Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૮૬
શ્રી. જૈન
. કૅ. હેરલ્ડ.
ચાલેલો છે, શંકરાચાર્યજીને મત ૨૩૭૮ વર્ષ ચાલેલ છે) માધ્વ, નિબાઈ, સંપ્રદાય પણ ૧૦૦૦ વર્ષની અંદરના પથ છે. રામદેવ પીર પંથ પણ મુસલમાની રાજ્યમાં નીકળેલો છે. કદાચ આ સર્વે પંથવાળા કહેશે કે વેદ તે ઘણી જ પ્રાચીન છે, તે આ સ્થળે તેમને વિનતિ કરવાની કે તેઓ વેદને માનવાવાળા છે કે પિતાના પંથને વેદથી પણ ઉચ્ચતર માને છે એ એક જુદો વિષય છે, પણ અમે તે ધમની પ્રાચીનતા અર્વાચીનતા ભાષાની ખાતરજ બતાવી છે. જેનના પરમ તીર્થંકર મહાવીરને આજે ૨૪૪૦ વર્ષ થઈ ગયાં છે.
બીજા ધર્મવાળાની સંખ્યા વધારે છે માટે જેનેની ભાવા તે ગુજરાતી ભાષા નહિ એ કહેવું તે ન્યાયપુર:સર તે નથીજ. અત્યારે બૈદ્ધ ધર્મ હિંદમાં નથી તે પણ તેની મહાન અસર પૈકી યજ્ઞમાં પશુ વધ ન કરે, વરઘોડા કાઢવા, બ્રાતૃભાવ રાખો વગેરે રહી ગએલ છે, પણ તે નિપક્ષપાતીને જ સમજાશે, ધર્મ પક્ષપાતીઓ તો એમજ કહેશે કે અમારા ધર્મમાં પણ લખ્યું છે કે પશુ વધ ન કરે, બ્રાતૃભાવ રાખ, વરઘોડા કાઢવા વગેરે, એમ કહી ખરી વાતને ઉડાવી દેશે પણ તેથી ભગવાન બુદ્ધદેવે યજ્ઞ નિ. મિત્તે થતા પશુધને બંધ કરીને વિશ્વના પ્રાણીઓને જે અભયદાન આપ્યું છે તેને કોણ નહિ સ્વીકારે ! !! એજ પ્રમાણે જે સમયમાં ધનાઢય જૈન હતા, વ્યાપારી જૈન હતા, રા
જ્યાધિકારીઓ જૈન હતા, રાજા પણ જૈન હતા, અપભ્રંશ ભાષાના સાહિત્ય ખેડનાર ફક્ત જેને હતા, બ્રાહ્મણે અપભ્રંશ લખતા કે બોલતા ન હતા, જંગલી પ્રજાને પણ જેના સામ્રાજ્યને લીધે ગુજરાતી ભાષા બોલવાની જરૂર પડી હતી, ગુજરાતી ભાષા લખનાર, બોલનાર અને ખેડનાર જેનેજ હતા, ગુજરાતી ભાષાના મૂલ ઉપાદકેજ જૈન હતા, પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ જેની પાસે જ હતું અને છે, બે હજાર વર્ષ પહેલાંથી જ દેશભાષામાં જૈનો જ ગ્રંથો લખતા આવ્યા છે છતાં હાલમાં ઘણાખરા જેને વૈશ્નવાદિ પંથોમાં, તેમના અતિ પરિચયને લીધે ભળી જવાથી હાલન અન્ય ધર્મને મોટો વર્ગ ધર્મ પક્ષપાતને લીધે કે સંપૂર્ણ શોધખોળના અભાવે એકદમ એમ કહી દે કે જેનોની ભાષા તે ગુજરાતી કે શુદ્ધ ગુજરાતી નથી તો તે નિષ્પક્ષપાતી અને પ્રામાણિક પુરૂષ માની શકે નહિ. ધર્મના પક્ષપાતને લીધે માણસે મોટી મોટી લડાઈઓ ખેડે છે તે પછી ભાષા જેવી બાબતમાં પક્ષપાત થાય એમાં નવાઈ નથી. જગતમાં નિપક્ષપાતીની તો બલિહારી જ છે એટલા માટે દરેક સાક્ષરોને નિપક્ષપાતી થવાની અમારી સવિનય પ્રાર્થના છે.
અન્ય ધમી ઓ જ્યારે જૈન ધર્મનું કાપવાને ખામી રાખતા જ નથી ત્યારે જૈન ધર્મ અન્ય ધમીઓ ઉપર ઉપકાર કર્યામાં ખામી રાખી નથી એને માટે સ્વર્ગીય સાક્ષર શ્રી ઈ.
છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતી પત્રના માલિક કહે છે કે “કોઈ પણ જૈનધમી હેમચંદ્રસુરિનાં ગ્રંથોનાં નામો અને તેની શ્લોક સંખ્યા પ્રસિદ્ધિમાં આણશે તે સાહિત્યના સેવકોના ઉપર એક મેટો ઉપકાર થએલો ગણાશે. હેમાચાર્યના ગ્રંથો ઈતિહાસ પર મોટું અજવાળું પાડનાર છે. તેના ગ્રંથ એકલા જિન ધર્મની સેવા કરનારા નથી પણ જગતના ઇતિહાસની સેવા કરનારા છે. એવા અપ્રસિદ્ધ ગ્રંથોની જાણ લોકોને થવી અને કરવી એ થોડી ઉપકારક વાર્તા નથી, અને તેટલા માટે જે જનધમી એ કાર્ય સફળ કરશે તે ગુજરાતી