Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
છે.
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
નિર્વેદ, આ જૈન શાસનમાં સમકીત એ સર્વ સંપદાનું નિધાન, સર્વ ગુણ પ્રાપ્તિ કરાવવામાં પ્રધાન અને સર્વ ધર્મકૃત્યો કરાવવામાં નિદાન (મુખ્ય કારણ છે. તે (સમકત)નાં સમતા, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિય એ પાંચ લક્ષણે કહેલાં છે. તેમાં નિર્વેદ કે જે અત્રે પ્રસ્તુત વિષય છે તે સમકતનું ત્રીજું લક્ષણ છે. આ સંસારને એક કેદખાના માફક જાણીને તેને ત્યાગ કરવાની બુધ્ધિ જેના હૃદયમાં થાય છે તેને નિવેદ ( ભવ ઉપર વૈરાગ્ય) વાળો કહેલો છે. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે કામભાગો છે તેને વિષે નિવેદ વડે વિરતિભાવ પામવાથી જીવને સંસારના સર્વ વિષય ઉપર વૈરાગ્ય આવે છે. આમ થવાથી તે આરંભ પરિગ્રહને ત્યાગ કરે છે. આરંભપરિગ્રહનો ત્યાગ કરવાથી તેને સંસારમાર્ગની વૃદ્ધિ થતી અટકે છે, અને તેથી તે મેક્ષ પામે છે.
નિર્વેદનું પરિપાલન કરવાથી હરિવહન રાજર્ષિ કેવી રીતે સર્વાર્થસિદ્ધ વિમાને દેવતા થયા અને ત્યારપછી મોક્ષપદ પામશે તે આ પ્રબંધથી માલૂમ પડશે.
હરિવહન પ્રબંધ.
ભોગાવતી નગરીમાં ઈદ્રદત નામના રાજા હતા. તેને હરિવહન નામનો પુત્ર હતો. હરિવહનને એક સુતારના અને એક શેઠના પુત્ર સાથે ખરેખરી મિત્રતા થઈ હતી. તેઓની સાથે આ રાજકુમાર સ્વછંદપણે ક્રીડા કરતા હતા, તેથી ઇંદ્રદત રાજાએ તેને એક વખત ન કહેવા લાયક વચને કહીને તેને તળના કરી. રાજકુમારને મનમાં ઘણું દુઃખ લાગ્યું અને તે સહન નહીં થઈ શકવાથી એકાએક મુસાફરીએ જવાનો વિચાર પોતાના મિત્રોને નિવેદન કર્યો. ત્યારે પિતાના માતપિતા, પરિવાર અને ઋદ્ધિને ત્યાગ કરી મિત્રતાના સ્વભાવથી બન્ને જણ હરવાહનની સાથે પરદેશ જવા નીકળી પડ્યા. જતાં જતાં એક જેધમાં જઈ પહોંચ્યા. ત્યાં એક મદોન્મત હાથી પિતાની સુંઢ ઉછાળ ઉછાળો જાણે પકડવાજ આવતે હેય તેમ તેમની સામે દેડી આવતા તેઓએ જોયો. તેના ડરથી સુતારને અને તેનો પુત્ર કાગડાની પેઠે ત્યાંથી નાશી ગયા; પણ મહાપરાક્રમી હરિવહન તો કંઈ ઠર પામ્યો નહિતેણે સિંહનાદ કરી હાથીને મદ ઉતારી નસાડી મૂક્યો. પછી બે મિત્રની શોધ માટે નીકળ્યાપણ તેમને કાંઇ પત્તો મળ્યો નહિ.
- આગળ ચાલતાં કમળની સુગંધીથી, ભ્રમરેના ગુંજારવથી અને નિર્મળ જલથી - લાયમાન એક સરોવર તેને જોવામાં આવ્યું. ત્યાં જરા વિશ્રામ લઈ, સ્નાનાદિક કરી પિતાને યાદ નિવારી આમ તેમ જોતાં ઉત્તર દિશા તરફ એક બાગ તેના જેવામાં આવ્યા. કેતુ જોવામાં ખરેખરી પ્રીતિ ધરાવનાર આ રાજકુમાર તે બાગમાં ગયા. ફરતાં ફરતાં બાગનાં મધ ભાગમાં કમળથી સુશોભિત એક મોટી વાવ તેના જોવામાં આવી. તેમાં ઉતરી જોતાં ત્યાં કંઇક બારી બારણું જોવામાં આવ્યાં, તેથી તેની અંદર પ્રવેશ કરી. જરા આગળ વ, એટલે એક યક્ષનું મંદિર જોવામાં આવ્યું. ત્યાં પહોંચે એટલામાં રાત પડી ગઇ તેથી ત્યાંજ સુઈ ગયે. રાત્રે પગમાં પહેરેલાં ઝાંઝરોના ઝમકારથી અને હાથમાં પહેરવાં કંકના અવાજથી આખા આકાશમંડળને સબ્દાયમાન કરતી કેટલીકએક મશરામ