Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૮૨
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
કે જેમાંથી હાલની ગુજરાતી ભાષા થઈ છે તે શબ્દો ભરેલા છે સેંકડે પણ સો ટકા તે દેશ ભાષા-પ્રાકૃત-અપભ્રંશના છે. જેમ આધુનિક ગુજરાતી ભાષામાં સંસ્કૃત, અરબી, ફારસી, ઇગ્લિશ, વગેરે ભાષાઓનું ભરણું જોવામાં આવે છે તેમ પ્રાચીન વિદ્વાનોના ગ્રંથોમાં મૂલ ગુજરાતી ઉપરાંત માગધી, શીરસેની, સંસ્કૃત, વગેરે ભાષાના શબ્દનું ભરણું છે અને ઘણી ભાષાના જાણ વિદ્વાનોના લેખનમાં બીજી ભાષાના શબ્દો વપરાયેલા હોય એ દેખીતી અને બનવા ગ્ય બાબત છે. જૈન વિદ્વાન જે કે ચાલુ દેશભાષામાંજ લખતા હતા પરંતુ તેમને માગધી, શોરસેની પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું ઉંચું જ્ઞાન હોવાથી, પિતાના ચાલુ ભાષાના લેખનમાં જેમ પ્રેમાનંદે સંસ્કૃત તથા ફારસી ભાષાનો પ્રયોગ કરેલ છે તેમ જૈન વિદ્વાનોએ ભાગધી, શૌરસેની સંસ્કૃત વગેરે ભાષાના શબ્દો વાપર્યા છે. આવી વસ્તુ સ્થિતિ છે છતાં સંપૂર્ણ શોધખોળ કર્યા વગર કહી દેવું કે બસ જૈનના ગ્રંથ તે માગધી ભાષામાં છે અને માગધી તથા અપભ્રંશ-જૂની ગુજરાતી-ભાષા તદન ભિન્ન ભિન્ન છે એ કેવલ સાહિત્યના શોધ ખોળની ખામી બતાવે છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષા કે જે હાલની ગુજરાતીના મૂલરૂપ ભાષા ગણાય છે તે જ ભાષાઓ જેનગ્રંથોમાં છે, પણ કેવલ માગધી તે નથી જ. પ્રાચીનદેશ ભાષા–જૂનામાં જૂની ગુજરાતીમાં ભાગધી, શાસેની અને સંસ્કૃતનું તો માત્ર ઘણું છે. પ્રમાણમાં ભરણું જ છે, જેનગ્રંથોમાં સૌથી જૂનું પુસ્તક આચારાંગ સૂત્રનો પ્રથમ ખંડ છે. આ સૂત્રમાં અર્થ ગાંભીર્યવાળા પ્રાકૃત શબ્દોનો પ્રયોગ જોવામાં આવે છે. આચારાંગ સિવાયના બીજાં સૂત્રોમાં કાંઈક તફાવત વાળી અને સહેલી દેશભાષા વાપરેલી છે. અગ્યાર અંગ કરતાંએ જવાભિગમ વગેરે દ્વાદશ ઉપાંગ સૂત્રોની ભાષા સહેલી અપભ્રંશ ભાષા છે. એમ સૂત્ર તથા ગ્રંથોની ભાષામાં ફેરફાર થતાં થતાં છેવટે સંવત ૧૪૧૨ માં લખાયેલી ગેરમાસાની ગુજરાતી ભાષા બની ગઈ છે. જેને પાસે સૂત્રકાળથી તે આજ સુધીના સાહિત્યના ગ્રંથો હજારો અને લાખો ગમે મોજુદ છે. મૂળ દેશ ભાષામાં જ સૂત્રો લખાયેલાં છે અને તે જૈનોની મૂળ ભાષા હતી. જેનેનું સૌરાષ્ટ્ર એટલે ગુજરાત અને કાઠિવાડમાં સામ્રાજ્ય થયું ત્યારે કાઠી, કળી, ભીલ, નાયકડા, વાઘરી, વગેરે જાતે તથા વિદેશથી આવીને ક્ષત્રિયમાં ભળનારી બીજી જાતો તથા વાઘેર લકે ફક્ત લુંટફાટ, લડાઈ, અને ટંટાફિશાદમાંજ વખતને વ્યય કરતા હતા. બ્રાહ્મણે તે અપભ્રંશ લખતા જ નહિ કારણ કે અપભ્રંશ લખે બોલે તે સ્વેચ્છ કહેવાય એવી તેમની માન્યતા હતી. આવા સમયમાં વ્યાપારી ધનાઢ્ય તરીકે જૈન વર્ગ જ હતો અને જૈનમાં દશા વીશા શ્રીમાળી ઉપરાંત, મઢ, પિોરવાડ, ઓસવાળ વગેરે વાણીઆને અને સુધરેલા ક્ષત્રિયોને સમાવેશ થતો હતો. કેટલાક સુધરેલા બ્રાહ્મણો પણ ગરમ જેવા મહાત્માની પેઠે જૈન થતા એટલું જ નહિ પણ ગેરછ થઇને દેશભાષામાં ગ્રંથ રચતા હતા. જેની ભાષાજ નિયમીત હતી બાકીનાં તો કોઈ ક્યાંથી અને કઈ ક્યાંથી આ વિીને વસ્યા હતા અને કેવલ લડાઈ તેફાનમાંજ સમજતા હતા. જેને સમર્થ વ્યાપારી હતા, રાજ સત્તામાં પણ તેમને સંપૂર્ણ પ્રવેશ હતો તથા મોટા ધનાઢય હતા ઉપરાંત જૈન સાધુઓ દેશ ભાષાને પરમ ઉપાસક હતા એટલે ઉપાશ્રયમાં હંમેશાં જૈનને દેશ ભાષામાંજ ઉપદેશ આપતા હતા. આથી જૈનેની ભાષા શુદ્ધ અને નિયમિત હતી. બીજા લોકો જેમ જેમ જૈનેના સહવાસમાં આવ્યા અને જેનોનું પ્રબળ વધ્યું તેમ તેમ બીજા લોકેએ જેનોની ભાષાનું