Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૦૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
સદરહુ લાયબ્રેરીમાં ભેટ દાખલ પુસ્તકો મોકલાવવા દરેકને ભલામણ કરીએ છીએ. જેઓ ભેટની બુક મોકલાવશે તેમને ટપાલ ખર્ચ વગેરે તેઓ તરફથી આપવામાં આવશે. માટે ઉપરના શીરનામે પુસ્તક ભેટ મોકલાવશે.
દયા કે ઘાતકીપણું.
નિર્દય વાઘરીઓ પોપટના માળામાંથી તેમનાં બચ્ચાંઓ ચોરી લાવે છે, તેથી તેમનાં માબાપને કેટલું દુઃખ થતું હશે તેને બરાબર ખ્યાલ તો તે જ માણસને આવી શકે કે જેનું પોતાનું બાળક ગુમ થયું હોય. દીકરા કે દીકરીને નિશાળેથી ઘેર આવતાં વાર લાગે તે કેવી ચિંતા થાય છે તેને અનુભવ તો ઘણાને હશે.
પોપટનાં બચ્ચાંઓને પાંખ આવી હોય કે ન હોય, તેઓ ગમે તેટલી નાની ઉમરનાં હેય, ગ્રાહક મળતાં સુધી મરે કે જીવે તેની નિર્દય વાઘરીઓને કાંઈજ દરકાર નથી. ' પોતે બે વાઘરીના છોકરા ઉપર કોર્ટમાં કેસ ચલાવી શિક્ષા કરાવી હતી. તેઓ પિપટનાં કેટલાંક બચ્ચાંઓને પકડી લાવ્યા હતા જે એટલી બધી લાચાર હાલતમાં હતાં કે એકજ દિવસમાં તમામ મરણ પામ્યાં હતાં.
બચ્ચાં સિવાય નર માદાને પણ વાઘરીઓ પકડી લાવે છે તથા તેમને વિખુટાં પાડીને ગમે તેને વેચે છે.
જે નિર્દોષ પંખીને કુદરતે ઝાડે ઝાડ તથા જંગલે જંગલ ઉડવાને, પોતાનાં નર માદા તથા બચ્ચાં સાથે સુખ ભોગવવાને પેદા કર્યા છે તેમને નિર્દય વાઘરીઓ પકડી લાવે છે, અને અવિચારી લોકો તેમને ખરીદે છે એટલે પેલા પાપી લકે પાછા જંગલમાં જાય છે અને બીજાં ૫ખીઓ પકડી લાવે છે, અને એ રીતે એ નિર્દય ધંધો ચાલુજ રહે છે, અને કમનશીબ પ્રાણીઓ વિના અપરાધે નાનાં પાંજરામાં છંદગી પર્યત એકાંત કેદ ભગવે છે,
પીતળ અથવા લોઢાનાં પાંજરાંઓમાં પૂરેલા પોપટોને સખ્ત તડકામાં હેરાન થતા મેં જોયેલા છે. વાઘરીએ પકડેલાં હજારો પંખીઓ રીબાઇને મરણ પામે છે તે હું જાણું છઉં. નર તથા માદા પકડાઈ જવાથી તેમનાં નિરાધાર પાંખ વિનાનાં બચ્ચાંઓ તેમના માળામાં ભૂખે ટળવળીને મરણ પામે છે. એવા મહા પાપી ધંધાને ઉત્તેજન આપનારાઓ પિતાને દયાળુ માને એ કેટલું ખેદકારક !
વાઘરીના મહા પાપી ધંધામાં ભાગદાર નહિ થવાની ખાતર હજાર દયાળુ અંગ્રેજો પંખીઓ પાળતા નથી અને તે ધંધે કેટલો બધો નિર્દય છે તેનો ખ્યાલ પ્રજાને આપવા માટે સંખ્યાબંધ હેંડબીલો તથા ચોપાનીયાઓ વિલાયતમાં ફેલાવવામાં આવે છે, અને તેને પરિણામે લાખો પંખીઓ માણસના અવિચારી શેખ માટે પકડાતાં બચી જઇને જંગલમાં પિતાનાં કુટુંબ સાથે સુખ ભોગવે છે,