Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી યશેાભદ્ર સૂરિ,
૪૦૭
અનુક્રમે યશેાભદ્રસર પાલી આવ્યા. પાલીમાં તેમના આવવાથી મ્હોટા ઉત્સવ થયા. એક દિવસ યશાભદ્રસૂરિ સૂર્યંના મંદિરની નજીક ભૂમિ નિરવધ સ્થાન દેખી ઠંડીલ (જંગલ) ગયા. સૂયે વિચાર કર્યાં:– આચાર્યની તપસ્યા, તેમના વયને અનુચિત છે. આ તપ સામાન્ય નથી.’ એમ વિચાર કરી ગુરૂની પરીક્ષા કરવા માટે માર્ગમાં સુવર્ણ –મણિ— મુક્તાકલનાં આભૂષણે નાખ્યાં ગુરુએ ત્યાંથી પસાર થતાં જેની સ્વામું પણ ન જોયુ આથી સૂર્યાં ઘણા વિસ્મિત થયા. અને વિચારવા લાગ્યો:-આ મ્હારા મંદિરમાં આવે, મ્હારે હું કૃતાર્થ થા” એમ વિચારી માર્ગમાં વર્ષા કરી અસ્કાયની વિરાધનાના ડરથી સૂરિજીએ સ ના મંદિરમાં પ્રવેશ કર્યાં. પ્રવેશ કરતાની સાથેજ મંદિરનાં દ્વાર બંધ થયાં. ગુરૂને નમસ્કાર કરી યે કહ્યું:-‘કાંઇ માગો.' આચાર્યે કહ્યું:-‘અમારે કાંઇ જોઈએ નહિં, અમે ચારિત્રી છીએ’ જ્હારે સૂર્ય પુનઃ પણ સાગ્રત કહ્યું' ત્હારે દરેક જીવનું આલેકન કરી શકું, એવું અંજન આપ' એવી યાભદ્રસરિએ માગણી કરી. સુ” કહ્યું: “કાલે હું લેને આપના સ્થાનકે આવીશ.’ એ પ્રમાણે આપસમાં વાર્તાલાપ થયા બાદ આચાર્ય -
પાશ્રયે આવ્યા.
ખીજા` દિવસે યે વિચાર કર્યોઃ—
स एव पुरुषो लोके यस्य विद्या रमा वपुः ।
उपकाराय पात्रस्य शेषः पुंवेषभाक् पशुः ॥ १ ॥
આ પ્રમાણે વિચાર કરી સ્વર્ણાક્ષરવડે કરી અનેક આમ્નાય-વિધાયુક્ત એક પુસ્તિકા અને જીવનું આલાકન થઇ શકે એવા અજનની કુપિકાને હાથમાં લઈ સૂર્ય, વિપ્રવેષથી આચાર્યશ્રીના સ્થાનકે આવ્યા. અને તે વસ્તુઓ ગુરૂની સ્લામે રાખીને અદૃશ્ય થઇ ગયા. ગુરૂએ તે અજન પોતાના નેત્રમાં નાખી અજમાવી જોયું તેા તે આખા ત્રિભુવનને પ્રત્યક્ષ હેવી સ્થિતિમાં છે, હેવીજ સ્થિતિમાં જોઇ શક્યા. પુસ્તિકાને વાંચીને હેમાંની વિદ્યાઓને સિદ્ધ કરી લીધી. પશ્ચાત્ આચાર્ય વિચાર કર્યાં-પાછલની પ્રજા-શિષ્યપર’પરા આ વિધાએના દુરૂપયાગ કરશે–તેએને આ વિધાએ પચશે નહિ, માટે આ પુસ્તક પાછું પહોંચાડી દેવું સારૂં છે,' એમ વિચાર કરી, બલભદ્ર શિષ્યને ખેાલાવી કહ્યું: આ પુસ્તક સૂ મંદિરમાં મૂકી આવ. પરન્તુ માર્ગમાં વાંચીશ નહિ .'
૧ તપાગચ્છની ભાષાની પટ્ટાવલી, કે જે સ. ૧૮૮૯ માં લખાએલી છે, તેની અંદર અલભદ્રને, શ્રીયશાભદ્રસૂરિના ગુરૂભાઇ તરીકે ઓળખાવ્યા છે, પરન્તુ તે ઠીક નથી. કેમકે લાવણ્યસમયકૃત બેહા-યશાભદ્રરાસાન્તર્ગત બલભદ્રના વતની શરૂઆતમાંજ કહેવામાં આવ્યું છે કેઃ—
पुण्य प्रभावक जांगिडं विद्याबलि बलिभद्र ।
तसु चरित्र वषाणीइ जसगुरु श्रीजसभद्र ॥ १ ॥
આ પ્રમાણે ઉપદેશ રત્નાકર મુનિસુંદર સૂરિષ્કૃત) ના પૃષ્ટ ૯૩ માં પણ લખવામાં આવ્યું છે કેઃ—
'श्री यशोभद्रसूरि शिष्यबलभद्राभिघक्षुल्लवत् '
ઇત્યાદિ પ્રમાણાથી સિદ્ધ થાય છે કે—બલભદ્ર, યોાભદ્રના ગુરૂભાજી નહિ, પરન્તુ
શિષ્ય હતા.