Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૧૦
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
આચાયે વિચાર કર્યાં.~~ · આવી રીતે જબરદસ્તીથી તા નજ રહેવું. ' એ પ્રમાણે વિચાર કરી વિદ્યાના બલથી પોતાનું લઘુરૂપ કરીને કમાડના છિદ્રમાં થને બહાર નીકળી ગયા. અને આકાશગામિતી વિદ્યાના પ્રભાવથી સધ ભેગા થઇ ગયા. પશ્ચાત્ એક માણસ માકલીતે રાજાને ધર્મલાભ કહેવરાવ્યેા. રાજાએ વિચાર કર્યાં કે- આચાર્ય તા મકાનમાં છે, છતાં આ શું?' કમાડ ઉઘાડી જોયું તે અંદર આચાય ને દેખ્યાજ નહિ. આથી રાજાને ઘણાજ ચમત્કાર થયા. અને સંધની સાથેજ આચાર્યને વધારે વખત રાખવા વિચાર કર્યાં. ત્હારે મત્રીએ કહ્યું:— રાજન્ ! તે જબરદસ્તિથી રહેશે નહિ.' પશ્ચાત રાજાએ સધને અને આચાર્ય ને મળી પોતાના અપરાધની ક્ષમા માંગી. અન્તમાં રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું:'મહારાજ ! મ્હારૂં આયુષ્ય કેટલું છે?' હેના ઉત્તરમાં આચાર્યશ્રીએ ફરમાવ્યું કે- છ માસનું હવે આયુષ્ય બાકી છે, માટે ધર્મ-ઔષધનુ સેવન કરવું જોઇએ.' આ સાંભળી રાજા પોતાને મકાન આવ્યા. અને દાનાદિ પુણ્ય કરી ઇંગિતી મરણનું સાધન કર્યું.
બીજી તરફ સંધ હાંથી વિદાય થયા. માર્ગમાં ચાલતાં પાણીના અભાવે, આખા સત્ર તાથી આકુલ-વ્યાકુલ બન્યા. સધપતિએ વિચાર કર્યાં કે- ધિક્કાર છે. મ્હારા જીવનને કે મ્હેં આટલા માણસેાને બહાર કાઢયા. હવે આ બધાનું થશે ?-શું કરશે ?' ગુરૂની પ!સે આવી આ હકીકત નિવેદન ન કરી. આચાયે કહ્યું:— કા સૂકા-જલ વિનાના તલાવની તપાસ કરે.' સધપતિએ સૂકું તળાવ શેાધી કાઢીને આચાર્યને જણાવ્યુ, આચાયે વિદ્યાના બલથી મેલમડલના વિસ્તાર કરીને સાવર ભરી દીધું. લોકેા બધા સુખી થયા, અને સંધ આગળ ચાલવા લાગ્યા. પરન્તુ સધપતિ તે સરેાવર ઉપર પેાતાના જોડા ભૂલી ગયા. માણસા તે સરાવર ઉપર જોડા લેવા આવ્યા, તે đાં પાણીનું એકે બિંદુ પણ દેખ્યું નહિ. આથી આ સરાવરતું ́ સાધુ સરોવર ' એવું નામ પડયુ
હવે સધ શત્રુ ંજ્યની યાત્રા કરી ગિરનાર પર્વતે આવ્યા. શ્રી તેમીશ્વરની યાત્રા-સ્ હાત્સવ–પૂજા કરીતે સંધપતિએ વિવિધ રત્નોથી જડિત આભરણા પ્રભુને ધારણ કર્યાં. આઠ દિવસ ઉપર રહીને સધ નીચે ઉતરવા લાગ્યા હેવામાં સધપતિએ ભગવાનના ઉપરનાં આભૂષણો દેખ્યાં નહિં. સધપતિને ઘણી ચિંતા થઇ. ગુરૂને વિજ્ઞપ્તિ કરી કે– પ્રભા ! આ અપયશ સંધના ઉપર લાગે છે, તે તે કેમ દૂર થાય ?' આચાયે કહ્યું: ભદ્ર ! ચિંતા ન કરો. સંધમાંનાજ એક માણસ તે આભરણા લેઇને આડ ગયા છે. તે માણસને જુગાર રમતા, આજથી વીશમા દિવસે હમારા માણસા પકડશે. તે આભૂષણા હણે એક પાષાણની નીચે દાટયાં છે. ' આ સાંભળીને શેઠે તુરત પોતાના માણસાને આહડ મેાકલ્યા. તે માસાએ આચાર્યના કહેવા પ્રમાણેજ જુગાર રમતા પકડયા, અને આભૂષા સાથે સધપતિને સોંપ્યા. આભૂષણા પ્રભુને ચઢાવ્યાં, અને ગુરૂ મહારાજના વચનથી ચારને મુક્ત કર્યાં. પશ્ચાત્ સ'ધ નિર્વિઘ્રપણે આહા આવ્યા.
શ્રી યશેાભદ્ર સૂરિ 'સપ્તશત દેશમાં વલ્લભપુર પધાર્યા, અને શ્રાવકાએ સ્હાં ચા તુર્માસ રાખ્યા. કોઇ એક દિવસ આચાર્ય સંધ સમક્ષ દેશના દેતા હતા, હેવામાં પેલેા બ્રાહ્મણ, કે હેમણે આચાર્યની સામે બાલ્યાવસ્થામાં પ્રતિજ્ઞા કરી હતી, તે ક્ષુદ્ર વિદ્યાવાળા યેાગી થઈને-મ્હોટી જટા અને કોપીન ધારણ કરી આવ્યા. હેણે પોતાની એ જટામે
૧ વલણપુર અને નાલાઇ એન્જ છે,