Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી યશેાભદ્રસૂરિ.
૪૦૨
ઉજ્જયિનીમાં મહાકાલના પ્રાસાદમાં દીવાની જ્યોતિથી ચંદરવા સળગ્યા. એમ દેવના પ્રભાવથી તે અવધૂતે જાણ્યું. હેંણે પોતાના સુખસ્પ દ્વારા મ્હને જણાવ્યું. મ્હે મ્હારા એ હાથ ધસી વિદ્યાબળથી તે બળતા ચંદરવા શાન્ત કર્યા, અને હેને એ હાથ કાળા ખતાવી શાન્ત કર્યાનું જણાવ્યું.
રાજાએ આ વાતની ખાતરીને માટે પોતાના માસાને ઉજ્જયિની મેાકલ્યા અને નિશ્રય કરાવ્યા કે–અમુક દિવસે, અમુક સમયે ચદરવા સળગી શાન્ત થયા હતા કે કેમ? માણસે એ આવી આ વાતની સત્યતા રાજાને જણાવી, આથી રાજા આચાર્ય શ્રીના ચમત્કારથી બહુ ખુશી થયા, અને જિનધર્મમાં મનવાળેા થયા.
કોઇ એક દિવસ આધાટક (આહડ)-૧કરહેટ-કવિલાણ-સભર અને ભેસર આ પાંચ ગામના સધાએ પોત-પોતાના ગામમાં પ્રતિષ્ઠા કરવાને માટે આચાર્ય યશેાભદ્રસૂરિને એક સાથ વિનતિ કરી. આચાર્યે પાંચે સ્થાનની પ્રતિષ્ઠાને માટે એકજ મુત કાઢી આપ્યું. અને દરેકને કહ્યું કે–'મુદ્ભુત વખતે હું હમારે ...ાં આવીશ.' દરેક ગામના લોકો પોતાતાને સ્હાં ગયા.
પ્રતિષ્ઠાના સમયે આચાયે વિદ્યાના બળથી પોતાનાં ચાર રૂપ અને એક સ્વાભાવિક રૂપ એમ પાંચ રૂપ કરી પાંચે સ્થાનકે એકજ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરી.
કવિલાકમાં પ્રતિષ્ઠા સમયે ઘણા મનુષ્યા એકઠા થયા હતા. તેથી ત્યાંના કુવાનુ પાણી ખૂટી ગયું. પાણી વિના લોકોને ઘણી તકલીફ્ પડવા લાગી. આ વાત સàં આચાર્યશ્રીને જણાવી. આચાયે સૂકા કુવામાં પોતાના નખવડે ચંદનના ક્ષેપ કર્યાં. તેથી હેની અંદરથી ઘણુંજ અમૃત સમાન જલ ઉત્પન્ન થયું. ૐ આવી રીતે પંચાણું કુવાઓની અંદર પાણી ઉત્પન્ન કર્યું.
એક વખત આહડની એક શ્રેષ્ઠિએ શત્રુજ્ય-ગિરનારની યાત્રા નિમિત્ત રાજાની આજ્ઞા માગી. ચાતુર્માસ પૂર્ણ થયે શ્રીયશેાભદ્રસૂરિને સાથમાં લઇ આ શ્રૃષ્ટિએ સધ કાઢ્યા. અનુક્રમે ચાલતાં સંધ અહિલપુરપટ્ટણ (પાટણ) ની નજીકના પ્રદેશમાં આવ્યા. રાજા મૂળરાજ, આચાર્યના પ્રભાવ સાંભળી, પોતાની મ્હોટી ઋદ્ધિ સાથે વાંદવા આવ્યા. આચાયની દેશના સાંભળી રાજા ઘણા ખુશી થયા. રાજાએ આચાર્યને પ્રાર્થના કરી કે——મહારાજ! આપ હમેશાંને માટે મ્હારા નગરમાં વાસ કરા' આના ઉત્તરમાં ‘સાધુને તે આચાર નથી’ એમ જ્હારે આચાર્ય શ્રીએ કહ્યું, વ્હારે રાજાએ એક વખત પેાતાના મકાનમાં પધારવા પ્રાર્થના કરી.
રાજાની પ્રાર્થના સ્વીકારી, આચાર્યશ્રી, રાજાની સાથે રાજભવનમાં પધાર્યાં. આચાર્યને મહેલના કમરામાં મૂકી રાજાએ દ્વાર બધા કર્યાં, અને પોતે બહાર ઉભા રહ્યા.
૧ કરહેટનું નામ કરાડા છે. ચિતાથી રેલવ દ્વારા ઉદેપુર આવતાં રસ્તામાં એક સ્ટેશન આવે છે, જ્હાં કરહેડા પાર્શ્વનાથનું તીર્થ છે. ૨ સંભરીને આજ કાલ સાંભર કહે છે, જે અજમેરની નજીકમાં છે. અને જ્યાં મીઠું' પાર્ક છે. સંસ્કૃતમાં આનુ ગામી નામ છે. એક સમયે ચહુઆણાની રાજધાનીનું આ શહેર હતું. ૩ સંસ્કૃતચરિત્ર કે હે સં. ૧૬૮૩ માં લખાયું છે, હૅની અંદર નખસુત નામનેા ! હાવાનુ જણાવ્યું છે અને લાવણ્ય સમયે પોતાના રાસમાં પણ તે વખતે નખસુત કુવા વિધમાન હોવાનું જણાવ્યુ છે.