Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 385
________________ ૧૮૧૦] મંચરમાં જૈન લાયબ્રેરી. [ ૩૦૭ જૈન સંધામાં તેમજ અન્ય તમામ કેમમાં ફટાણાં ગાવાં નહીં તેમ બંગડીઓ પહેરવી નહીં અને ત્રણ દિવસ બરાબર પાળી ચોથે દિવસે ઘરકાર્ય કરવું, તે સિવાય કે, બીડી, કેડલીવર ઓઈલ વગેરે ન વાપરવાની ઘણી પ્રતિજ્ઞાઓ લેવાઈ છે. બત્રીશીના પંચમાં વિશેષ ઠરાવે થએલા હોવાથી અમે લખ્યા નથી. તે સિવાય આ હિંસાની બાબતમાં ઠાકરડા લોકોને ભાષણે આપતાં તેમણે દશરા વગેરેમાં થતું પાપ અટકાવવાને બંદોબસ્ત કર્યો છે. આ બાબતમાં વાડીલાલે કવિતારૂપમાં દાખલા દલીલોથી બેનો તથા ભાઈઓને જે લાભ આપો છે તેથી અમે કોન્ફરન્સને માન આપી લખીએ છીએ કે આમ ઉપદેશક દ્વારાએ ધર્મને સુધારો અને પાપની અટકાયત થાય એ દેખીતું છે. ભાષણો વખતે મુખી મતાદાર તળાટી તથા નિશાળ માતરો વગેરે દરેક વખતે હાજરી આપતા હતા. ઉપરના ઠરાવો મુખી મતાદાર હસ્તક થયેલા છે. અત્રેથી સુકૃત ભંડાર ફંડના રૂપીઆ ઉઘરાવવા માંડયા છે. દ. શા ચુનીલાલ છગનલાલ શા. મગનલાલ હીરાચંદની સહી દ. પ. મુખી છગનભાઇ લલુભાઈની સહી દ. પિ. મી. વાડીલાલ સાંકળચંદે જૈન કેન્ફરન્સ તરફથી પોતાના ખરા ધર્મની જીજ્ઞાસાથી જીવદયા વગેરે અન્ય વિષયો ઉપર આપેલાં ભાષણોએ ઉત્તમ રીતે અસર ફેલાવી છે. તેઓને તે માટે ધન્યવાદ ઘટે છે. કેન્ફરન્સે આ ઉત્તમ માર્ગ ગ્રહણ કર્યો છે તેના દિન પ્રતિદિન વૃદ્ધિ થઈ હેતુઓ સફળ નીવડે તેને માટે પરમાતમાની ખરા જીગરથી હું પ્રાર્થના કરું છું. તા. ૨૭-૧૧-૧૦ કેશવલાલ બેહેચરદાસ તળાટી. તેજ પ્રમાણે સ્કુલ માસ્તર વગેરેના અભિપ્રાયો આવેલા છે. શ્રી જૈન તન્ય સંગ્રહના કર્તા વળાદના રહીશ સુશ્રાવક શેઠ ખેમચંદભાઈ પીતાંબરદાસે ધાર્મિક ઉપદેશ કરતાં ગ મ પરાંતી આના કેટલાક પાટીદાર લોકોએ ચોથા વતની, પરસ્ત્રીની, કંદમૂળની, હોકાની થા મધ, માંસ, મદિરા, માખણ વગેરે અભક્ષ્ય વસ્તુઓની બાધાઓ કરી છે. મંચર (જીલ્લા પૂના) માં નવી જૈન વેતાંબર લાયબ્રેરી. તા. ૮-૧૧-૧૦ બુધવારના રોજ સાંજના વખતે શ્રી ન શ્રેયસ્કરમંડળ મેસાણાવાળા ફરતા પરીક્ષક ભગવાનદાસ મીઠાભાઈએ “આપણી વર્તમાન સ્થિતિનું દિગદર્શન” એ વિષય ઉપર ઘણી અસરકારક રીતે ભાષણ આપ્યું હતું. તે સિવાય હાનિકારક રીવાજના સંબંધમાં પણ જુસ્સાદાર રીતે બોલ્યા હતા. તા. ૧૦–૧૧-૧૦ના રોજ શ્રી સુકૃત ભંડાર ફંડ સંબંધી સારી રીતે સમજાવવામાં આવ્યાથી તે ફંડની શરૂઆત કરવામાં આવી ને ફંડ વસુલ થયાથી મુંબઈ ઓફીસે મોકલાવવાનું ઠરાવવામાં આવ્યું. ત્યારબાદ અહીં પાઠશાળા ખોલવા સંબંધી કેટલીક હીલચાલ થયા બાદ તે બાબત હાલમાં ન બની શકે તેમ હોવાથી જૈન શ્વેતાંબર લાયબ્રેરી ખોલવાનું નકકી કરવામાં આવ્યું. સદરહુ લાયબ્રેરીનું નામ “શ્રી જેને તાબર લાયબ્રેરી મંચર” એવું રાખવામાં આવેલું છે અને તેના સેક્રેટરી શેઠ આનંદરામજી મામલજી તથા શેઠ ગોકળદાસ મેહકમદાસને નીમવામાં આવ્યા છે. માટે આ લાયબ્રેરીને દરેક જૈન બંધુ ઘટતી રીતે મદદ આપવા ચુકશે નહીં એવી ખાત્રી છે.

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422