Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૦૦
જેન વે. કોન્ફરન્સ હેલ્ડ -જે કોઈ પૌષધશાલામાં રહેલો પિષધ બ્રહ્મચારી-શ્રાવક-જે જિનમંદિરે ન જાય તે તે શું પ્રાયશ્ચિત પામે? હે ગૌત્તમ! જેવું સાધુ તેવું (શ્રાવકને) જાણવું. અથવા છઠ્ઠ-બે ઉ. પવાસથી-દુવાલસ-પાંચ ઉપવાસ-સુધી–પ્રાયશ્ચિત પ્રત્યે પામે.
ઉપર પ્રમાણે સૂત્રોની ભાષાની વાનગી આપી છે. શ્રી મહાવીર ભગવાન અને તે પછીના સમયમાં જે દેશ ભાષા હતી તે જ ભાષા સૂત્રમાં આપેલી છે. સૂત્રની ભાષા માધી નથી પણ દેશભાષા છે અને તેમાં ભાગધી ભાષાના તથા સંસ્કૃત ભાષાના શબ્દોનું તે જૂજ પ્રમાણમાં ભરણુંજ છે. ' સૂત્ર ઉપર પાછળના આચાર્યોએ ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ, ટીકા, વગેરે કરેલ છે, આમાં નિક્તિની ભાષા જૂની છે એટલે મહાવીર પછીના ત્રણ સૈકાની છે. નંદી, વગેરે સુ મહાવીર પ્રભુ પછી ૯૮૦ વર્ષે શ્રી વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણે તે વખતની દેશભાષામાં રચેલ છે, તેમાં પણ, એ આચાર્યજી ઘણી ભાષાના જાણ હેઈ ભાગધી, સંસ્કૃત, વગેરેનું ભરણું છે.
જૈન શ્વેતાંબર ગ્રંથોમાં જેમ માગધી તથા સંસ્કૃતનું ભરણું છે તેમ દિગંબર જૈન શિૌસેની ભાષાના જાણકાર હોવાથી તેમના ગ્રંથોમાં દેશભાષાની સાથે શૌરસેની અને સં
સ્કૃત શબ્દોનું ભરણું જોવામાં આવે છે. વિક્રમ સંવત ૪૯ ની સાલમાં થયેલા દિગંબર જૈન મુનિ મહાત્મા શ્રી કુંદકુંદાચાર્યજીએ ઘણા ગ્રંથો લખેલા છે તે પૈકી “પ્રવચનસાર” ગ્રંથમાંથી આ પ્રમાણે વાનગી છે
आदा णाणपमाणं गाणं णेयप्पमाणमुद्दिष्टं ।
णेयं लोमालोगं तम्हा णाणं तु सव्वगयं ॥ આત્મા જ્ઞાન પ્રમાણ છે એટલે કે જ્ઞાન જેવડો આત્મા છે અને જ્ઞાન છે તે ય પ્રમાણ છે. ય તે લોકાલેક એટલે શ્યાદા સર્વ જગત છે તેથી જ્ઞાન સર્વગત છે. આત્મા નાન પ્રમાણ છે અને જ્ઞાન સર્વગત છે માટે આત્મા પણ સર્વગત છે એ સિદ્ધ થાય છે. ( આ એક વ્યવહાર પક્ષની વાત છે. )
તાંબર જૈન સુત્રોમાં આચારાંગ, સ્થાનાંગ, અને સમવાયાંગ, જેવાં મૂળ પ્રાચીન સૂત્રોમાં આત્માને માટે “મા” શબ્દ વાપરે છે અને ઉત્તરાધ્યયનાદિ બીજા સૂત્રોમાં આત્માને માટે “બાપા” શબ્દ વાપરેલ છે અને શ્રીમાન કુંદકુંદ ભગવાને આત્માને માટે આતા” શબ્દ શીરસેની છાયામાં વાપરેલ છે.
પ્રસિદ્ધ જૈન પંડિત હેમચંદ્રાચાર્યજી કે જે વિક્રમની બારમી સદીની લગભગ થએલા છે અને જેમણે દેશભાષા-ગુજરાતી-નું પ્રથમ વ્યાકરણ રચેલ છે જેમાં ગુજરાતી ભાષાના આદિ વૈયાકરણ હેમચંદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ છે. તેમના વખતની ભાષાને નમુન:
ढोल्ला सामला धण चंपावण्णी ।
णाइ सुवण्णरेह कसवइदिण्णी ॥ –નાયક સામળે (અને) પ્રિયા ચંપકવર્ણ વાળી છે. કટી ઉપર સુવર્ણ રેખ જેવી છે અને નાયક કપટ જે (છે.)