीत् । पश्चात् तं सदोषं ज्ञात्वा द्वितीय शिष्याय आचार्यपदं दत्तं । तदा रुष्टेन धर्मवल्लभगणिना जयशलमेरुवास्तव्य छाजहड गोत्रीयस्वसंसारिणामग्रे सर्वोऽपि स्ववृत्तान्तः प्रोक्तः । ततः तेषां मध्ये कैश्चित् तद्भात्रादिभिरुक्तम् , 'अस्माकं त्वमेवाचार्यः । वयमन्यं न मन्यामहे इति । तदा तत्रायं चतर्थो गच्छभेदो जातः। परं तत्संसारिण एव द्वादशश्रावका जाताः । नाऽन्ये । तथा गुरुशापात् तद्गच्छे एकोनविंशति यतिभ्योऽधिका यतयो न भवन्ति । यदि स्यासदा ત્રિય ” અર્થાત– શ્રીજિનદયસૂરિના વારામાં સં. ૧૮૨૨ માં ખરતરગચ્છની વેગડશાખા શ્રીજિનોદિયરિ–ખરતરગચ્છની ૫૪ મી પાટ થયા. મૂળગામ પાલ્લણપુર-ત્યાંના શાહ ચંદપાલ તે પિતા અને માતા ધારદેવી જન્મ સં. ૧૭૭૫ મૂળનામ અમરો. તેનું પદ સ્થાપન સ્તંભતીર્થમાં તરૂણુપ્રભાચાર્યે સં. ૧૪૧૫ આષાઢ શુદિ ૨ ને દિને કર્યું. ત્યાં જ જિનદયે અજિતનું ચય બંધાવ્યું, અને શત્રુંજય ઉપર પાંચ પ્રતિષ્ઠા કરી. મરણ પાટણમાં નં. ૧૪૧રના ભાદ્રપદ વદિ ૧૧ ને દિને થયું. તંત્રી,
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy