Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૯૭
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. “કેવણું–લપરંપરા–એ ચાલવું નહિ.”
જે આશ્રવ-કર્મબંધન હેતુ-છે તે પરિશ્રવ-કર્મક્ષયહેતુ છે અને જે પરિશ્રવકર્મક્ષય હેતુ છે તે આશ્રવ કર્મબંધન હેતુ છે-થાય છે.”
“જે અનાશ્રવ છે તે અપરિશ્રવ છે અને જે અપરિશ્રવ છે તે અનાશ્રવ છે.
(જે) સંશયને બરાબર જાણે છે તે સંસારને બરાબર જાણે છે. સંશયને બરાબર નથી જાણતો તે સંસારને અપરિત થાય છે. અર્થાત સંશય છે તે જ સંસાર છે અને સંસાર છે તેજ સંશય-બ્રિાંતિ છે.”
“તું આની-તારી-તારી દેહની સાથે યુદ્ધ કર, શા સારૂ બહાર યુદ્ધ કરે છે. ખરેખર આ યુદ્ધને સમય ફરી મળવો દુર્લભ છે. મતલબ કે તું તારી ભૂલ સાથે જ યુદ્ધ કરીને નિજાભામાં વિલીન થા. આવો સમય મળવો દુર્લભ છે.”
“જ્યાં સખ્યત્વ–આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે અને જ્યાં મુનિપણું છે ત્યાં સમ્યકત્વ-આત્મજ્ઞાનને અડગ નિશ્ચય છે મતલબ કે આત્માનુભવી છે તે જ મુનિ છે.
સમ્યકત્વવંત માણસને સમ્યગ અને અસમ્યગ એ સર્વ સમ્યગ રૂપે પરિણમે છે.”
“જેને તું હણવાયોગ ઈચછે છે તે પોતે જ છે. જેના ઉપર તું હુકમ કરવા ઈચ્છે છે તે તું તેિજ છે. જેને તું પરિતાપ ઉપજાવવા ઇચ્છે છે તે તું પિતેજ છે. જેને તું ઘાત કરવા ઈચ્છે છે તે વાત કરવા ગ્ય સામો જીવ) તું પોતે જ છે. મતલબ કે તું અને સામે બીજો જીવ તે તું પોતે જ છે પણ સામે પ્રતીત થતી વસ્તુ તારાથી ભિન્ન કેઈ બીજી નથી; તું જે કાંઈ કરવા ઇચ્છે છે તે સર્વે તારેજ ભોગવવાનું છે. તારી ભૂલથી તું જ તને પિતાને હણવા ઇચ્છે છે, તું જ તારા પિતાના ઉપર હકુમત ચલાવવા ઈચ્છે છે, તું જ તને પિતાને પરિ. તાપ ઉપજાવવા ઇચ્છે છે અને તું જ તારો પિતાને ઘાત કરવા ઈચ્છે છે પણ બીજા કોઈને નથી કરતો એમ સમજવું.
“જે આત્મા છે તે જ્ઞાન છે, જે જ્ઞાન છે તે આત્મા છે, જે (જ્ઞાન) વડે જાણે છે. તે (જ્ઞાન તે) આત્મા છે. (એ પ્રમાણે જ્ઞાન અને આત્માના) કૂપને જાણે છે તેજ આ ભવાદી છે) એવા (જ્ઞાન એજ આત્મા અને આત્મા એજ જ્ઞાન) જાણનાર પુરૂષનું સં. યમાનુષ્ઠાન બરોબર યથાર્થ છે.”
(આત્મજ્ઞાનીના અનુભવને કે સિદ્ધ-પૂર્ણબ્રહ્મ-સ્વરૂપને વર્ણવવા કેઈ સ્વર-ધ્વનિ શબ્દ-સમર્થ નથી, તે ત્યાં જઈ શકતા નથી, મતિ તેને પહોંચતી નથી. (કર્મ રહિત) એકલ-અદેત-એએ-શુદ્ધાત્માના સંપૂર્ણ જ્ઞાનમય વિરાજે છે. ઉપમા ત્યાં જતો નથી મતલબ કે આત્મસ્વરૂપ અનુપ છે, અરૂપી સત્તા છે.” ભાવાર્થ એ છે કે આત્મસ્વરૂપ અનિવચનીય–અવાચ્ય-છે; માત્ર અનુભવગમ્ય છે.
ઉપર પ્રમાણે આચારાંગ સૂત્રની ભાષા સૌથી જૂની છે તથા ખરેખરે જિન સિક્રાંત પણ તેમાંજ સમાયેલું છે.
આચારગ સુત્ર પછીની ભાષાના નમુનાઓ – સુયગડાંગ-સૂત્રકૃતાંગ:
अन्यत्तरूवं पुरिसं महंत सणातणं अखयमव्वयं च । सब्नेसु भृतेसु विसब्बतोसे-चंदोवताराहिं समत्तरूवे ।।