Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૫૨
જૈન શ્વે. કૉન્ફરન્સ હેરલ્ડ.
ગુરૂ પાસે મોકલી. એવામાં રાત્રીએ શ્રી બપ્પભટ્ટસૂરિ સંથારાપારસી કહી સંથારામાં સંથાર્યા છે, ત્યાં જ તેણીએ આવી આચાર્યના ચરણને સ્પર્શ કર્યો. કમલ હાથ જાણું ગુરૂએ કહ્યું. એ સ્ત્રી કોણ?” ત્યારે તેણે કહ્યું કે “રાજાની રાણીની મુખ્ય દાસી રાજાની આજ્ઞાથી અહીં તુમ્હારી ભકિત માટે આવી છે. ગુરૂએ નિરાદરે નિબંછા કરી કાઢી. તે દાસી પ્લાનમુખી થઈ આમ પાસે આવી સર્વ સ્વરૂપ કહ્યું. હવે શ્રી ગુરૂએ ઉપયોગ દેતાં થકા ધર્મકથાએ નીલા વસ્ત્રને ઉપયોગ થશે અને આમના મનમાં સંદેહ થયો એ જાણી સુદષ્ટિની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ એમ સમજી પ્રભાતના પ્રતિકમણની ક્રિયા સાચવી ગંતુકન થયા. વિહાર કરતા પહેલાં ખડીના ખંડ-કટકાથી શાલાના બારણે નીચેની) ગાથા લખી.
दो बडाइ हत्थे वयणे धम्म अख्खराइ चंतारि । _ वितुले च भरहवासं को अम्म पहुत्तणं हरइ ।। પછી આમ સાથે જે અન્ય રાજાને મહેમાંહિ વિરોધ હતો તેના નગરમાં આવ્યા. ત્યાં આમ રાજાના ગુરૂ આવ્યા જાણી ઘણો આદર દઈ બે હાથ જોડી કહ્યું “હ પૂજ્ય જ્યારે આમ અત્ર આપને તેડવા આવે ત્યારે આમના નગર જાવું નહિ તો નહિ.' આમ નગરમાં વાર્તા થઈ એટલે આમ રાજા પણ આવ્યા. શાળામાં જતાં બારણે એ લિખિત ગાથા દેખી અને તે વાંચી દાસી મોકલ્યાની વાત સાંભરી. મનથી પશ્ચાતાપ કરતે કે ખરે મારાથી અવના થઈ ગઈ કેટલેક દિને ગુરૂ પ્રત્યે વિનતિ કહાવી. ત્યારે ગુરૂએ ધર્મ સ્નેહ જાણું કહેવરાવ્યું કે તમે વેષ પરાવર્તી (બદલી) આવો ત્યારે કેતકીરૂપમાં આમ રાજાએ કાપડી (કપર્દિક)ને વેષ, ધુંસર મલીન થઈ મસ્તકે આમ્રપત્રને છેગો ધરી બંને કાન ઉપર તુઅરીપત્ર સ્થાપી, વળી બે હાથમાં બીજોરાંના ફલ ગ્રહી શત્રના નગરમાં જ્યાં ગુરૂ પિતાના વિરોધી રાજા સહિત સંઘ સમક્ષ વ્યાખ્યાન કહેતા હતા ત્યાં ઉતાવળે આવી ઉભો રહ્યો. આચાર્યો આમને ઓળખ્યા સામું જોઈ આદર દઈ કહ્યું “આમ ! આવો, આમ! આવો આ સાંભળી સકળ સભા મહા મહા ધુંસર રૂપ દેખી આમને શત્રુ રાજાએ તે શ્રી ગુરૂને પૂછ્યું “આ પુરૂષના મસ્તકે શું છે? ત્યારે ગુરૂએ કહ્યું તૂઅરી. તે સાંભળી વિરોધી રાજાએ ગુરૂને પૂછ્યું “આ પુરૂષના બે હાથમાં શું છે? ગુરૂએ કહ્યું “એ બીજોરા આવું કહી પછી ગુરૂએ સમસ્યામાં આમને વિહરતિ” એમ કહ્યું એટલે ગુથન સાંભળી શાલાબહાર નીકળી આમે બારણે ખડીના ખંડ (ટકા)થી એ લોક લખો,
અરે ! migજે અમો : તત્ર દૂધાત
सभामध्ये समागत्य प्रतिज्ञा पूरिता मया ॥ – હે ગુરૂ ! પ્રભુ! રમ્ય ગોપપુરમાં પધારજો, મેં સભામાં આવીને આપની પ્રતિજ્ઞા પૂરી કરી છે.
આ ક સકલ લોકનાં દેખતાં લખી આમ પિતાના નગરે આવ્યો. બીજે દિવસે સંઘ તથા રાજા પાસે ગુરૂએ આજ્ઞા માંગી કે “ અમે ગોપનગર જઈશું. ત્યારે આમને શત્રુ રાજાએ કહ્યું “જ્યારે તમને તેડવા આમ અહીં આવે ત્યારે જવું એવું તમારું વચન છે.' આ સાંભળી ગુરૂએ કહ્યું છે તે કાલે વ્યાખ્યાનમાં આવીને ગયા ત્યારે વિરોધી રાજાએ કહ્યું “તમે કેમ મને કહ્યું નહિ?” ગુરૂએ કહ્યું “સંધ સમક્ષ અમે કહ્યું કે આમ !