Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૪૧
સ.
૭
સ. ૮
સ. ૮
તામિલ કાવ્ય કુરલે મુગ્ધાલ. એક સહસ વીસ જિનેશની, પ્રતિમા એકણુ ઠામ વિવેકી, પૂજા કરતાં જન્મ સફળ હુવે, સી વંછિત કામ વિવેકી– તન કાલ અઢાઈ દીપમાં, કેવલ જ્ઞાન વહાણ વિવેકી, કલ્યાણકારી પ્રભુ ઇહાં સામટા, લાભે ગુણમણિ ખાણ વિકી – સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે, તિમ હિજ ધરણ વિહાર વિવેકી, તિથી અદ્દભુત એ છે થાપના, પાટણ નગર મઝાર, વિવેકી– તીર્થ સકલ વળી તીર્થકર સહુ, ઇણ પૂજ્યાં તે પૂજાય, વિવેકી એક હથી (જીભથી) મહિમા એહની, કિણ ભાતે કહેવાય વિવેકી– શ્રીમાલી કુલ દીપક જેતસી, શેઠ સગુણ ભંડાર વિવેકી. તસુ સુત શેઠ શિરોમણિ તેજસી પાટણ માંહે દાતાર વિવેકી-- તિણે બિંબ ભરાવ્યાં ભાવશું, સહસ અધિક ચકવીસ વિવેકી, કીધ પ્રતિષ્ઠા પૂનમ ગચ્છધરૂ, શ્રી ભાવપ્રભ સૂરીશ વિવેકી- સહસ જિણેસર વિધિસ્યું પૂજશે, દ્રવ્ય ભાવ શુચિ હોઈ વિવેકી ઈહભવ પરભવ પરમ સુખી હશે, લહશે નવ નિધિ સોઈ વિવેકી– જિનવર ભક્તિ કરે મન રંગપું, ભવિજનની એ છે નીત વિવેકી, દીપચંદ સમશ્રી જિનરાજથી, દેવચંદની પ્રીત વિવેકી,
સ, ૧૨
.. સ. ૧૪
તામિલકાવ્ય કુરલ (મુખ્યાલ)
જૈન કવિની અદભુત કૃતિ.
aeeeeeeeeeeeeeeeeeeeeee કમ્બન નામના તામિલ કવિથી એક હજાર વર્ષ પહેલાંના જે તમિલ ગ્રંથ છે તેમાં ‘કુરલ' ને સર્વથી અધિક આદર છે. કુરલને “મુપાલ ” પણ કહે છે. આના કર્તા વલ્લુવર છે.
વલ્લુવર બ્રાહ્મણ નહોતા પરંતુ એક પેરીઆ ( Pariah ) અથવા અત્યંજ હતા અને ધર્મમાં જૈન હતા. પહેલા પ્રથમ જ જૈન સ્તુતિ કાવ્યના આરંભમાં તેમણે કરી છે. બ્રાહ્મણ ન હોવા છતાં બ્રાહ્મણના નામની પેઠે “ તિરૂ વલ્લુવર ” અર્થાત “ શ્રી વધુવર ' ( પુજ્ય પરીઆ ) કહેવામાં આવે છે. તે મંદરાજના ભયલાપુરના રહેવાસી હતા. વિક્રમ સંવત થી ૧૦૦ વર્ષ પછી તે પાંડયરાજની પાસે મધુરા (મથુરા ) રાજધાનીમાં આવી પહોંચ્યા. તે સમયે દ્રવિડ દેશમાં કવિતાની પરીક્ષા કવિસંધદ્વારા કરવામાં આવતી હતી. ચૌલ રાજ્યના ઉરયપુર ( કે જેને કાલીદાસે રઘુવંશમાં “ઉરગપુર ” જણાવેલું છે ) અને કાવેરી પદનેના, કગુનાદના, ચેમ્બુર સ્થાનના અને તામિલક (તામિલ દેશ) ના અન્ય પ્રસિદ્ધ થાનના કવિઓ પાંડયરાજના “સંધમ” સભ્ય હતા.