Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
સ'ક્ષિત સુભાષિત--સ’ગ્રહ.
असमीक्ष्यं न कर्त्तव्यं कर्त्तव्यं सुसमीक्षितम् । —આગળથી વિચાર વગર કોઇ કાર્ય ન કરવું જો કાર્યં કરવું તેા પ્રથમથી વિચાર કરવા परस्परातिशायी हि मोहः पंचेन्द्रियोद्भवः । —પાંચ ઇંદ્રિઐાથી ઉત્પન્ન થયેલા માડુ પ્રીતિજનક છે. विशेषज्ञा हि बुध्यन्ते सदसन्तौ कुतश्चन ।
—જો વિશેષ જ્ઞાનવૃદ્ધિ કરતા જાય છે તે કોઇપણ પ્રકારે વિદ્વાન અથવા તે। મૂર્ખ એ બન્નેને પરિચય કરતા જાય છે.
कर्त्तव्योः धर्म्म संग्रहः
---ધર્મના સગ્રહ કરવા જોઇએ.
यः विवेकी स पण्डितः
—જે વિવેકી છે તે પડિત ગણાય છે,
गगननगरकल्प संगम वल्लभानाम् ।
—પ્રેમી જતાના મેલાપની આશા એ આકાશમાં નગરી હોવાની કલ્પના સમાન છે. जलदपटलतुल्यं यौवनं वा धनं वा ।
જીવાનો લક્ષ્મી કે ધન એ વાદળના ટુકડા સમાન અસ્થિર છે.
स्वजन सुत शरीरादीनि विद्युश्वलानि ।
—કુંટુમ્બી જન, પુત્ર શરીર વગેરે વિજળીના ચમકારા જેવા અસ્થિર છે, क्षणिक मिति समस्तं विद्धि संसारवृत्तिम्
—અખિલ સસાર પણ ક્ષણભંગુર છે,
स्वकार्येषु हि तात्पर्य स्वभावादेव देहिनाम् ।
—દેહધારી મનુષ્યનેા સ્વભાવ એવા છે કે પેાતાના કાર્યમાંજ તત્પરતા રાખવી.
गुरुवचमुपादेयं
———ગુરૂનું વચન ગ્રહણ કરવું એ યેાગ્ય છે.
अकार्यम् हेयम् ।
—લોકનિંધ કાર્ય ત્યાગવું એ ચેાગ્ય છે. नित्यं सन्निहितो मृत्युः ।
—મૃત્યુ સદાકાળ દેહધારી પુરૂષની સમીપ છે.
૪૪૫
सर्वथा दग्ध बीभाजाः कुतो जीवन्ति निर्घृणाः ।
જે લોકોને કોઇપણ પ્રકારની ગ્લાનિ હોતી નથી તે દુગ્ધ થયેલા બીજની કાન્તિ જેવા નિર્લજ્જ પુરૂષો કયાં જીવે છે એટલે કે મરી જાય છે, લજ્જાવાન પુરૂષને કાષ્ઠની માન વગરની કૃપાના ભરેાંસે જીવવું તેના કરતાં મરવું એ યેાગ્ય છે.
अनुनयो हि माहात्म्यं महतामुप बृंहयेत् ।
—મહાન પુરૂષોનુ અનુકરણ કરવાથી તેમના મહિમા વૃદ્ધિ પામે છે,