Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
બદ્ધ અને જૈન મતના સંક્ષિપ્ત ઈતિહાસ
૪૩૫
બૌદ્ધ-જૈન મતના સંક્ષિપ્ત ઈતિહાસ-સિધ્ધતિ
અને વૈદિક ધર્મ સાથે તેની તુલના.
આપે તા. ૬-૨-૧૯૧૪ ના પત્રથી પૂછેલા પ્રશ્નના ખુલાસા નીચે પ્રમાણે છે.
(૧) બૌદ્ધ-જૈનમતના સંક્ષિપ્ત ઇતિહાસ-સિદ્ધાંત અને વૈદિક ધર્મ સાથે તુલના એ વિષય લખવામાં નીચેનાં પુસ્તકે ખાસ ઉપકારશ્ક થશે.
વદર્શન સમુચ્ચ; વિવેક વિલાસ; સ્યાહાદ મંજરી; જૈન તત્વદર્શ, સર્વ દર્શન સંગ્રહ; વેદાંત દર્શન–શંકર ભાય; ગસૂત્ર–વ્યાસભાષ્ય, સુયગડાંગ સૂત્ર-ભીમસી માણેકવાળું; બુદ્ધચરિત્ર, ધર્મોપદેશવગેરે. જૈન અને બૌદ્ધધર્મનું કેટલીક બાબતમાં નીચે મુજબ મળતા પણું છે..
જૈનમાં જેમ પંચ મહાવતે તેમ બૌદ્ધમાં પંચ મહાયાન છે.
જૈનના ભિક્ષુઓને જેમ શ્રમણ કહેવામાં આવે છે તેમ બૌદ્ધગોરજીઓને પણ શ્રમણે કહેવામાં આવે છે.
જેમાં જેમ સંધ છે તેમ બદ્ધિામાં પણ સંધ છે. જેને માં જેમ શાસન દેવી છે તેમ બૌદ્ધમાં પણ શાસન દેવી છે. જિન અને બુદ્ધિને શબ્દાર્થ પણ મળત છે.
જૈન અને બૌદ્ધ લોકોની શાસ્ત્રીય ભાષા પ્રાકૃત છે એટલે કે જેની અર્ધ માગધી અને દ્ધાની પાલી લીપી છે પરંતુ અર્ધ ભાગધી અને પાલી ભાષામાં લાંબો તફાવત નથી.
બંનેનાં શાસ્ત્રોમાં તે અહિંસા ધર્મનું પ્રાધાન્ય છે. બને, પુનર્જન્મને સ્વીકાર કરે છે. બને, શાણ ઈશ્વરે નથી બનાવી એમ માને છે.
જેને જગતને અનાદિ કહી પર્યાયતરે ક્ષણિક કહે છે પણ બુદ્ધદેવે તે જગતને ક્ષણિક કહેલ છે. એટલે કે જીન દેવને સ્વાવાદ છે અને બુદ્ધ દેવને ક્ષણિક વિજ્ઞાનવાદ છે
જૈન અને બૌદ્ધ, એ બંને પ્રતિભા પૂજકે છે અને એ બંનેની પ્રતિમાઓ નિરાગી ભાવના દર્શક છે તથા કેટલીક રીતે તે મળતીઓ પણ છે. બંને ધર્મો રાજકુમારે પ્રચલિત કરેલ છે.
મહાવીર અને બુદ્ધનું જીવન વૃત્તાંત મળતું છે. ફક્ત મહાવીરે નિર્વાણ પસંદ કર્યું અને બહે પિતાના સેવના-જગતના-કલ્યાણ નિમિત્તે પુનર્જન્મ પસંદ કરેલ છે એ ભેદ ગણી : લીધેલ છે, જગતની બાબતમાં પણ પૂર્વાચાર્યોએ ભેદ ગણેલ છે.
આનંદ અને બંબસારની કથા બંને ધર્મોમાં છે.
જૈન ધર્મ અને વૈદિક ધર્મનું નીચે મુજબ કેટલીક બાબતમાં મળતાપણું છે. જેનાં પંચ મહાવ્રતને મળતાં જ વેદાંત-ગ-નાં પાંચ યમો છે.