Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ની ગુજરાતી અને જૈન સાહિત્ય.
'
૩૧૭.
જાની ગુજરાતી અને જૈન સાહિત્ય,
જૂની ગુજરાતી કેવી હતી, જ્યારે ઉત્પન્ન થઈ અને ક્યારથી બંધ પડી, એ પ્રક વાદગ્રસ્ત હોવાથી તે વિષે વિદ્વાનોમાં મતભેદ પડે એમાં નવાઈ નથી. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસે ગુજરાતી ભાષાને ઇતિહાસ લખ્યો, ત્યારથી જૂની ગુજરાતીના અસ્તિત્વ તરફ પંડિતોનું લક્ષ ગયું. શાસ્ત્રી વૃજલાલે જૂની ગુજરાતી સંવત ૧૧૦૦ થી ૧૫૦૦ ના અંત લગી ચાલતી હતી એમ જણાવ્યું છે, અને જે ઉદાહરણ આપ્યાં છે તે સંવત ૧૪૦૯ઠા શરૂ થાય છે, સંવત ૧૧૦૦ થી ૧૪૦૦ સુધી જૂની ગુજરાતીની સ્થિતિ કેવી હતી તે જાણવાનું સાધન મળતાં નથી. જૈન ગ્રંથોની જે યાદી છપાઈ પ્રકટ થઈ છે તે જોતાં વહેલામાં વહેલો ગ્રંથ સં. ૧૪૧૨ માં લખાયાનું માલુમ પડે છે. રા. ગોકળદાસ નાનજીભાઇ ગાંધીએ ગુજરાત શાળાપત્રના જુનથી ઓગસ્ટના અંકમાં પ્રાચીન ગુજરાતી અને જેને નામક લેખ આપ્યા છે, તેમાં સંવત ૧૩૧૫, ૧૩૨૭ અને ૧૯૬૧માં લખાયેલા રાસા અને પ્રબંધ ચિંતામણીનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમની ભાષામાં આપેલાં ઉદાહરણ ઉપરથી જે ફિર દેખાય છે, તે વડે આપેલી સાલ વિષે શકો રહે છે, છતાં માનીએ કે સાલે ખરી છે, તે પછી ૧૧૦૦ અને ૧૨૦૦ એવાં બસે વર્ષ જૂની ગુજરાતી હયાત હતી તેના પુરાવા બાકી રહે છે. એ ભાષા સંવત ૧૫૦૦ ની આખર સુધી ટકી રહી નહોતી એવું મારું માનવું છે, અને તેના પુરાવા માટે આગળ ઉદાહરણ આપવામાં આવશે.
જૈન બંધુઓએ ગુર્જર સાહિત્યમાં બહોળે ભાગ લીધે છે, અને તેમના જૂના ગ્રંથે ટકી રહ્યા છે, તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે. દિલગીરી એટલી છે કે તેમણે પોતાના ગ્રંથ પ્રકાશમાં આણવાનો પ્રયત્ન સવેળા ન કર્યો, તેમ બીજા લોકોએ તે જોવાની પણ કાળજી ન રાખી. વૈદિક કેમેએ તે તરફ અભાવ રાખ્યો તે ધર્મના કારણે તથા ભાષા ન સમજવાથી હોવો જોઇએ. જૈન બંધુઓ હાલ એમ કહે છે, કે “પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જૈનીઓ પાસે જ છે અને ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકે જેને જ છે.” આ વાતમાં કેટલું સત્ય છે તેને નિર્ણય થવાની જરૂર છે. રા. ગોકળદાસ જણાવે છે કે “ગુજરાત અને કાઠીઆવાડમાં વિક્રમની દશમીથી ચૌદમી સદીની આસપાસ ઘણે ભાગે જેની સર્વોપરી સત્તા હતી. ” વળી છેવટમાં તે લખે છે કે “જૈનોએ ગુજરાત તથા કાઠીઆવાડને સંપૂર્ણ આશ્રય લીધે ત્યારે તેમાં ભીલ, કાઠી, કેળી વગેરે જંગલી જાતો વસતી હતી, તે જેનેની શેમાં દબાઈ ગઈ, જ્યાં જુઓ ત્યાં જૈન વેપારી, જૈન ધનાઢય, જૈન રાજા, જૈન કાર્યભારીઓ, જૈન ધર્મ એમ સર્વત્ર જૈનેનું સામ્રાજ્ય થતાં જૈનોની બે હજાર ઉપરાંત વર્ષની પ્રાકૃત ભાષા કે જે જેને બોલતા હતા તે દેશ ભાષા ( ગુજરાતી ભાષા ) તરીકે રૂઢ થઈ ગઈ. પાછલા સમયમાં વલ્લભાચાર્ય, રામાનુજ, સહજાનંદ સ્વામી વગેરેના આગમનથી જેને વર્ગમાંથી કેટલાક વૈષ્ણો, કેટલાક સ્વામી નારાયણી, શ્રી વૈષ્ણવ વગેરે થઈ ગયા, પરંતુ ભાષા તે મૂળની જ રહી ગઈ તે અદ્યાપિ પર્યત બેલાય છે. ”
આ કથનની સત્યતા માટે અતિહાસિક સબળ પુરાવો જોઈએ. જૈનેએ સંપૂર્ણ આશ્રય લીધે, ત્યારે ગુજરાત, કાઠીયાવાડમાં જંગલી લોકો વસતા હતા, અને જૈન ધર્મ