Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
આહેર, રબારી, મેર અને બાબરીયા એ સિંધ અને ગુજરાતના આવેલા જુના આભીર અને બાબર X x તેઓની મિશ્ર એલાદમાંથી થયા છે. ”
ચૌરા એટલે ચાવડા લોકોમાં જયશિખર, વનરાજ એ જૈનધમી હતા, એ પંચાસરા પાર્શ્વનાથના તીર્થ ઉપરથી સ્પષ્ટ જણાય છે.
જુનાગઢના રાજાઓ જનધમી હતા. માંડલિક પણ જૈનધમી હતા એમ તેમના શિ. લાલેખ ઉપરથી જણાય છે.
પ્રાચીનકાળમાં સૌરાષ્ટ્રમાં જેનેજ સુધરેલા હતા, તેમની સર્વોપરિ સત્તા હતી અને બાકીના ટંટાખોર તથા જંગલી હતા એને માટે ઉપર પ્રમાણે અનેક પુરાવા મળી આવે છે. “આ વખતથી સોરઠ સિદ્ધરાજને તાબે થયો તેણે વનરાજના મિત્ર ચાંપાના વંશના સજજનને પિતા તરફથી અધિકારી હરાવ્યો. તેણે ત્રણ વર્ષ સુધી સોરઠની પેદાશ નેમનાથનું મંદિર ચણાવવામાં ખચી. આ બાબતનો સિદ્ધરાજે જવાબ માંગે, ત્યારે સજજને ખાતરી થાય એવી રીતે હિસાબ આપ્યો.”
આ શાખાને પહેલે માંડલિક રાજી થયો તે મોટો જૈન ભક્ત હતે. ગિરનારના શિલાલેખમાંથી જણાય છે કે તેણે ગિરનારમાં નેમનાથનું મંદિર બંધાવ્યું હતું. આ જૈન ધર્મની વગથી જ તેને ગિરનારમાં પોતાનું રાજ પાછું સ્થાપવા કુમારપાળે પરવાનગી આપી હશે.”
જુનાગઢના ચુસ્ત જૈન તરીકે પ્રસિદ્ધ થએલ મંડલિક રાજાઓ પૈકી એકન સંવત ૧૫૦ ની સાલને લેખ ઉપર કોટમાં છે તેમાં લખ્યું છે કે “ રમત વ અમથાન करण-दकारकेन पंचमो अष्टमी चतुर्दशी दिनेषु सर्व जीव अमारि कारित:+xx श्री-गति जीवन विणासइ वीजा लोक जीब न विणासइ x
चीसीमार सीचाणफा पाराधि आहेडा न करइ चोर न मारिबा बावर खांट तुरक रहे पाहडे जीव कोइ न विणासइ चादशी घाणी न पीलाइ कुंभकार पंच સીનમાં ર-જ્ઞિો વગેરે–
ઉપરના લેખમાં જૂની ગુજરાતીનું ભાન થવાની સાથે જેનોની પંચ પરબી (પર્વ) પૈકી બીજ, પાંચમ, આઠમ અને દશ, વગેરેનું ભાન થાય છે.
વસ્તુપાલ અને તેજપાલ નામને ચુસ્ત જૈન ભકત અને ધનાઢય ગૃહસ્થોએ આખા ગુજરાત અને કાઠિવાડમાં સર્વોપરિ સત્તા મેળવી હતી એમાં તો કોઈથી પણ ના કહી શકાય તેમ નથી. ભલે તે કારભારીઓ હતા પણ સત્તામાં રાજાથી પણ વિશેષ હતા. વસ્તુપાળ અને તેજપાળના સંબંધમાં ઇતિહાસનો એવો મત છે કે “ધોળકાનું તખત લવણુપ્રસાદને સોંપી ધોળકા અને ખંભાતના અધિકારીની જગો વસ્તુપાળને આપી વિરધવલ અને તેજપાલ મોટા સૈન્યથી નિસર્યા તે પ્રથમ તેઓએ ગુજરાતના ઘણાખરા રાજા અને મંડલેશ્વરને દંડી તાબે કર્યા.” x x x “ પછી લશ્કર લઈ સૌરાષ્ટ્ર તરફ ચાલ્યા અને વઢવાણ તરફ જતાં પ્રથમ ગોહેલવાડના રાજાને દંડ ત્યાંથી સૌરાષ્ટ્રની રાજધાની વામન સ્થળી તરફ ચાલ્યા અહીં સાંગણ અને ચામુડ નામના વિરધવલના બે સાલા રાજ્ય કરતા હતા તેઓની રાજધાની પાસે આવી પહોંચ્યા ત્યારે વિરધવલે વટ્ટી તરીકે પ્રથમ પિતાની સ્ત્રી તળદેવીને મોકલી. સૌરાષ્ટ્રની છત કરીને પાછા ળકે આવ્યા.”