Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈનેનું પ્રાચીન ગદ્યસાહિત્ય.
૧૭
જેનોનું પ્રાચીન ગદ્યસાહિત્ય.
( તેના કેટલાક ઉતારા )
( પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ માટે તૈયાર કરેલ. ) પ્રમુખ સાહેબ, સુશિલ ભગિનીઓ અને બંધુઓ,
ગૂજરાતી સાહિત્ય પરિષદો ભરાવા માંડયા બાદ જેમ અન્ય સાહિત્યને ઉદ્ધાર સત્વર આરંભાયો છે તેમ, જેનિય સાહિત્યના ઉદ્ધાર અને મુદ્રણ માટે પણ ઘણી ચલવલ સારા પાયા ઉપર થવા માંડી છે. આવી ચલવલને અંગે ગૂજરાતી જેની પધ સાહિત્યનો અખૂટ અને અમૂલ્ય ખજેને જુદાં જુદાં સ્થલના જ્ઞાનભાંડારોમાંથી સૂર્યકિરણે જોવા ભાગ્યશાળી બન્યો, એમજ નહિ, પણ સેંકડો પ્રતિયો છપાઈ લોકોમાં તેને ઉપયોગ થવા લાગે છે. આવું જેની પદ્યસાહિત્ય કેવું, કેટલું, અને કયાં ક્યાં છે તે વગેરે અગાઉ અન્ય મહાશયોદ્ધારા ઘણી વખત કહેવાયું છે, અને ઘણાઓના તે જોવામાં પણ તે આવી ગયું છે. જો કે અત્રે ભરાનારા પ્રદર્શનમાં તો, નહિ જેવા જાણવામાં આવેલ તેવું ઘણું પ્રાચીન સાહિત્ય મૂકવામાં આવનાર છે, તેથી વલી અત્યાર સુધીમાં જાણમાં થયેલાં કરતાં પણ ઘણું વિશેષ શોખીનને જાણવા મળશે તેવું મારું માનવું છે.
એક વખતે બનારસના પ્રખ્યાત ધુરંધર શાસ્ત્રી–ી ગંગાધર શાસ્ત્રી-ના એક શિષ્ય શ્રીકૃષ્ણ શાસ્ત્રી સાથે પુસ્તકોને લગત કેટલોક વાર્તાલાપ થતાં તેઓ તરફથી ઉચ્ચારવામાં આવ્યું કે તમારા જેનેમાં ઘણા કાવ્ય-પદ્યગ્રજ ગૂજરાતી, માગધી અને સંસ્કૃત ભાષામાં છે, પરંતુ અમારા લોકોની માફક ગધમાં લખાયેલાં કોઈ પણ પ્રો જેનોએ લખ્યા હોય તેવું મારા જોવામાં આવ્યું નથી. અમારામાં તો ઘણું ગ્રન્થ ગધબલ્પ લ. ખાયેલા છે, ત્યારે તમારામાં જેમાં એવા ગ્રન્થો રચવની ખામી છે એવું જણાય છે.–ઈત્યાદિ.”
તેમજ પહેલાંના કાળમાં ગૂજરાતી ભાષામાં અને ગુજરાતી સાહિત્ય સંબધે હેવાથી તેની જ વાત કરીશું-ગધ સાહિત્ય હતું જ નહિ એવું કેટલાક વિદ્વાન ધારે છે, તેમ હું પણ એમ ધારતો હતો કે જેમાં બાળાવબોધ અને ટબા સિવાય સ્વતંત્ર ગદ્ય ગ્રન્થ રચાયેલાં હોવા ન જોઈએ. પણ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડમાંથી પ્રાચીન પદ્યગ્ર શ્રીઆનંદ કાવ્ય મહોદધિના સૈતિકરૂપે બહાર પડવા લાગ્યા, તે અંગે શોધ કરતાં કેટલાક ગધગ્ર મારી જોવામાં આવ્યા. જો કે એક ખુલાસો કરવો જોઈએ કે ગૂજરાતી ભાષામાં લખાયેલ સ્વતંત્ર ગ્રન્થ હોય, કે પછી ટીકા હોય, કે જોઈએ તે બાળાવબોધ હોય પરંતુ તે સર્વે જેમાં તે બાળાવબોધ” અથવા પ્રાકૃત’ એ નામથી જ ઓળખાય છે. કારણ કે સંસ્કૃત-માગધી અને સ્વતંત્ર પ્રવર્તતિ પ્રાકૃતભાષા નહિ જાણનાર બાળજી માટે આવા ચાલૂ ગૂજરાતીમાં લખાયેલાં ગ્રન્થોને જેતે બાળાવધ” કે “પ્રાકૃતના” નામથી જ ઓળખે