Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૮૭
પ્રજા ઉપરજ નહિ પરંતુ ભરતખંડની પ્રજા ઉપર પણ એક માટે ઉપકાર કરતા થઈ પડશે. xxxxxx. જેમ વેદ સાચવી રાખવાને માટે આપણે બ્રાહ્મણોને માન આપીશું, તેમજ બ્રાહ્મણ ધર્મ ગ્રંથો, કઈ પણ જાતના ભિન્નભાવ વગર, સાચવી રાખવા માટે આપણે જેન ભંડારોને આભાર માન્યા વગર રહીશું નહિ. રાસાઓમાં લખાયેલ ઇતિહાસ અને આગમમાં દર્શાવેલી તીર્થકરની “દેશના” પ્રજાની જાણમાં લાવવામાં પાવે તે પ્રજાનાં નેત્ર ઉપર એક નવું જ અજવાળું પડશે.”
વિક્રમ સંવત ૧૪૧૨ માં ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંતે લખેલ ગત્તમરાસાની ભાષાને રા. બ. હરગોવિંદદાસભાઈ ગુજરાતી ભાષા ઠરાવતા નથી પરંતુ તે ભાષા ખરેખરી ગુજરાતી ભાષા જ છે અને તે તે વખતે બોલાતી ભાષા છે. જુઓ ૌત્તમરાસાની ભાષા –
કુકમ ચંદન થડા દેવરાવો, માણેક મેતીના ચેક પુરા,
રમણ સિંહાસણ બેસણું એ. તિહાં બેસી પ્રભુ દેશના દેશે, ભાવિક જનનાં કારજ સરશે,
ઉદયવંત મુનિ એમ ભણે એ. ગોત્તમસ્વામી તણો એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ,
સામીપ સુખ નીધિ સંપજે એ. હાલની ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંતે સંવત ૧૪૧૧ ની સાલમાં શીલરાસ તથા હંસરાજ વછરાજનો રાસ રચેલ છે અને સંવત ૧૪૧૨ ની સાલમાં ગતમરાસ રચેલ છે.
રા. બ. હરગોવિંદદાસ ભાઈએ નરસિંહ મહેતા તથા મીરાંબાઈના દાખલા આપેલા છે. બૃહત કાવ્યદોહન ભાગ ૧ લાની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ લખ્યું છે કે નરસિંહ મહેતાના પદોની ભાષા તેની તે છે કે કેમ એને માટે શંકા છે. એમ પણ લખ્યું છે કે નરસિંહ મહેતાના પદોમાં હાલ જે ભાષા જોવામાં આવે છે તે જ ભાષા નરસિંહ મહેતાના સમયમાં પણ તેવી જ હતી એમ તે કહી શકાય નહિ. સાક્ષરથી નવલરામ ભાઈનો અભિપ્રાય એ છે કે “ઘણાના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ બોલાય છે તેમ નરસિંહ મહેતાના વખતથી બોલાતી આવે છે. પણ એ દેખીતી જ ભૂલ છે એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનસ્વભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટું છે. આથી સ્પષ્ટ થાય છે કે નરસિંહ મહેતાની કવિતામાં પાછળ તેમના સેવકોએ ફેરફાર કરી નાખેલ છે. મીરાંબાઈ તો મેવાડ મારવાડ તરફનાં વતની હતાં અને મીરાંનાં જે પદો ગુજરાત કાઠિયાવાડમાં બોલાય છે તેજ પદ મીરાંને નામથી મારવાડ મેવાડમાં પણ બેલાય છે. મીરાંની કવિતામાં પાછળથી ફેરફાર થએલ છે એ તે નર્મદ કવિને પણ અભિપ્રાય છે. જન ધર્મમાં ભાષાનું ગૌરવ જાળવી રાખવાની ખાતર સૂત્રાદિ ગ્રંથોમાં કાના માત્રાનો ફેરફાર કરનારને માટે પણ મહાન પ્રાયશ્ચિત્ત લખેલું છે. એ જ કારણથી જૈન ગ્રંથમાં જે