Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૭૯
દ્વાદશાંગી, સંવત ૧૪૭૨ માં લખાવેલી છે. વળી તેણે શત્રુજ્ય, ગિરનાર, આબુ, વગેરે અનેક સ્થળે લાખો ગમે દ્રવ્ય ખર્ચાને આત્મશાંતિ મેળવી હતી. મોઢ ઉપરાંત કેટલાક ઓશવાળ તથા પોરવાડે પણ વૈષ્ણવ વગેરે ધર્મ પાળે છે તેમના વડવાઓ પણ જૈન હતા એ પ્રમાણે પ્રાચીનકાળમાં જેનોમ એક ધનાઢય સાહિત્યશોખીન અને ધર્મી તરીકે સર્વત્ર પ્રચલિત હતી.
જૈન ધર્મની વ્યાખ્યા પણ ઘણી જ વિશાળ અને સર્વ દેશી એટલે અનેકાંત છે. જૈન શબ્દમાં વૈશ્નવો અને શેવોને પણ સમાવેશ થાય છે. જેઓ રાગદ્વેષને જીતીને પિતાના શુદ્ધ પૂર્ણ બ્રહ્મ અગણિતાનંદ અક્ષરાતીત સ્વરૂપે સ્થિત થયા છે તે જિનદેવ છે અને જેઓ રાગદ્વેષ જીતીને અનાદિ સિદ્ધ સહજાનંદસ્વરૂપમાં સ્થિત થવા પ્રયાસ કરે છે તે જૈન છે. આ વ્યાખ્યા શૈવ, વૈશ્નવ કબીરપંથી આર્યસમાજષ્ટ, વગેરે જગતના સર્વ ધર્મો શ્રી જિનદેવના અભેદમાગમાં અંતર્ગત થાય છે. જે જેટલે અંશે નિજ સ્વરૂપમાં વિલીન થયેલે પિતાને અનુભવે છે તે તેટલે અંશે જૈનજ છે. ભલે તે કેશરનો ચાંદલો કરતા હોય અથવા ભસ્મનું ત્રિપું કરતો હોય કે ઉર્ધ્વપુંડ તિલક કે બિંદિ કરતો હોય વા મુહુપત્તિ બાંધતો હોય તે પણ તેણે જેટલે અંશે રાગદેપ છત્યાં તેટલે અંશે તે જૈન જ છે. બાહ્યાચાર એટલે વ્યવહાર ધર્મ કે લૈકિક ધમાં ગમે તે પાળતો હોય તે પણ તે અલૈકિક માર્ગમાં તો જેનજ છે. જૈન શબ્દની બ્રહ્મમાં ઘટના કરીને કોઈ કહેશે કે આત્મા એટલે બ્રહ્મજ્ઞાનમય હોઇ જગતરૂપે જગતમાં વ્યાપક છે માટે એ અપેક્ષાએ આખું જગત બ્રહ્મ રૂપજ છે, બ્રહ્મજ છે, તે તેની સાથે અમારે તકરાર નથી કારણકે જેને જેને આત્મા કહે છે, વેદાંત તેને જ બ્રહ્મ કહે છે. આ પ્રમાણે એક વાક્યતાજ છે. અભેદતા સમજાયા સિવાય વીતરાગપણું પ્રાપ્ત થઈ શકે જ નહિ. શિવ અને વિષ્ણુનાં દેવાલયો એ જન દેવાલયોનું અનુકરણ છે એ તે સમર્થ વિદ્વાન સ્વામીજી દયાનંદ સરસ્વતિને પણ માનવું પડે છે. આ વાતને કદાચ કોઈ કદાગ્રહી ઈનકાર કરે તો ભલે સુખેથી ઈનકાર કરે તેથી સત્યને શો આંચ છે ! ! ! સૂર્યને ઘૂવડના પ્રમાણપત્રની જરૂર નથી. વિચારશીલ પુરૂષ પ્રામાણિકપણે વિચાર કરશે તે તેમને જ આ વાત પર વિશ્વાસ બેશી શકે એવું છે. જ્યાં પક્ષપાત છે ત્યાં સત્યાસત્યને ચોકસ નિર્ણય કરાવવાની આશા રાખવી વ્યર્થ જ છે. જગત્માં નિર્પક્ષપાતજ પૂજ્ય છે પ્રામાણિક પુરૂષો જ આ લેકના ઈશ્વરવત છે.
રા. બા. હરગોવિંદદાસભાઈ હ્યુએન્સાંગના લેખના આધારથી લખે છે કે “કુમાર પાળ જેણે હિંસા અટકાવી દીધી ને ઘણે અંશે જૈન ધર્મનો સ્વીકાર કર્યો, તે પણ શિવ શક્તિ આદિને ન માનતે એમ નથી. બધા રાજાઓ બંને ધર્મને ઉત્તેજન આપતા એમ લાગે છે અને લોકો પણ એજ રીતે વર્તતા સમજાય છે.” કુમારપાળે ઘણે અંશે જેનધર્મ સ્વીકાર્યો હતો એમ નહિ પણ કુમારપાળ સશે પરમ જૈન હતો. જેનમાં આત્મા એટલે શિવને અનંત શક્તિરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એટલે કે શિવ અને શક્તિ છે જેને પરમ માન્ય છે. આત્મારૂપ શિવથી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ અનંત શકિત ભિન્ન નથી અર્થાત શિવ અને શક્તિને અભેદ છે. બધા રાજાઓ બંને ધર્મને ઉત્તેજન આપતા હતા એટલે કે રાજાઓ જેન હેઈ, જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતાનુસાર કોઈ પ્રતિ દેષ નહિ કરતાં પ્રાણી માત્રને માન આપીને અખિલ વિશ્વની ઉપાસના કરીને અભેદ ભાવને ભાવતા