Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેને સંસ્કૃત સાહિત્ય.
૪૬૧
અખલિતપણે વહી શક્યો નહીં હોય, તેમજ જૈન પ્રજાને ભેટે ભાગે વ્યાપારી હોવાથી મુનિ વર્ગ સિવાય તે સાહિત્ય તરફ જૈન પ્રજાનું વલણ સારી રીતે થઈ શક્યું નથી, તથાપિ જૈન સંસ્કૃત સાહિત્ય તેના પ્રમાણમાં સારી રીતે વિકાસ પામેલું છે.
પૂર્વે જૈન સંસ્કૃત સાહિત્યનો વિકાસ અભુત હશે, એવું ઇતિહાસ ઉપરથી જણાય છે, તથાપિ વલ્લભીપુરને ભંગ થયા પહેલાં તથા ચાવડા વંશથી માંડીને અંતે વ્યાધ્રીય (વાઘેલા) વંશનો નાશ થયો ત્યાં સુધીમાં જૈન સંસ્કૃત સાહિત્યની જાહોજલાલી સર્વોપરી હતી, એમ જણાય છે. તે સમયમાં જ જૈન કવિઓ અને વિદ્વાન થઇ ગયા છે. ગુજરાતને ઇતિહાસ લખનારા ઇતર ધર્મ ના હોવા છતાં તેમને નિષ્પક્ષ ત રીતે કહેવું પડ્યું છે કે, તે સમયે જૈન પંડિતોએ સરસ્વતીની અપૂર્વ સેવા બજાવી છે.
જૈન સંસ્કૃત સાહિત્યને પ્રવાહ ધાર્મિક પ્રસંગોમાં વિશેષ ચાલ્યું છે, તથાપિ તે સિવાય બીજા પ્રસંગોમાં પણ તેના ઉચ્ચ પ્રવાહો પ્રવર્તેલા દેખાય છે. ધર્મ, સાહિત્ય, અને તત્વજ્ઞાન એ ત્રણ વિભાગમાં જૈન સંસ્કૃત સાહિત્ય વેંચાઈને રહેલું છે. ધર્મ વિભાગમાં પ્રાયે કરીને મૂળ ગ્રંથે પ્રાકૃત અથવા માનધિ ભાષામાં છે, પરંતુ તે ઉપર ટીકા, વૃત્તિ, ચૂર્ણવગેરેની બેજના સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલી છે. તે ટીકાકારોમાં કેટલાએક તે પ્રતિભાને પ્રાસાદ પામી પિતાના અખૂટ અને અગાધ હૃદય રસને વાણી દ્વારા વિસ્તાર કરવા સમર્થ થઈ શક્યા છે, તેમજ પ્રભુ સ્તુતિના પ્રસંગોમાં સંસ્કૃત સાહિત્યને વિશેષ અવકાશ આપવામાં આવ્યો છે.
સાહિત્યના વિભાગમાં પણ જૈન સંસ્કૃત સાહિત્યને બે ભાગ છે. તે, રસ અલ. કાર, અને ધ્વનિ વગેરે વાળાં મહાકાવ્ય જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક દ્રષ્ટિગોચર થતાં જાય છે. વિક્રમના તેરમા સૈકાથી સોળમાં સૈકા સુધીમાં જૈન સંસ્કૃત સાહિત્યની વિશેષ ઉન્નતિ થઈ છે. તેરમા સૈકાના આદ્ય ભાગે મહાત્મા અભયદેવસૂરિએ જયંતવિજય નામે એક મહાકાવ્ય રચ્યું હતું, એ કાવ્યમાં તે સમથે મહાત્મા કવિએ જૈન સંસ્કૃત સાહિત્યને એટલું બધું ખોલાવ્યું છે કે, ઈતર ધર્મના સમર્થ વિદ્વાનોએ તેની ભારે પ્રશંસા કરી હતી. તે પહેલાં વિક્રમના બારમા સૈકામાં નાગૅદ્ર ગચ્છમાં થયેલા મહાત્મા અમરચંદ્રસરિએ જૈન સંસ્કૃત સાહિત્ય ખીલાવવા માટે પિતાના શિષ્યોને સંસ્કૃત ભાષાનો ઉચો અભ્યાસ કરાવ્યા હતા. તેમને આનંદસૂરિ નામે એક ગુરૂ ભાઈ હતા. તેમના સમયમાં ગુજરાતના રાજ્યસન ઉપર સિદ્ધરાજ હતા. મહારાજા સિદ્ધરાજે પ્રસન્ન થઈને તે ઉભય મુનિઓને વ્યાઘશિશુક અને સિંહશિશુકના બીરૂદ આપ્યા હતા. મહાત્મા અમરચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ તેમના શિષ્ય વિજયસેનસરિ અને તેમના શિષ્ય ઉભયપ્રભસૂરિ થયા હતા. આ મહાત્માને પ્રતિભાને ઉચ્ચ પ્રાસાદ મળ્યો હતો, તેથી તેમણે અનેક કાવ્યો રચેલાં છે. તેમાં ધર્મભ્યદય નામનું મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યને શોભા આપનારું બનેલું છે. તે મહાકાવ્યની અંદર વિદ્વાનને મોહિત કરે તેવી શબ્દ અને અર્થ ચમત્કૃતિ આપવામાં આવેલી છે. મહાત્મા અમરસરિના રચેલા સિદ્ધાંતાવ ગ્રંથ ઉપર તેમણે સિદ્ધાંતાઈવ વિદિ નામે એક રસિકકાવ્ય રચેલું છે, પરંતુ તે કાવ્ય હાલ દુષ્યાપ્ય છે.
કુમારપાલના વખતમાં હેમચંદ્રસૂરિ સંસ્કૃતમાં સમર્થ વિદ્વાન થઈ ગયા છે, તેમણે હેમીનામમાલાકેશ, જૈન વ્યાકરણ અને ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર, તેમજ કેટલાક સ્તુતિ