Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રાવક્–કવિ ઋષભદાસ.
બહુ વસ્તિથી દીપતું, અમરાપુર તે હાય, શાહ જહાંગીરજ પાતશાહ, નાથ નગરને જોય.
નગર ભલુ ત્ર’ખાવતી, દિન દિન ચઢતા વાસ, ઋષભ કહે તિહાં જોડીઆ, ભરતેશ્વરનેા રાસ.
૩
૪ ×
३७७
ભરતબાહુબલિ રાસ રચ્યા સ. ૧૬૭૮
હાલ જ્યારે ખભાત નામ કેમ પડયું તેને માટે ગુજરાતી સાહિત્યનાં માસિકામાં જાદા જૂદા વિદ્યાના તરથી ચર્ચા ચાલી હતી, ત્યારે ખંભાતની સંવત સત્તરમા સૈકામાં રચના કેવી હતી, ત્યાં જનસ્થિતિ, રાજસ્થિતિ, લોકોને પહેરવેશ તે વખતે કેવા પ્રકારનાં હતાં તે જાણવું વિશેષ ઉપયાગી થશે. ઉપરનાં વર્ણના તાદ્દશ અને કવિકલ્પનાજન્ય અતિશયાક્તિથી રહિત છે. જનસ્થિતિ જણાવતાં કવિ લેકે કેવી જાતનાં ધરેણાં (૫ટાળાં, ત્રણ આંગળ પહેાળા એવા કારા, સેનાનાં ભાળી, સેાનારૂપાની સાંકળા, હાથમાં વીંટી ને બેરખા વગેરે ) પહેરતા હતા. લૂગડાં ( ઝીણુા જંગા—જંધા, કેડે રેશમી દ્વારા-છડી, તે ઉપર પછેડી અગર કાળીયું અગર પાંભરી, એઢવાની શાલ, માથે બાંધવાની પાંત્રીશ ગજ લાંખી પાધડી વગેરે ) પહેરતા, પગે કાળા ચામડાના સુવાળા જોડા પહેતા-એ સળું યથાસ્થિત દર્શાવે છે. ધરા જાળી વાળાં હતાં. ખભાત પાસે દરિયા હતા અને મેાતી પરવાળાં ઉપરાંત અનેક જાતને માલ વહાણા મારફત આવતા અને જતા-આથી વેપારીએ પુષ્કળ હાઇ દુકાના અને વખાર ધણી રાખતા. વેપારીઓમાં ઝવેરી, પારખ દોશી વગેરે હતા. સિક્કામાં રૂપિયા અને દોકડા વપરાતા, નગરને ત્રણ પાળ-દરવાજા વાળા કાટ હતા તેમાં ચેારાશી ચાટાં હતાં અને વચમાં મેટા ચાક હતા કે જે માણેકચાક’ તરીકે ઓળખાતા. માંલનુ દાણુ લેવા માટે મેટી માંડવી હતી અને બંદર હાવાથી મજબૂત કુરો બાંધેલ હતા. જેનાન વતી ધણી હતી એ તેમાં ૮૫દેરાસરા અને ૪૨ કે ૪૫ પૌષધશાળા—ઉપાશ્રય હતાં એ વાત પરથી જ જાય તેમ છે, આ સિવાય અન્ય ધર્મનાં હરિમંદિરા ઘણાં હતાં અને હૃદાં જૂદાં દર્શનના પડિતા પણ હતા—અરસ્પરસ રાગદ્વેષ નહિ હતા - પ્રેમ હતા. જેનામાં ધનાઢયા ધણા હતા અને તેથી પ્રાયઃ ધણાં સ્વામીવાત્સલ્ય’ (જમણવાર) થતાં, તેમજ વરા—વિવાહ કારજ આદિ પ્રસગા પર અને દાન કરવામાં અતિ ધન ખતા. તે શ્રાવકા ધાર્મિક ક્રિયા ઘણી કરતા અને મુનિએના રાગી હોઇ તેમના વ્યાખ્યાન-ઉપદેશ પ્રેમથી શ્રવણ કરતા. ન્યાયી લાકપ્રિય જહાંગીર બાદશાહ (સને ૧૯૦૫ થી સને ૧૬૨૭) ને શાંત અમલ હતા તેથી રૈયત ઘણી સુખી હતી,વસ્તુની સેધારત સારી હતી અને વેપાર ધીકતા હોઇ ખંભાત ‘દિન દિન ચઢતા વાસ’—આખાદ થતું જતું હતું. ખંભાતની જે સાત ચીજ વખણાતી તે જણાવે છે કે:~
× આ ઉતારે। આનંદકાવ્યમહાદધિ મૌક્તિક ૩ જી’—એ નામથી મુદ્રિત થયેલ પુસ્તકના પૃ′ ૧૩ થી ૧૦૫ માંથી લીધેલે છે.