Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
મૂતિ પૂજા.
૪૩૭ વગેરે દાખલ કર્યા; પાછળથી સુ કઠિન લાગવાથી કંદિલાચાર્યજીએ સહેલી ભાષામાં સૂત્રો કર્યો. દુકાળી પડ્યા પછી દેવદ્ધિગણ ક્ષમાશ્રમણે ફરીથી યાદદાસ્ત ઉપરથી દેશકાળાનુસાર સત્રની રચના કરી છે એટલે હાલનાં સૂત્રને દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે સંગ્રહ કરેલ છે. વેદની ભાષા લખાણ-જેમનું તેમ છે તેમાં દેશકાળાનુસાર ફેરફાર કર્યો નથી પણ ફેરફાર દર્શાવનારાં લખાણ ઉપનિષદ, બ્રાહ્મણ, આરણ્યક, પ્રદર્શન, વગેરે નામથી જુદાં રાખેલ છે. જૈનોની પેઠે વેદાંતમાં પણ યોગ્ય સામગ્રી મળેથી મુક્તિ થઈ શકે છે કારણ કે અન્ય ટિળે સિદ્ધ ' બીજા ધર્મના વેશમાં પણ સિદ્ધ થઈ શકે છે એવું શ્રી વિતરાગ દેવનું ફરમાન છે.
જૈન અને વેદાંતને અનુભવમાં તફાવત નથી, ફક્ત શાબ્દિક વ્યવહારમાં કઈ કોઈ બાબતમાં તફાવત જણાય છે. એ તફાવત લખતાં અતિ લંબાણ થાય અને સાર્થક કાંઈ નહિ. સૂક્ષ્મ વિચાર કરતાં તે અભેદજ જણાય છે પણ વિવાદી ભેદ જણાતું નથી. અનુભવ વગરનાંઓ તે જ્ઞાનીઓના નામને ઓથે ઘણું ઝગડાઓ મચાવે છે કે જે ઝગડાને પરિણામે ભરત ક્ષેત્રના મનુષ્યો વગર સમજ્ય ધર્મઘેલા બની ગયા અને વ્યવહાર કુશળ નહિ થવાથી આવી અધોગતિમાં આવી પડ્યા છે. હજીએ ધની અસમાનતાને વ્યવહારમાં દાખલ કરીને લડી મરતા અનુભવાય છે. અરે જૈન વેદની અસમાનતાને બાજુપર મૂકીએ પણ જેને માંજ મતાંતરની અસમાનતામાં કેટલી બધી તકરાર ચાલે છે !!! સમજુની સમાનતા છે અને અસમજુની અસમાનતા જ છે. વાસ્તવ તે અભેદતાજ છે, ભેદ હોય તે જ્ઞાન શાનું ! ! !
–ગે, ના, ગાંધી,
મૂર્તિ પૂજા,
(૨) મૂર્તિ પૂજા ક્યાં સુધી આવશ્યક છે ? કેટલા ગુણસ્થાનકે આવ્યા પછી તે બંધ કરી શકાય? તે પૂજા કરવામાં પુષ્પ આદિ વાપરવામાં થતી હિંસા ઉપાદેય છે?
ઉત્તર:–આત્માનો સાક્ષાત્કાર થઈને કેવલ અમદશાએ-આત્માનંદી તરીકે સંપૂર્ણ પણે વરતાય ત્યારે મૂર્તિ પૂજા વગેરે સ્વતઃ છૂટી જાય છે પણ તેને છોડવાપણું રહેતું નથી. જેવી રીતે સારું વાંચન વાંચતાં આવડે છે એટલે કક્કો ઘૂંટવાનું સ્વતઃ છૂટી જાય છે તેવીજ રીતે આત્માનંદની પ્રાપ્તિ થતાં મૂર્તિપૂજા સ્વતઃ ઠ્ઠી જાય છે. આવી સ્થિતિમાં પણ લોકપકાર સાર એટલે કે મેટાનું જોઈને પાછળના ભાણસે તે રસ્તે ચાલે તે સારૂ મહાત્મા પુરૂષો ઘણું કરીને પ્રતિમા પૂજનને તજતા નથી. આજ કારણ સાચવવા સાધુ પુરૂષો કે જેઓ સર્વ ત્યાગી છે અને જેઓ પ્રતિમા પૂજનની હદ ઓળંગી ગએલા મનાય છે તેઓ પણ લોક કલ્યાણ સારૂ તથા પિતાની અવશેષ ખામી દૂર કરવા સારૂ નિત્ય પ્રત્યે જીન ભૂવનમાં જાય છે. સાધુઓ એ કાર્યમાં પ્રસાદી ન બને તેટલા માટે સત્રોમાં સાધુઓ ઉપર ફરજ મૂકેલી છે કે તેમણે હમેશાં જીન ભૂવનમાં જવું જ જોઈએ, ન જાય તે પ્રાયશ્ચિત્ત આવે. શ્રી મહાકલ્પ સૂત્રમાં શ્રી વીતરાગ દેવનું ફરમાન છે કે –