Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૯૦
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
સ્થૂલિભદ્ર એ નવમા નંદના શકડાલ મંત્રીને પુત્ર હતા. અજા પુત્ર, કવન્ના, વીરસેન, સુમિત્ર રાજા જૈનના કથાસાહિત્યમાં દાંતિક પુરૂષો છે. આર્દ્રકુમાર એ ઉક્ત અભયકુમારથી પ્રતિખેાધિત અનાર્ય રાજાના પુત્ર હતા. આમ ચરિત્રા કાવ્યમાં નિરૂપણ કરી ‘વાર્તાના ચમત્કારના ભાગી શ્રોતાઓની રૂચિને પોષતુ સાહિત્ય' કવિએ પૂરૂં પાડયું છે. તે સિવાય વિધિ, ઉપદેશ, એ।ધ સબંધે સ ંસ્કૃત અને માગધી ગ્રંથે નામે શ્રાદ્ધવિધિ (રત્નશેખર સૂરિ કૃત, વિરચિત સં.૧૫૦૬), અને ઉપદેશમાલા કે જેના રચનાર તરીકે મહાવીર હસ્ત દીક્ષિત શિષ્ય ધર્મદાસ ગણિ કહેવાય છે, તે પરથી સ્વતંત્ર અનુવાદ રૂપે શ્રાદ્ધવિધિ અને ઉપદેશમાલા રાસ કવિએ રચ્યા લાગે છે. શ્રાદ્ધવિધિમાં શ્રાદ્ધ—શ્રાવકોના સંપૂર્ણ આચાર આળખેલા છે અને ઉપદેશમાલામાં સાધુના આચાર—ચરિત્રપાડા મૂકેલા છે. તે સિવાય સમ્યગ્દષ્ટિ (એધિ—પ્રજ્ઞા) શું છે, એ સમજાવવા સમક્તિ સાર રાસ રચ્યા છે અને જગતમાં જીવ અને અજીવ એ એ તત્ત્વા પરથી પાપ, પુણ્ય આસ્રવ [કદાર],સવર [કર્મનિરાધ],નિર્જરા [કમના અંશતઃ ક્ષય,'અને મેક્ષ (કર્મના આત્યંતિક ક્ષય]એમ સાત તત્ત્વ થાય છે તે મળી નવ તત્ત્વાનું સ્વરૂપ સમજાવવા નવ તત્ત્વ એ નામને પ્રકરણગ્રંથ કવિએ નવતત્ત્વરાસરૂપે અનુવાદ કર્યાં લાગેછે, અને ખાર વ્રત [પંચમહાવ્રત અને સાતગુણુવ્રત મળી ખારવ્રતઃ નામે અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમણ, દેશાવગાસિક, ભેગાપભે!ગ પરિમાણ, અનંથ દંડ, સામાયિક, પૌષધ, અતિથિ સંવિભાગ )નું સ્વરૂપ, દેવ અને સમય એટલે શાસ્ત્રનું સ્વરૂપ, સમજાવવા અને જૈન તીર્થાંમાં મહાન તી નામે પાલીતાણાના શત્રુજ્ય પર્વતનાં તીનું માહાત્મ્ય, અને પુણ્યની પ્રશંસા કરવા રૂપે અનુક્રમે વ્રત વિચાર,દેવ સ્વરૂપ, સમય સ્વરૂપ, શત્રુંજય રાસ, અને પુણ્ય પ્રશ'સારાસ કવિએ રચ્યા છે. આ શિવાય કવિએ અનેક સ્તવના, સ્તુતિ, અને નમસ્કારા રચ્યા છે કે જે હાલ પણ ઘણા ભાવથી શ્રાવકા પ્રભુસ્તુતિ કરતાં ખેલે છે. તેમજ વિશેષમાં એ નોંધવા જેવું છે કે શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસપરથી સંવત્ ૧૭૪૨ આસે। શુદિ ૧૦ (વિજયાદશમી) ને દિને જિન ગણિ નામના ( ખરતર ગચ્છીય ) સાધુએ કુમારપાળ પર સક્ષિપ્તમાં રાસ રચેલ છે. [ કે જે ઉપરની ટીપમાં કુમારપાળને નામે રાસ કદાચ હાય નહિ એવી શંકા રહે છે. ] તે `શ્રી જિનહ જણાવે છે કેઃ—
રિષભ કીયા મેં રાસ નિહાળી, વિસ્તર માંહિથી ટાળી હા, રાસ રચ્યા નિજ મતિ સંભાળી, રસના પવિત્ર પખાળી હા; —સેાભાગી વયણ ! ધસ્યુ. હા ચિત્ત લાઇલે.
૧૨
આ પરથી સ્પષ્ટ જણાય છે કે જૈન સાધુ અને કાવામાં ઋષભદાસે પોતાના આચાર અને વિચારથી અતિ ઉત્તમ છાપ પાડી પ્રતિષ્ઠા મેળવી છે.
વિના ગુરૂન
કવિ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં તપા ગચ્છના હતા, અને તેના સમયમાં તે ગચ્છની ૫૮ મી ગાદી પર હીરવિજયસૂરિ પ્રથમ હતા કે જેને વર્ગવાસ સ ૧૬પર ના હીરવિજયસૂરિ —અકબર બાદશાહને જૈન ધર્મના મેધ આપનાર. જન્મ
સ. ૧૫૮૩ માશી શુદિ ૯ પ્રશ્વાદનપુર ( પાલ્હણપુર ), દીક્ષા પાટણમાં સ ૧૫૯૬ કાર્ત્તિક વદિ ર, વાચક—ઉપાધ્યાયપદ નારદપુરિમાં સ૧૬૦૮ના મા શુદ ૫, સિરપદ શિાહીમાં સ. ૧૬૧૦, સ્વર્ગવાસ ઉમ્નામાં સ ૧૬પર ભાદ્રપદ શુદિ ૧૧. આનું ચરિત્ર મુદ્રિત–હીરસાભાગ્ય કાવ્યમાં છે.