Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૦
શ્રી જૈન શ્વે. કેા. હેરલ્ડ.
સ`ગતા વેરા ભયા, સુણ સખી એક વેણુ, ઉઇ કાજળ ઉ. ઠીકરી, ઉઇ કાજળ ઉષ્મ તેણુ. સંગતી બીચારી કયા કરે, હૃદય ભયા કંડાર, નવ તેજા પાણી ચડે, તેાએ ન ભીંજે કાર. દીક્ષા દિન "કેતા ગયા, મલીયા કહીક માસ, નયણાં અંતર પડ ગીયા, જીવ તુમારે પાસ. જાકે ખેલે બધ નહીં, મર્મ નહિ મન માંહિ, તાકે સંગ ન જાઇએ, છેડ ચલે વન માંહિ. જે મન આપણું પ્રીત હૈ, લેાક ખહેાત ઝખ માર, મિતિમX દાવ ઉપાય કર, અપણા કામ સધાર.
તા. ૨૮-૬-૧૫ લુણાવાડા.
૭. વિ. રાવળ.
GSRT
જૈન સંસ્કૃત સાહિત્ય.
&#&&&&&&&!&#
પ
CF &
( લેખક—પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી-માંગરોલ )
-
આર્યાંવમાં સંસ્કૃત ભાષા પુરાણી છે, એમ સર્વ રીતે સિદ્ધ કરવા અનેક લેખે લખાયા છે અને લખાય છે. કેટલેક અશે એ વાત વિદ્યાનેાના મોટા ભાગે સ્વીકારેલી છે, એટલું જ નહિ પણ સંસ્કૃત ભાષા સર્વ ભાષાએથી ચઢીઆતી અને માધુર્ય ભરેલી છે, તેમજ વિવિધ પ્રકારના વિષયેામાં વિશેષ વપરાએલી છે. વિષયનિરૂપણુ આ ભાષામાં સર્વ ભાષા કરતાં વધારે સરસ થઇ શકે છે. વળી તે પવિત્ર ભાષા અન્ય ભાષાઓમાં વ્યાપક થઇને રહેલી છે કેટલાએક શેાધકોએ એમ પણુ સિદ્ધ કર્યું છે કે, સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા ગુજરાતી ભાષા ઉત્પન્ન થઈ છે અને તે માન્યતા કેટલેક અંશે સત્ય પશુ લાગે છે. તે સિવાય એ ભાષાની અંદર ખીજા એવા ચમકારા તેવામાં આવે છે કે, જે ઉપરથી વિદ્વાને તેને ગીર્વાણુ ભાષા અથવા દેવ ભા। તરીકે કહે છે. આ ભાષામાં અમૂલ્ય પ્રાચીન સાહિત્યનેા ભંડાર ભરેલા છે, એ પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. વેદ ધર્મનું સંસ્કૃત સાહિત્ય વિશેષ પ્રચલિત થવાથી લોકોને મોટા ભાગ એ ધર્મના સંસ્કૃત સાહિત્ય માટે પ્રશંસા કરે છે, પરંતું જૈન ધર્મનું સંસ્કૃત સાહિત્ય પણ તેવીજ પ્રશંસાને પાત્ર થઇ શકે તેમ છે.
જૈન ઇતિહાસ વિલેાકતાં સારી રીતે જણાય છે કે, જૈન સસ્કૃત સાહિત્યના વિકાસ પૂર્વકાળે ઘણા હશે, પરંતુ વચમાં બ્રાહ્મણ ધર્મ પ્રબળ થવાથી એ સાહિત્યને પ્રવાહ
જેમ તેમ.