Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૂની ગુજરાતી અને જૈન સાહિત્ય.
૩૦૯
ઘેરા પાંચ માઈલ કરતાં પણ વધારે છે, કુટુંબે દ્રવ્યવાન છે, ત્યાં સો કરતાં પણ વધારે ઘર કોટયાધિપતિ ગણાય છે. આ રાજ્યમાં દુર દેશાવરમાંથી અત્યંત સંપત્તિ એકઠી થાય છે. એક સો કરતાં પણ વધારે બૌધ મતના મઠ જોવામાં આવે છે ૪૪ ત્યાં સેંકડો દેવાલ તો દેવનાં છે, તેના સાધુની સંખ્યા બેટી છે. આમાં જૈનની વાત આવતી નથી અને સેંકડો દેવનાં દેવાલય કહ્યાં તે વૈદિક ધર્મનાં હતાં. વૈદિક ધર્મના મુખ્ય પાકો બ્રાહ્મણ હતા, તેમાંના કોઈએ ભાગ્યેજ જૈન ધર્મ સ્વીકાર્યો હશે. એ લોકોની વસ્તી ગુજરાતમાં ઘણી હતી, તેમ ક્ષત્રિઓ, વાણીઆ, કણબી, સુતાર, લુહાર સોની વગેરે જાતે વસતી હતી, એટલે ગુજરાતમાં જંગલી જાતેજ હતી એ કહેવું કારણ નથી.
સંસ્કૃત ભાષામાં વિકાર થતાં જે પ્રથમ ભાષા પંજાબમાં ઉદ્દભવી તે પ્રાકૃત હતી. શાસ્ત્રી વૃજલાલ કહે છે કે પંજાબમાંથી કેટલાક આર્યો મારવાડ, ગુજરાત તરફ આવ્યા, ત્યારે પંજાબની પ્રાકૃત ભાષા ઉપરથી અપભ્રંશ ભાષા થઈ. અને જે આર્યો મથુરા અથવા રિસેન દેશ તરફ ગયા તેમની ભાષા પ્રાકૃત ઉપરથી શૌસેની થઈ, અરસેન દેશમાંથી મગધ દેશમાં ગયા, ત્યારે શૌરસેની ઉપરથી માગધી ભાષા થઈ. શૌરસની ઉપરથી પૈશાચી ભાષા થઈ એવું પ્રાકૃત વ્યાકરણમાં લખ્યું છે. અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી થઇ છે, એટલે તેને શૌરસેની ને ભાગધી ભાષાઓ સાથે સંબંધ નથી એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. તેનીજ સાથે જેનેએ અને બૌદ્ધોએ પિતાના અનુયાયીઓને સમજ પડે એટલા માટે સંસ્કૃતિને બદલે માગધી ભાષામાં પિતાના ગ્રંથો લખવા માંડયા, અને એ બંને ધર્મનો ઉદય મગધ તરફ થયો હતો. એ વાત ધ્યાનમાં રાખવાની છે. અપભ્રંશ ભાષા સિંધ, મારવાડ, મેવાડ, અવંતી (માળવા), સૌરાષ્ટ્ર, લાટ (દક્ષિણ ગુજરાત) અને કચ્છ એટલા દેશની ભાષાએને મળતી છે, પણ ગુજરાતી ભાષાને તે ઘણીજ મળતી છે. (શાસ્ત્રી વૃજલાલ જણાવે છે).
આ ઉપરથી એવું અનુમાન નીકળે કે જે જૈન ગ્રંથમાં શૌરસેની ને ભાગધીનું ભરણું હેય, તે જૂની ગુજરાતી અથવા શુદ્ધ જૂની ગુજરાતી ન ગણાય. રા. જીવણચંદ સાકરચંદ જવેરી કાવ્ય મહોદધિ મૈક્તિક ૧ લા ની પ્રસ્તાવનામાં લખે છે, કે “આવા રાસાઓમાં ક્યી કયી ભાષાઓનું ડું બહુ જોડાણ થવા પામ્યું છે, તે તપાસીશું તે ગુજરાતી, માગધી, શરમેની, અપભ્રંશ, પ્રાકત અને મારવાડી તથા હિંદી ભાષાઓનું જોડાણ થએલું જોવામાં આવે છે, તથા કેટલાક રાસાઓ તો પૂર્ણ ભાગધી અને પ્રાકૃતમાં રચાએલા પણ જણાય છે.” શ્રી શૈતમ સ્વામીને રાસ રા. કુંવરજી આનંદજી શાહે પ્રકટ કર્યો છે, તેની સૂચનામાં તે લખે છે કે “આ ગુજરાતી ભાષાની સર્વથી પ્રાચીન કૃતિ તરીકે પ્રસિદ્ધિમાં આવેલ સંવત ૧૪૧૨ માં બનાવેલ મહા મંગળિકરૂપે પ્રચલિત રાસ હાલમાં ગુજરાતી સાહિત્ય સંબંધી જાગ્રતિના સમયમાં ઘણે અંશે પ્રાચીનપણું જાળવી રાખીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ રાસાની અંદર સંસ્કૃત તેમજ ભાગધી ભાષાના ઘણુ શબ્દોનું મિશ્રણ થએલું હોવાથી બાળ જીવને અર્થ સમજવામાં પડતી મુશ્કેલી દુર કરવા સારૂ દરેક ઢાળની સાથે તેનો અર્થ પણ આપવામાં આવ્યો છે.” (પ્રકાશક આ રાસાને સર્વથી પ્રાચીન ગણે છે, તથા તેની ભાષા સમજવાને જૈન બાળ છ સમર્થ નથી, તે એવા રાસા તરફ અન્ય ધર્મનું ભાષાના કારણથી પણ લક્ષ ન જાય એ દેખીતું છે. વળી રા. જીવણચંદ જણાવે છે તેમ