Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
" ૩૦૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
૧૨ પગરખાં (જોડા) ની નીચે નાળ, ખીલી, ખીલા, એડીઓ વગેરે લેઢાની કાંઈ પણ ચીજ
નખાવવી નહીં. ૧૩ એક સ્ત્રીને પરણ્યા ૩૦ વર્ષ થયા સિવાય બીજી સ્ત્રી કરવી નહીં. તે પણ પંચની
મરજી સિવાય કરવી નહીં. ૧૪ સભામાં એટલે પંચની બેઠકમાં હાક વાપરવો નહીં. (પી નહીં.) ૧૫ હાથીદાંતની દેઢ દેઢ ચુડીઓ ઉપરાંત વધારે વેરાવવી નહીં. ૧૬ લગ્નપ્રસંગે જાનમાં બળદ દડાવવા નહીં તેમ બળદને દેડાવી પ્રથમ આવનારને
ગોળ, ઘી પાવાને આપવું નહીં. ૧૭ હોળીનું પૂજન કરવું નહીં તેમ હોળી પણ કરવી નહીં. ૧૮ અન્યદર્શનીનાં પર્વ બનતા લગી બંધ કરવાં. ૧૯ કન્યાવિક્રય માટે પંચના ઠરાવ પ્રમાણે વર્તવું. ૨૦ લગ્નપ્રસંગે જાનૈયાને બે વખત જમણુ ન આપતાં ફકત ૧ વખત આપવું. વિરૂદ્ધ
વતનાર પાસેથી રૂ. ૩૧) એકત્રીશ દંડના લેવા. ૨૧ સાડી રૂ. ૧૦૦ થી ૨૦૦ સુધી લેવાનો રીવાજ ભારે પડતો હતો તે કાઢી નાંખી તેના
બદલે ફકત રૂ. ૩૫) સુધીનો સાડલે કરે. તેથી વિરૂદ્ધ વર્તનાર પાસેથી રૂ. ૫૧ ) - દંડના લેવો. ૨૨ ઘાટડીના થપ્પા સાડલો રૂ. ૨૫) સુધી કરવામાં આવતો હતો તેને બદલે રૂ. ૧.
સવારે સાડલે લે.
વળી ઉપરના ઠરાવો સિવાય હોકે, બીડી, ચા, કોડલીવર ઓઈલ વગેરે ન પીવાની ઘણું જણાઓએ પ્રતિજ્ઞા લીધી છે.
ઉપર પ્રમાણેના ઠરાવો સર્વ પંચવાળાઓ કબુલ રાખી તે પ્રમાણે વર્તવા ખુશી બતાવી છે.
મી. વાડીલાલના ઉપદેશથી કેન્ફરન્સ નીભાવ ફંડમાં રૂ. ૨૫) અંકે પચીશ રૂપીઆ આપવા ઠરાવ કરવામાં આવ્યું છે.
કોન્ફરન્સ તરફથી આવી રીતે ઉપદેશકે ફરી ભાષણ આપતા રહેશે તે જીવહિંસા બાબતમાં પણ સારો સુધારો થશે અને ધર્મની વૃદ્ધિ થતાં પાપની અટકાયત થશે.
લ. વળાદવાળા શા ગીરધરલાલ ગુલાબચંદ. ઉપદેશક મી. વાડીલાલના સંબંધમાં પ્રાંતીઆના શ્રી સંઘ તરફથી આવેલા પત્રને સાર
પ્રાંતીઆના જૈન શ્વેતાંબર સંઘની સવિનય વિનતિ કે અત્રે બત્રીશીના પંચના મેળાવડાના કારણથી તેમજ ગામે ગામ કેલ્ફિન્સ તરફથી ભાષણો આપવા અને સુકૃત ભંડાર ફંડ વસુલ કરવા ઉપદેશક વાડીલાલ સાંકળચંદ ફરતા ફરતા આ ગામે આવી ગામની તમામ કેમને એકઠી કરી કેન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપી ગામને અપૂર્વ લાભ આપે છે તેથી ગામની તમામ કામ ઘણી ખુશી થઈ છે. એટલું જ નહીં પણ કોન્ફરન્સ તરફ તમામ ગામે તથા બત્રીશીના પંચે સારું ધ્યાન આપી માનની નજરથી જોયું છે. સદરહુ ઉપદેશકના બાહોશપણુથી થએલાં ભાષણોથી ગામમાં થએલા ઠરાવ નીચે પ્રમાણે