Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
४०८
શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ.
બલભદ્ર શિવે માર્ગમાં તાં પુસ્તકને જોઈને હેમાંથી ત્રણ પાનાં કાઢી લીધાં. સૂર્યા લયમાં જઈ બલભદ્ર પુસ્તક મુકી એકદમ રોવા લાગ્યો. સૂર્યો પ્રત્યક્ષ થઈને અનુકંપા બુદ્ધિથી કહ્યું- હે ભદ્ર ! જા, હું તને તે ત્રણ પાનાં આપું છું બલભદ હાથી પાછા વળી સૂરિજી પાસે આવ્યા યશોભદ્રસૂરિને વિધાના પ્રભાવથી આઠ મહાસિદ્ધિઓ ઉત્પન્ન થઈ. આકાશ ગામિની વિદ્યાથી આચાર્ય પ્રતિદિન શત્રુજય-ગિરનાર-સંમેતશિખર-ચંપા (પાવાપુરી) પુરી અને અષ્ટાપદ એ પંચતીથીની યાત્રા કરીને જ આહાર પણ કરતા.
યશોભદ્રસૂરિ પાલીથી વિહાર કરી 1 સંડેરેક આવ્યા. અહિંના જૈન સંઘે પ્રતિકા મહોત્સવ કર્યો. બહારથી ધાર્યા ઉપરાન્ત લોકો એકઠા થઈ જવાથી જમણમાં ઘી ખૂટયું. આચાર્યના જાણવામાં આ વાત આવી, ત્યારે તેમણે વિદ્યાના બલથી પાલીના એક ધનરાજ નામના જૈનેતર ધનિના ઘેરથી ધી મંગાવી, ઘીનાં વાસણ ભરી દીધાં. ૨ સંઘ ખુશી થયો. પ્રતિષ્ઠા થઈ ગયા પછી ગુરૂએ તે મંગાવેલા ઘતનું મૂલ્ય પાલીના તે શ્રેષ્ઠિને આપવા સૂચવ્યું. હારે લોકો ધૃતનું મૂલ્ય આપવા ગયા, હારે હેણે કહ્યું: “હું ઘી આપ્યું જ નથી, તે હમે દામ-મૂલ્ય શાનું આપવા આવ્યા ? તેજ માણસે હારે પિતાના ઘીનાં વાસણો તપાસ્યાં, હારે હેમાં લગારે ઘી દેવું નહિં. આથી આચાર્ય શ્રીના ચમત્કાર ઉપર તેને ઘણી શ્રદ્ધા થઈ. અને વૈરાગ્ય ઉત્પન્ન થયાં. હેગે મૂલ્ય આપવા આવેલા લોકોને કહ્યું –હારે ઘીના મૂલ્યનું કંઈ પ્રયોજન નથી. યદિ સંઘના કાર્યમાં તે ઘી વપરાયું છે, તો હું માનું છું હું બધું પ્રાપ્ત કર્યું. અગ્નિ-ચેર કે રાજા ધનને હરણ કરી જાય છે, તો તે સહન થાય છે, જહારે આ તે સંઘના કાર્યમાં વપરાયું છે. આનું મૂલ્ય હારાથી લેવાયજ કેમ ?”
શ્રાવકેએ આ હકીકત ગુરૂશ્રીને જણાવી આચાયે લધુ કમ જાણી હેણે પ્રતિબોધ કરી જિન ધર્મની પ્રાપ્તિ કરાવી, સાંડેરાવથી વિચરતા વિચરતા આચાર્ય ચિત્રકૂટ આવ્યા.
બીજા તરફ મેદપાટ (મેવાડ)માં આ ઘાટપુર નગરમાં અલ્લટ રાજાને ગુણધર નામે મંત્રી હતો. તે મંત્રીએ વ્યાપારના અવતાર સ્વરૂપ હૃદયથી વિચારીને રાજાની અનુમતિ લઇ એક સુંદર મંદિર બનાવ્યું. આચાર્યશ્રીને ચિત્રકૂટથી લાવીને પ્રસાદમાં શ્રી પાર્શ્વનાથ બિંબને સ્થાપન કરાવ્યું. એક દિવસ આચાર્ય, રાજા અને સંઘની સાથે હોટા ઉત્સવથી ચૈત્યપરિપાટીએ આવતા હતા, હેવામાં એક અવધત પુરૂષે આચાર્યને દેખીને પિતાના હાથથી મેંઢાનો સ્પર્શ કર્યો. આચાર્યશ્રીએ હેના મનોભિપ્રાયને જાણીને પિતાના બે હાથ ઘસી શ્યામ દેખાડ્યા. અવધત અત્યન્ત ચમત્કૃત થયો અને “આ મહાન કલાવાન છે એમ વિચારી આચાર્યને નમસ્કાર કરી ચાલ્યો ગયો. આચાર્ય અને અવધતને આપસમાં થએલા ઇસારા કોઈ સમજી શકયું નહિં, તેથી રાજાએ આચાર્યશ્રીને પૂછયું “મહારાજ આ શું?" આચાર્યે જણાવ્યું
૧ સંડેરક, એરણપુરાથી ૫ ગાઉ પર છે, જહેને સાંડેરાવ કહેવામાં આવે છે.
૨ આ પ્રમાણે મંત્ર શક્તિથી પાલીથી ઘી લાવ્યા સંબંધી હકીકત, સં. ૧૫૮૧ માં ઇશ્વરસૂરિએ બનાવેલા સુમિત્ર ઋષિ ચરિત્રની અંદર પણ આ પ્રમાણે આપવામાં આવેલી છે?
ચઃ પ્રાકમાર્ચ નિર્મરાજા નિનાદ હંસપુરે પુરૂલ્યા:
तदाद्यनकादभुतसञ्चरित्रं श्रीमद्यशोभद्रगुरुं नमामि ॥६॥ ૩ આ ઘાટ, ઉદેપુરથી બે માઇલ દૂર છે. હેને આહડ કહેવામાં આવે છે.