Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રાવક-કવિ રાષભદાસ.
૩૭૩
પાંચ અરબ ને ખરબ કીધ જેણેિ જિમણ વાર સાત અરબનિ ખરવા દીધ દુમ્બલ પરિવાર દ્રવ્ય પથ્યાસિય કડિ કીવ ભોજક વર ભટ્ટ સપ્તાહુ એ કોડી ફલે તંબોલી હટાં ચંદન ચીર કપૂર મઅિ કોડી બુદુત્તરિ કાપડે
પોરવાડ વંશ શ્રવણે શ્રેણ્યો શ્રી વસ્તુપાલ મહિમંડલે. પાંચ અરબને ઈત્યાદિ અન્ય અનેક સુત્તત્તિકારક શ્રી ભુવનચંદ્ર સૂરિ ઉપદેશાત શ્રી અંબિકા કવડ યક્ષ સાંનિધકારક પ્રાગ્વાટ લઘુશાખા બિરૂદ ધારક એવ વર્ષ ૧૮ સુત્તત કીધું. સર્વાયુ વર્ષ ૩૬ સંપૂર્ણ તેહને વિ. સં. ૧૨૮૮ વર્ષ અંકેવાલિયા ગામે મંત્રી શ્રી વસ્તુપાલને સ્વર્ગવાસ થયે. પુન વિક્રમ સં. ૧૩૦૨ વર્ષે લઘુભાઈ મંત્રી તેજપાલ ચંદ્રા ગામે સ્વર્ગવાસ પામ્યા. ઇતિ મંત્રી વસ્તુપાલભાઈ મંત્રો તેજપાલ સંબંધ સમાપ્ત.
૪૪. તત્પઃ શ્રી જગચંદ્રસૂરિ-શ્રી ગુરૂ જાવજીવ આંબિલ તપ અભિગ્રહના ધારક થકા મેવાડ ભૂમંડલે વિહરતા શ્રી આહાડ નગરી આવ્યા. એવામાં ગચ્છના સાધુ સમુદાય પ્રતિ ક્રિયા આચારે શિથિલપણું જાણી પહેલાં દીધે જે શ્રી શારદાને વર તેના તપ થકી અને શ્રી દેવભદ્રનું સાયુજય પામી ઉગ્રક્રિયાને આરંભ શ્રી આહાડ નગરે કી. ત્યાં શ્રી સૂરિ વર્ષીકાલે ચોમાસું રહ્યા એટલે જાવજીવ આંબિલ તપ કરતાં વર્ષ બાર થયા ત્યારે ચિત્રોડ પતિ રાઉલ શ્રી જયંતસિંહ ઘણા મનુષ્ય મુખે છ વિગયના ત્યાગકારી સચિત્ત પરિહારી આંબિલ તપનાકારક સાં...
તંત્રી. * * આ અધુરી પટ્ટાવલી અમોને જૈન એસોસીએશન ઑફ ઇન્ડિયા પાસેના હસ્ત લેખોમાંથી મળી આવી હતી અને તે જે પ્રમાણે લખાયેલી હતી તે પ્રમાણે વિશેષ ફેરફાર કર્યા વગર અમે ઉતારી લઈ અત્ર મૂકી છે તેથી મૂળ પ્રતિ પ્રમાણે સંસ્કૃત લોકોમાં અશુદ્ધિ એમનેમ રહી છે. વળી આ જૈન પ્રાચીન ગદ્ય સાહિત્યને ઉત્તમ નમુને પૂરી પાડે છે. તે અધુરી પ્રત હોવાથી તેની સાલ માલૂમ પડી નથી એ ખેદની વાત છે છતાં બે એક સૈકા ઉપરની આ પ્રતિ લખાયેલી જણાય છે.
તત્રી,