Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ધર્મ નીતિની કેળવણી.
(ફેબ્રુઆરી
વિજયી નીવડે છે. પુસ્તકેથી ધર્મનું જ્ઞાન માત્ર કરાવી શકાય છે, પણ ખરું શિક્ષણ તે મેથી અને તેથી વધારે સૂચનથી અને પિતાની કૃતિથી અપાય છે. તેથી બાર વર્ષની ઉમ્મર પૂર્વે સાધારણ જ્ઞાનમાત્ર આપી શકાય છે અને પછી જ તેને સકારણ સમજાવવાને યત્ન કરાય છે. છેક નાનપણમાં આવા ગંભીર વિષયની ચર્ચા બાલકના મગજમાં પ્રવેશવા સંભવ
છે છે. જેની ચર્ચા કરવા જેટલી મતિ નહિ હોય તેને સાધારણ Emotion (લાગણી) ને અસર થાય તેવી રીતે જ ઠેઠ સુધી શિક્ષણ આપવાની જરૂર પડે છે. બુદ્ધિને નિર્ણય શિક્ષકે તેિજ કર જરૂર છે.
ગુજરાતી ધોરણ ૧-સુધી અર્થાત ઉમ્મર ૬ થી ૧૨ સુધી ધર્મ તથા નીતિના સિદ્ધાન્તો પ્રત્યક્ષ રીતે નહિ પરતુ પરોક્ષ રીતે કથાદ્વારા શીખવવા જોઈએ. કથા એજ પ્રધાન હેવી જોઈએ. સિદ્ધાન્ત કાંતો શિષ્યની પાસે કહડાવવો કે તે સમજે તેવા પરિચિત રૂપમાં મૂક ને બહુ કઠિન ન હોય તે પછી શિષ્યોએ સ્વીકારેલા રૂપમાં પરિચય થવાને માટે મૂકો. આ કોટિમાં કથારૂપને બહુ પ્રાધાન્ય આપવું.
અંગ્રેજી ધોરણ ૪ થી મેટ્રિક સુધીને માટે સિદ્ધાન્ત, હેનું તાત્પ સ્પષ્ટ રીતે સમજાય તેવું વિવરણ-exposition, -ને હેના દષ્ટાંતો એવી પદ્ધતિ રાખવી.
આ ઉપરથી સમજાશે કે philosophic treatment અર્થાત તવજ્ઞાનની દૃષ્ટિથી શાસ્ત્રીય મંડન કે ખંડન, કે criticism મૅટ્રિક સુધી રાખવી જ નહિ. મેટ્રિક સુધી તે તત્વજ્ઞાનના સિદ્ધાન્તો કરતાં નીતિના સિદ્ધાન્તો ઉપર વધારે ધ્યાન અપા જોઈએ, ને હેમાં પણ આચારપદેશ યુકિતપૂર્વક કરવા તરફ વધારે લક્ષ રાખવું જોઈએ.
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ. શૈલી તે વાર્તાની–રસભરી–બધભરી જોઈએ. શિક્ષકને તે વિષય માં રસ હોય, પ્રેમ હોય તેજ શીખવવું કામનું છે. પ્રાથમિક ધેરણ એટલે ગુજરાતી ચાર ધોરણ સુધી તે મોઢેથી જ શિક્ષણ આપવું જોઈએ. ત્યારપછી છોકરાઓને મદદ માટે ના પુસ્તક હેય તે હસ્તક નથી, જે કે ચાદ પંદર વર્ષ સુધી વગર પુસ્તકે ચલાવાય તે વધારે સારૂં.
હિમ્મતલાલ ગણેશજી અંજારિયા, એમ. એ. પુસ્તકોથી નિયમિત ધર્મ શિક્ષણ આપવાનું લગભગ દશ વર્ષની ઉમ્મરથી શરૂ કરી શકાય.
જે છોકરાની ઉમ્મર ઓછામાં ઓછી પંદર વર્ષની થઈ હોય તેને પ્રથમ ન્યાય વ્યાકરણદિનાં મૂળતત્વે સમજાવ્યા પછી તત્વષ્ટિએ ધમનું શિક્ષણ આપી શકાય.
છોટાલાલ નરભેરામ ભટ્ટ