Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન પ્રતિમાઓ ઉપરના લેખ.
જૈન પ્રતિમાઓ ઉપરના લેખ.
ww
૪૫૧
વણિક જ્ઞાતિઓ.
જૈન પ્રતિમાઓ ઉપરના લેખાના સંગ્રહ કરવા હું પ્રયત્ન કરૂં છું. છેલ્લાં ત્રણેક વર્ષથી આ પ્રયત્ન મેં ચાલતા રાખ્યા છે, તે તેમાં મને ઘણું જાણવા જેવું મળ્યું છે, એકલી પાષાણની પ્રતિમા ઉપરના નહિ પણ નાની મેાટી પીતળની પ્રતિમા ઉપરના લેખ પણ હું મેલવું છું. પાષાણની પ્રાતમાઓને મુસલમાનેાના હુમલાથી જે હાનિ વેઠવી પડી છે તે હાનિમાંથી પીતળની નાની પ્રતિમાએ ઘણે ઠેકાણે બચી શકી છે, તેથી પાષાણુની પ્રતિમાઓ કરતાં પીતળની પ્રતિમા વધારે જૂની મળી શકે છે. રાણકપુર અને સાદડી (સાદ્રિ)નાં દેહરાંમાં સંવત્ ૧૧૦૦ સુધીની પીતળની પ્રતિમા મને મળી છે. આ પ્રતિમાઓના લેખ ક્રમવાર ગાઠવીને તેમાંથી પ્રતિમા ભરાવનાર શ્રાવકાની તથા પ્રતિષ્ઠા કરાવનાર મુનિઓની સુસંબધ્ધ વંશાવલિઓ ઉભી કરવાના વખત મને મળ્યા નથી, પણ મારી ખાત્રી થઇ છે કે જો લેખાના અડ્ડા સંગ્રહ કરવામાં આવે તેા તેમાંથી જૈન શ્રીમતાની અને જૈન મુનિની અનેક વંશાવલિએ બીન ચૂક તૈયાર કરી શકાય. દશા વીશાના ભેદ પર પડતા પ્રકાશ.
શ્રાવકો તેમજ મહેશ્વરીએ-સમસ્ત ગુજરાતી વાણિઆએમાં ચાલતા દશા વીશાના બંદ ઉપર પ્રતિમાઓના લેખથી બહુ સારા પ્રકાશ પડે છે. સંવત્ ૧૬૦૦ પહેલાંના કોઇ લેખમાં દશા વીશાનેા ભેદ લખેલા મળતેા નથી. ઘણુંખરૂં બધા લેખામાં જ્ઞાતિનુંજ નામ લખેલું હોય છે જેમકે “શ્રી શ્રોમાજ જ્ઞાતીય ” વાર વંશે ” લવરો” વગેરે, એશવાળામાં કાઈ કાઇનું ગોત્ર લખેલું મળે છે. શ્રીમાલી વગેરેમાં કોઇ ઠેકાણે “વૃદ્ધાવ કે “ હઇશાવાયાં ” એવો ઉલ્લેખ હાય છે. વીશા તે પહેલાં “વૃદ્દશાખા”ના નામે ઓળ ખવામાં આવતા અને દશાને “ लघुशाखा ” કહેતા. એ ભેદ યારથી ચાલતા થયા અને શા કારણથી ચાલતા થયા તે વર્ણવવાના અહીં પ્રસગ નથી. અહીં એટલુંજ કહેવું ખસ છે કે પ્રતિમા ઉપરના સેકડા લેખા મેળવી જોતાં તેમાં સંવત્ ૧૬૦૦ પહેલાં દશા વીશાના ભેદ લખેલા જણાતા નથી. આ ભેદ લખ્યા નથી, એ ઉપરથી એમ સમજવાનુ નથી કે એ ભેદ તે વખતે હતા નહિ; ભેદ હતા, પણ ભેદને બહુ ગૌણુ માનવામાં આવતા હતા. એ તડ હાય તેવા એ ભેદ હતા. એ નાતીએ હાય તેવા નહિ. ભેદે નાતીનું રૂપ લીધેલું ન હોવાને લીધેજ વૃદ્ઘશાખાના કે લઘુશાખાના પોતાનાની શાખાને આળ ન આણતાં ફકત જ્ઞાતિના નામે. પોતાને ઓળખાવતા હેાવા જોઇએ. હાલ જૈન નથી એવા લાકા પહેલાં જૈનધર્મી હોવાના દાખલા.
જે વાણિયા જ્ઞાતિ અત્યારે કેવળ વૈષ્ણવ ધર્મ માનનારી થઇ ગઇ છે, તે જ્ઞાતિઓ પણ પહેલાં જૈનધર્મ માનતી હતી એવું બતાવનારા કેટલાક લેખ મળે છે. દાખલા તરીકે