Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
www
શ્રીમદ્દ યશોવિજયજી અને કવિવર બનારસીદાસ. ૪૨૩ આ પરથી જણાશે કે યશોવિજયના ગુના ગુરૂ અને તેના ગુરૂ, અને વિનયવિજયના ગુરૂ બંને હીરવિજયસૂરિના શિષ્ય જણાય છે. યશોવિજયજી તથા વિનયવિજયજી પોતાના ગ્રંથોમાં વિજયદેવસૂરિ, વિજયસિંહરિ, તથા વિજ્યપ્રભસૂરિનાં નામ દાખલ કરેલાં છે તે તેથી એમ સમજવાનું છે કે તે ગ્રંથ તે આચાયના ધર્મરાજ્યમાં યા યવરાજ્યમાં રચેલ છે, પણ તેમની પરંપરામાં પોત થયા છે એમ માનવાનું નથી. વિનયવિજયજી યશોવિજ્યના કાકા ગુરૂ થતા એવી દંતકથામાં જે છે કે પ્રમાણ દષ્ટિગોચર થયું નથી, છતાં કીતિવિજ્યજી હીરવિજયસૂરિના પિતાના શિષ્ય ન હોઈ શિષ્યના શિષ્ય હોય અને પિતાના ભરજદાન હોવાથી પ્રસિદ્ધયા હીરવિજ્યના શિષ્ય કહેવાનું હોય તો તે બનવા જોગ છે અને તેજ પ્રસિદ્ધિ પરંપરાથી ચાલી આવી હોય તો તે અસત્ય કહેવાય નહિ. તેમની કૃતિઓ
આની ટીપ ઉપરોક્ત ચરિત્રમાં આપી છે, છતાં જંણાવવાનું કે તે સિવાયની બીજી ઘણી કૃતિઓ હશે પણ હજુ પ્રકાશમાં આવતી નથી. હમણું જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ “ ઉપધાન વિધિ માં ઉપધાન સતવન પ્રકટ થયું છે. નીચે લખેલ લઘુકૃતિ નામે “ઋષભ સ્તવન મુનિ મહારાજશ્રી કલ્યાણવિજયજીએ મારા પર મોકલાવી આપી છે તેમાં છે. કડીઓ સંસ્કૃતમાં રાગબદ્ધ છે અને તે સુંદર હોવાથી અત્ર આપવા રજા લઈએ છીએ.
श्रीमरुदेवा तनु जन्मानं, मानवरत्नमुदारं, रे । दारैः सह हरिभिः कृत सेवं, सेवकजनसुख कारं रे ॥ श्रीमरु० ॥१॥ कारणगन्धमृतेऽपि जनानां, नानासुखदातारं रे। तारस्वररस जितपर पुष्टं, पुष्ट शमाऽकूपारं रे ॥ श्री० ॥२॥ पारं गतमिह जन्मपयोधे, र्योधेहितगुणधीरं रे। धीरसमूहैः संस्तुतचरणं. चरणमहीरुहकीरं रे ।। श्री० ॥३॥ कीरनसं यशसा जितचन्द्र, चन्द्राऽमलगुणवासं रे। . वासवहृदयकजाऽहिमपादं. पादपमिव सच्छायं रे ॥ श्री० ॥ ४ ॥ सच्छायाकव्वरपुरधरणी (?) धरणीधवमिवकामं रे।। कामं नमत सुलक्षण नाभिं नामितनुजमुद्दामं रे ॥ श्री० ॥५॥ इत्थं तीर्थपतिः स्तुतः शतमखश्रेणीश्रितः श्रीनदी,जीमूतोद्भुत भाग्यसेवधिरधिक्षिप्तः समग्रगुणैः । श्रीमन्नाभिनरेंद्र वंश कमला केतु भवाम्भोनिधी, सेतुः श्री वृषभो ददातु विनयं स्वीयं सदा वांछितम् ॥ ६॥ इति श्रीविनयविजयोपाध्याय विरचितं वृषभजिनस्तवनम् ।