Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૨૨
-
શ્રી જૈન
. કે. હેરંડ
આમાં “જસ” પરથી “જશ વિજયછ” સમજાય છે. આની સાથે મૂલ સમયસારને દોહે સરખાવો.
એક કર્મ કર્તવ્યતા, કરે ન કર્તા દોય, દુધાં દરબ સત્તા સુતે, એક ભાવ કર્યો હોય.
પૃ. ૬૧૮ દેહા નં. ૧૦૦ અર્થાત-એ વાત સ્પષ્ટ છે કે એક કમની કર્તવ્યતા એટલે ક્રિયા તે એક જ હોય છે અને તેને કર્તા પણ એકજ હોય છે, પણ બે કર્તા એકજ ક્રિયાના કરનાર ન હોય. અહીં ચેતન દ્રવ્યસત્તા અને પુગલ દ્રવ્યસત્તા તે તે દુધા એટલે બે પ્રકારે જુદી જુદી છે, તે માટે એક ભાવ એક કર્મ કેમ બને?
આમાં દોહા પર મથાળાં મૂક્યાં છે તે સમયસારમાંથી લઈ મૂક્યા છે. આવી રીતે લીધેલા દેહા પરથી એક પદ રચવામાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પર ચોરીને આરોપ મૂક એ ધૃષ્ટતા અને બુદ્ધિશન્યતા છે. આ પદ રચવાનો શુદ્ધ આશય જૂદા જૂદા દેહને એક શંખલાબધશ્રેણીમાં મૂકી તેની સમગ્રતા પરથી જે બોધ લેવાનો છે તે સ્પષ્ટ દર્શાવવો એજ હોઈ શકે. તે બોધ એ છે કે ચેતન ! મોહકે સંગ નિવારે,
ગાન સુધારસ ધારે–ચેતન !” મોહને છોડી જ્ઞાનને અમૃત રસ ચાખવા માટે આત્મને બોધે છે, કારણકે જ્ઞાન વગર ગમે તેટલી ક્રિયા હોય તે તેમાં મોહ-અવિદ્યા છે–અજ્ઞાન છે અને તેથી ખરા સાધ્યની પ્રાપ્તિ થતી નથી.
વિનયવિજય ઉપાધ્યાય. આમનું સવિસ્તર જીવનચરિત્ર મેં “નયકર્ણિક નામની પુસ્તિકામાં આપેલું છે, પરંતુ તેમાં તેઓશ્રી યશોવિજયજી મહારાજના કાકા ગુરૂ થતા હતા તે સંબંધી શ્રી યશોવિજય મહારાજની ગુરૂ પરંપરા જોતાં શક રહેતો હતો. તે સંબંી નીચેની હકીક્ત મળે છે તે અત્ર જણાવીએ છીએ.
યશોવિજય મહારાજના ગુરૂના ગુરૂ અને તેના ગુરૂ વિજયપ્રભસૂરિના શિષ્યનકણિકામાંના ચરિત્રમાં બતાવ્યા છે તેને બદલે આ પ્રમાણે જોઇએ.
હીરવિજયસૂરિ
કલ્યાણવિજય ઉપાધ્યાય
કીર્તિવિજય ઉપાધ્યાય વિનયવિ ઉપાધ્યાય
લાભવિય
જિતવિજય
નયવિજય
યશવિજય