Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૮૨
શ્રી જૈન . કે. હેર૯૭. કવિ સંબંધે કેટલીક સાંસારિક વિગત ઋષભદાસનાં ગૃહ સુખ કેવાં હતાં તે તેમના નીચેના કથન પરથી જણાય છે.
ઢાલ મનમોહનાં રાગ ગેડી. કુમારપાલના નામથી. મનમોહનાં મુજ ઘરિ મંગલ યાર” લાલ, મનમેહના મનહ મરથ મુઝ ફલ્ય, મ, નામિ જય જયકાર લા. મ. ૧૮ સુંદર ધરણી શોભતી, મ૦, બહિન બાંધવ જોડિ લા. મ. બાલ રમિં બહુ બારણિ મ, કુટુંબ તણું કઈ કેડિ, લા. મ. ૭૦ ગાય મહિલી દુઝતાં ભ૦ સુરતરૂ ફલીઓ બારિ, લા. મ. સલ પદારથ નામથી ભ૦ થિર થઈ લખી નારિ લા. મ. ૭૧
તેમને સુલક્ષણી પત્ની, બેન બંધવ અને એકથી વધારે બાળકો હતાં; ઘેર ગાય ભેંસ દૂઝતી હતી અને લક્ષ્મી પણ પ્રસન્ન હતા,
બાલકમાં પુત્ર વિનીત હતા, અને કુટુંબમાં સંપ સાર હતા. લોકોમાં અને રાજ્યમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. તે ઘેર ગાડાં રાખતા નહિ–આ વાત નીચેના કથન પરથી જણાય છે
કહ્યા હિત શિક્ષાને રાસ, પહેતી મનડા તણી આશ, મંદિર કમલાને વાસ, ઉત્સવ હેયે બારે માસ. સુણતાં સુખ બહુ થાય, માને મોટાએ રાય, સંપ બહુ મંદિરમાંય, લહે હયગય વૃષભ ને ગાય પુત્ર વિનીત ઘરે બહુઅ, શીલવતી ભલી વહુએ, શકટ ઘણાં ધરે ન હુઅ, કીરતિ કરે જગે સહુએ. એ હિત શિક્ષાને રાસ, સુણતાં સબલ ઉલ્લાસ કર્યો ખંભાયતમાં રાસ, જિહાં બહુ માનવ વાસ,
-હિત શિક્ષા રાસ. સં ૧૬૮૨ પૃ૨૧૫ આમાં સ્પષ્ટ જણાવે છે, કે બેહિન બંધવ જોડિ, તેને હતી, આને અર્થ બે બહિન અને બે બંધવ અને બંનેની જોડી, અગર એક બહેન અને એક બંધવ મળીને એક જોડી-એમ બે પ્રકારે થઇ શકે, છતાં તેમને ઓછામાં ઓછું એક બહેન અને એક બંધ હતા એટલું તે નિશ્ચિતપણે લઈ શકાય. ભાઈ બહેનનાં નામ આપ્યાં નથી; તે પણ અનુમાનને આધારે ભાઈનું નામ નીચેના વક્તવ્ય પરથી “વિક્રમ” હતું એમ કહી શકાય.
સંસ્કૃતમાં મિદૂત અથવા નેમિચરિત્ર એ નામનું ૧૨૫ શ્લોક વાળું કાવ્ય છે કે જેમાં કવિકુલભૂષણ શ્રી કાલિદાસના “મેઘદૂત' નામના પ્રતિભાશાળી કાવ્યના દરેક ક્ષેકનું ચોથું ચરણ લઈ ઘટાવ્યું છે. આ વાત આ કાવ્યના ૧૨૬ શ્લોકમાં કહી પિતાની ઓળખાણ ટુંકમાં એજ આપે છે કે સાંગણ સુત વિક્રમ. તે ક આ પ્રમાણે છે.