Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૩૨
શ્રી જૈન ક. કે. હેરલ્ડ. ગુજરાતી કૃતિઓ, ૧૩. વિજયદેવ નિર્વાણ સ્વાધ્યાય—આ સઝાય આ પત્રના તંત્રી કૃત જેન ઐતિહાસિક
રાસમાળા (પ્રકાશક અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ)માં છપાએલ છે. ૧૪. જૈન શાસન દીપકસ્વાધ્યાય. ૧૫. જૈન ધર્મ દીપક” ૧૬. આહાર ગણા.”
આ સિવાય તેમને પત્રવ્યવહાર મળે છે. તેમાં એક પત્ર ખામણું સંબધી સં. ૧૭૪૮ માં પોતે લખેલ છે તેમાં જ્યાં પોતે ચોમાસું રહ્યા હતા અને જ્યાંથી તે પત્ર લખ્યો હતે તે આગ્રા શહેરનું સાલંકાર વિસ્તીર્ણ વર્ણન પણ આપ્યું છે. બીજો પત્ર જય તારણ ગામથી પં. યશસ્વતસાગર પર લખ્યું છે જેમાં સુખ શાતાની જ બીના છે.
આમાંના ઘણુ ગ્રંથો, પત્રો કસનગઢ ( કૃષ્ણદુર્ગ) ના શ્રેષ્ઠી રણજીતમલ્લ નાહટાના પુસ્તક ભંડારમાંથી મળેલા છે કે જે દશલાખ શ્લોક પ્રમાણે છે. આ સર્વ ભંડાર શ્રી વિજયધર્મ યુરિને ભેટ આપવામાં આવ્યું છે જાણી આનંદ થાય છે. અમે નમ્ર પણે સૂચવીએ છીએ કે તે સૂરિ શ્રી આ ભંડાર તેમજ પિતા પાસે જે પુસ્તકે હેય તે સર્વ જાહેરમાં મુકી ડેક્કન કોલેજ લાયબ્રેરી જેવી સંસ્થા કરશે–કરાવશે તો મહાન ઉપકાર , અને પુણ્ય કરી શકશે.
આ લેખ રા. બેચર જીવરાજે જૈનશાસન (આ ચૈત્ર વદિ અમાસ)ના અંકમાં જે લેખ લખ્યો હતો તે પરથી ટુંકમાં લીધો છે.
–તંત્રી. –
– કુશલચંદ્રગણિ.
આ ખરતર ગચ્છના પદધર શ્રી જિનલાભસૂરિશ્વરના સમયમાં ઉપાધ્યાય શ્રી હીરધર્મ ગણિના શિષ્ય હતા. તેઓ કઈ જાતિના હતા, દીક્ષા ક્યારે લીધી, ક્યારે અભ્યાસ કર્યો, જન્મ અને સ્વર્ગગમન ક્યારે થયાં એ વિગેરે સાધનના અભાવે કશું મળતું નથી. પરંતુ દંતક્યા, તેમના દીક્ષિત બ્રાહ્મણ પંડિતકૃત જૈનબિંદુ નામને ગ્રંથ અને શિલાલેખ પરથી ચેક્સ સિદ્ધ થાય છે કે તેઓ વિક્રમની ઓગણસમી સદીમાં સં. ૧૮૫૦ થી સં. ૧૯૦૦ સુધી વિધમાન હતા.
1. * જિનલાભ સૂરિ–ખરતર ગચ્છની ૬૮ મી પાટે. પિતા શાહ પચાયણદાસ, માતા પદ્માદેવી, ગોત્ર બહિત્યરા, ગામ વિકાનેર, જન્મ વાપેઉ ગ્રામે સં. ૧૭૮૪ શ્રાવણ શુદ ૫, મૂલનામ લાલચંદ્ર, દીક્ષા જેસલમીર સં. ૧૭૮૬ જેઠ સુદ ૬, દીક્ષાનામ લક્ષ્મીલાભ, પદસ્થાપના માંડવી સં. ૧૮૦૪ જેઠ સુદ ૫. તેમણે ઘણું યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી. સ્વર્ગગમન સં. ૧૮૩૪ આશો વદ ૧૦. તેમણે આત્મબોધ ગ્રંથ સં. ૧૮૩૩ના કારતક સુદ ૫ ને દિને નર બંદરે પૂર્ણ કર્યો છે,