Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૧૮
શ્રી. જૈન ક. ક. હેરંડ.
છે. ગૂજરાતી ભાષાને જે પ્રાકૃત કહેવામાં આવે છે તે અને સ્વતંત્ર પ્રવર્તતિ પ્રાકૃત એ બેમાં મોટું અંતર અને ભિન્નપણું છે, પરંતુ અત્રે ભાષા નિર્ણયને વિવાદ ન હોવાથી તે વાત હતી મેલું છું. જરૂર જણાયેથી અને બની શકે તે એ ઉપર પણ ભવિષ્યમાં કોઈ વખતે ઉલ્લેખ કરવા ઉમેદ રાખું છું, જયારે પાર પાડવી કુદરતને હાથ છે.
ઉપર કહ્યું તેમ કેટલાક ગધગ્ર જોવામાં આવ્યા તેમાંથી બન્યા તેટલાંનાં અત્રે ઉતાર આપ્યા છે, લેખ મોટો ન થાય તે પર વિચાર કરીને. ઉપર કહ્યું તેમ તપાસ કરતાં એક સ્વતંત્ર ટીકા રૂપે લખાયેલો ગધગ્રન્થ મારા જેવામાં આવ્યો એનું નામ “શ્રીમતિ પરીક્ષા” અથવા “શ્રી સમ્યકત્વ પરીક્ષા' એવું છે. આવો ગધગ્રન્થ અને તેમાં પણ વળી ધાર્મિક વિષયથી પરિપૂર્ણ હોવાથી છપાવી લેવાની ઇચ્છાએ તે ગ્રન્થને હું મારી પાસે લાવ્યો, પરંતુ અવકાશની ઓછાશને લીધે હજુ તે છપાવી શક્ય નથી.
એ ગ્રન્ય મને શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રીરિદ્ધિમુનિ પાસેથી તેઓના સુરતના ભંડારમાંથી પ્રાપ્ત થયો હતો, અને સંપૂર્ણ જેવાની ઈચ્છાવાલાને સુગમ થાય તેવું ધારીને આ પરિષદ્ અંગે ભરાનારા પ્રદર્શનમાં મૂકવામાં પણ આવ્યા છે
આ ગ્રન્થ તપગચ્છની વિમલની શાખામાં થયેલાં શ્રીવિબુધવિમલ ચુરિયે વિક્રમ સંવત ૧૮૧૩ માં રમે છે. આને સંસ્કૃત ભાગ પણ આશરે દોઢસો લેક પ્રમાણ પોતેજ રચી તે ઉપર ગૂજરાતીમાં ટીકા રૂપે આ રચે છે છતાં પણ બને સ્વતંત્ર ગ્રંથ તરીકે ઓલખાય છે. પ્રત્યે આશરે સવાસો વર્ષ ઉપર રચાયેલો છે તેથી હમણાંની અને સવારે વર્ષ ઉપરની ભાષામાં કેવો ફેરફાર હતો તે પણ આ ઉતારા ઉપરથી જાણવાનું બની આવે તેવું છે.
આવી બાળાવબોધ (ગૂજરાતી ગધ) ટીકાઓ અને ટબ (ગૂજરાતી શબ્દાર્થ) ઓ ઘણા ગ્રન્થ ઉપર રચાયેલાં જોવામાં આવે છે, અને એ મોટે ભાગે યતિયા, સાવી, અને કેટલાક કાળ વચ્ચેના સંસ્કૃત–માગધી નહિ જાણનાર એવા સાધુઓ કરતા હતા તેવું મારું માનવું છે. આ સ્વતંત્ર ટીકા ગ્રન્થની, ટબાઓની, અને બાળાવબોધની ભાષાઓની સરખામણી સારૂ થોડાક ટબાઓના ઉતારા પણ અત્રે આપ્યા છે. સમ્યકત્વ પરીક્ષા સ્વતંત્ર ગ્રંથ વા ટીકા છતાં બાળાવબોધના નામે પણ ઓળખાય છે એ ફરી જણાવવું ઉપયોગી લાગ્યું છે. કારણ કે તે સમયમાં ગૂજરાતી ગ્રન્થોને બાલાવબેધ તરીકે લખવામાં આવતા હતા. કર્તાએ પોતે પણ બાળાવબોધજ સમયને અનુસરીને કહે છે. જુઓ –
“ઘર નું નામ વગરવાને વાસ્રાવ શાળવો ” એવું ગ્રંથકારે લખ્યું છે.
આપવામાં આવેલા ઉતારા પ્રાચીન પ્રતિયો પ્રમાણે અક્ષરે અક્ષર આપ્યાં છે.
श्री सम्यकत्व परीक्षामांथी गुजराती गद्य साहित्यना उतारा.
अंदर आवला मूल तथा प्रक्षित संस्कृत श्लोकोना उतारा करवामां आव्या नथी, मात्र बा लावबोध गुजराती टीकाज उतारवामां आवी छः
કરતાં પ્રણામ કરીને તે સા પ્રતિ? “ઘાર્શ્વનાથે.' પાર્થ નામા યક્ષ છે. શ્રી પાર્શ્વનાથ તીર્થકર ભગવંતના શાસનનો અધિષ્ઠાયક યક્ષ છે. તેનું નામ