Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૫૭ ૩૫. શ્રી ઉતન સરિ. શ્રી મૂરિયે પૂર્વ દિશાએ શ્રી સમેતગિરિ પાંચયાત્રા કરી. પણ એ તીર્થ કેવું છે?—
विंशत्यस्तियंकरे रजितादियात्रा शिवपदप्राप्त ।
તરતુવાન નથતિ સમેતગિરિરાના પુનઃ એટલે સાંભળ્યું જે અબુદાચલ ઉપર વિમલ દંડનાયકે શ્રી કષભ બિંબ સ્થાપન કરેલ છે અને તીર્થ પ્રગટ કર્યો છે. આ જાણીને શ્રી ચરિએ મનમાં ચિંતવ્યું કે
अष्टषष्ठिष तीर्येषु यत्पुण्यं किळ यात्रया।
आदिनाथस्य देवस्य दर्शनेनोऽपि तदभवत् ।। તે માટે આબુનંદીય બભણવાદ દહિયાણક પ્રમુખ તીર્થ આ નેવે નીહાળવા. આવા હર્ષ સહિત શ્રી ગુરૂ ત્યાંથી વિહાર કરતા થકા આબુની તલેટીએ લી નામે ગામ છે તેની સીમમાં મોટા ઘણી શાખ યુક્ત એવા વક્ષને વિસ્તાર દેખી ઉષ્ણ કાલે શિતલ છાયાએ શ્રી સૂરિએ ત્યાં વિશ્રામ કર્યો એટલે શ્રી સર્વાનુભૂતિ યક્ષ પ્રગટ થયો. પ્રસન્નપણે શ્રી સુરીને કહ્યું “આ શુભ ઘટિકા છે તે માટે તમે તમારા શિષ્યને આચાર્યપદ ઘ” ત્યારે શ્રી સૂરિએ દેવકથનથી શ્રી વીર નિર્વાણ પછી ૧૪૬૪ માં એટલે સં ૮૯૪ માં શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ ૮ આચાર્ય સ્થપાટે સ્થાપ્યા. ત્યારે તેથી વડને અહિના પાંચમે વડગચ્છ એવું નામ પ્રસિદ્ધ થયું; પણ તે સઘળા ગુરૂભાઈ શાલાએ રહ્મા ત્યાંથી મહમાવંત તીર્થની યાત્રાકરી અઝાહરિ નગરે આવ્યા ત્યાં સંપતિ નિર્માપિત શ્રી વીર પ્રાસાદે ડોકરા ? શીષ્યને ગ્ય જાણી સુરિપદ દેઈ શ્રી વર્ધમાન તીર્થકરના પ્રસાદને અહિનાણે શ્રી વર્ધમાન સૂરિનામ દીધું.
ગુરૂપ જાણી શ્રી રાારદાએ બાલિકારૂપે ગુંદલીથી સ્વસ્તિક કર્યો. તુષ્ટમાન થઈ પ્રાસારા કે ઉપદેશ કીધે. શ્રી ગુરૂએ તેને ગુર વિહારની આજ્ઞા કરી. શ્રી સરિ નિત્ય એક વક્ત કરતા. શ્રી ઉતન સૂરિને મેદપાટમાં ધવલ નગરે સ્વર્ગવાસ થયો.
૩૬ સર્વદેવ સરિ.
શ્રી અરિ વિચરતાં ભરૂચ નગરે આવ્યા ત્યાં કાજીએ યોગી શ્રી ગુરુને ગૃહસ્થને બહુ માન દેખી રાધ કરી ૮૪ સાપનો કરંડીઓ લાવી શાલાએ વાદ કરવા આવી બેઠા. ત્યારે શ્રી સરિએ તે દેખતાં જમણા હાથની કનિશ અંગુલિએથી પિતાને ચારે પાસ ભૂભલે વલય કરી ત્રણ રેખા કરી એટલે ૮૪ સર્ષ કરંડીએથી કાઢી ગુરૂ સ્વામે મૂકયા. તે ત્રણ રેખા સુધી આવે પણ આગળ ન ચાલે. પાછી કરડીઆમાં બેઠા. પછી તે જટીલે ધોધ કરી વંશનલિકાથી કદી સિંદુરીઓ સર્પ મહા વિષાકુલ ગુરૂ સામે મૂકો. તે ત્રણ રેખા સુધી જઈ પાછા આવ્યા. એવામાં એસઠ ગીણું માંહીલી કુરુ કુલ્લા નામની દેવી કે જે તે ધર્મશાલાની બહાર પિંપલી વૃક્ષે રહેતી હતી તેણે ગુરૂને ઉગ્ર તપસ્વી જાણી ત્યાં આવી સિંદુર સાપની દાઢા બંધ કરી. યોગી ગુરૂને નમી પિતાને સ્થાનકે ગયો. શ્રી સરિની કીર્તિ ફેલાઈ. પુનઃ શ્રી ગુરુના ઉપદેશથી સં. ૧૦૦૨ માં સત્તાવીયા પ્રાસાદ થયા.
૩૭. શ્રી દેવ સૂરિ, શ્રી મરિને હલાર દેશના સ્વામી શ્રી કર્ણસિંહે “રૂપથી બિરુદ આપ્યું. પુનઃ તેના