Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૫
ખાસ નિયમ કરેલા છે. આવી સ્થિતિ હોવાથી બ્રાહ્મણો અપભ્રંશ ગુજરાતી ભાષાથી અજ્ઞાત રહ્યા હતા પણ જેનોના તીર્થંકર ભગવાન તો દેશ ભાષામાં જ ઉપદેશ દેતા હતા. જેનોની માતૃભાષા-ગુજરાતીનું પ્રથમ વ્યાકરણ પણ જૈન પંડિત હેમચંદ્રાચાર્યજીએ રચેલું છે. જૈન સૂત્રોમાં પણ અપભ્રંશ ભાષાનું વ્યાકરણ છે જે આ લેખને અંતે આપેલું છે. જેનોએ દેશભાપાને ઘણી જ મહત્વની ગણેલી છે.
આ પુરાવા ઉપરથી ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકે જેને જ છે પણ બીજા કોઈ નથી એ સિદ્ધ થાય છે. પ્રાચીન કાળમાં ગુજરાત-કાઠિવાડમાં જૈનોનું સામ્રાજ્ય હતું. ધનાઢય જૈન, વેપારી જેન, કાર્યભારીઓ જૈન, સાહિત્યકાર જૈન, અલબાજ જૈન, સર્વ ત્યાગી પણ જૈન-સાધુ-એમ જેનો સર્વત્ર દિગ્વિજય હતો. બ્રાહ્મણોનું પ્રાબલ્ય ન હતું, અપભ્રંશ લે તે પ્લેચ્છ થઈ જાય એવી રૂટિ હતી, બ્રાહ્મણો ફક્ત સંસ્કૃતને જ ઉત્તેજન આપતા હતા, બ્રાહ્મણો આ દેશમાં હતા પણ મૂઠીભર.
અનેક આફતોમાં પણ જેને પિતાનું ભાષા સાહિત્ય અભંગપણે ખેડતા જ રહ્યા છે જેથી આજે ચોવીસો વર્ષથી તે આજ સુધીનું અવિચ્છિન્ન ગુજરાતી ભાષાનું સાહિત્ય મહાન જથામાં જગત સન્મુખ રજુ કરી શકે છે.
ગુજરાત શાળા પત્રના સને ૧૯૧૩ ની સાલના જુનથી અગષ્ટ માસ સુધીના અંકમાં ભાષાની વાનગી આપીને પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તો જેને પાસે જ છે તથા ગુજરાતી ભાષાના મૂળઉત્પાદકે જેનેજ છે એમ સિદ્ધ કીધું હતું એવા જ પ્રકારની પણ બીજી વાનગી ભાષા શોખીનેના વિનાને અર્થે અત્ર આપીએ છીએ. એથી કાલક્રમે ભાષા કેવા કેવા વિકાર પામી હતી તે સહજ રીતે નિર્પક્ષપાતીઓ સમજી શકશે.
જૈન સુત્રોમાં સૌથી જૂનું આચારાંગ સૂત્ર છે કારણ કે પીસતાલીસ સુત્રોમાં તેની ભાષા સૌથી જૂની અને કંઈક જુદી છે. આચારાંગ સૂત્ર:
‘ હિં નૈવિશે વિયં” 'जहा अंतो तहा बाहिं जहा बाहिं तहा अंतो' 'जे अणण्णदंसी से अणण्णारामे, जे अणण्णरामे से अणण्णदंसी'
સ પુખ નો વ નો મુદ્દે 'सुता अमुणि सया मुणिणो सयाजागरंति' ' अकम्मस्स ववहारो ण विज्जति कम्मणा उवाहिजायति'
સંઘલી જ જતિ પા' * पुरिसा तुममेव तुमं मित्तं किं बहिया मित्त मिच्छसि' 'जे एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से एगं जाणई ' 'सव्वतो पमत्तस्स भयं सव्वतो अपमत्तस्स णत्थि भयं' 'जे एगं णामे से बहू णामे जे बहू णामे से एगं णामे'