Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦]
શ્રી જૈન શ્વેતાંબર સંઘની મળેલી મીટીંગ.
[૩૫
કોન્ફરન્સને મોટા ખર્ચે ભરી જે લોકલાગણી વધારવાની હતી તે પ્રમાણે પ્રીતિ વધી છે. હવે સાદા રૂપમાં ઓછા ખર્ચે ભરાવાથી તે પ્રમાણે બીજાએ તેમ કરવા શકિતવાન થશે, વિગેરે બાબત કેટલુંક બોલ્યા હતા. તેને સુરતના શેઠ ચુનીલાલ છગનલાલે ટેકો આપો. અને કહ્યું કે તે બાબત મુનિ મહારાજ શ્રી આણંદસાગરજીએ બહુ સારી રોજના બતાવી છે, ખુરશી વગેરે ન રાખતાં નીચે બેઠક રાખી સાદાઈથી કોન્ફરન્સ ભરવી એમ હું અનુમોદન આપું છું. ત્યાર બાદ તે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું.
ત્યારબાદ શેઠ લલ્લુભાઈ કરમચંદ તરફથી ત્રીજા ઠરાવ માટે દરખાસ્ત મૂકવામાં આવી કે ડેલીગેટોની ફી બહુ ઓછી છે, તે તે વધારી રૂ. ૫) રાખવા. તે બાબત કેટલીક ચર્ચા થયા બાદ શેઠ કુંવરજી આણંદજીએ તે દરખાસ્તને ટેકો આપ્યો હતે. અને કેટલુંક ભાષણ કર્યા બાદ શેઠ કેશવલાલ અમથાશાએ મત આપે હતો કે રૂ. ૫) ફી રાખવી તે દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ હતી. તે દરખાસ્તને શેઠ જેઠાભાઈ નરશી કેશવજીએ ટેકો આપે હતો અને દરખાસ્ત મંજુર થઈ હતી. ત્યારબાદ શેઠ ગુલાબચંદજી ઠાએ જણાવ્યું કે એક ગંભીર સવાલ કે જેના લીધે અત્યારનો મામલો ભારે ગુંચવણ ભરેલું લાગે છે, તે બાબત વિસ્તારથી કહેવું કે ગળગળ કહેવું તે બન્ને સરખું છે, એમ જણાવીને તેઓએ બે જણ (લાલન અને શીવજી)ને વાસ્તે કેટલાક સ્થળોના સંઘોએ ઠરાવ કર્યા છે તે બાબત વધારે વિવેચન કરવાની જરૂર નથી. તેના સંબંધમાં કેટલુંક વિવેચન કર્યું પણ તે સંબંધમાં કોઈપણ નિર્ણય થઈ શકે તેમ નહીં લાગવાથી નીચે પ્રમાણે સર્વને વિચાર થયો.
* “કોન્ફરન્સ ક્યાં ભરવી, કયારે ભરવી અને ઉત્પન્ન થયેલા સવાલનો શું નિર્ણય કરવો, તે સંબંધી નિર્ણય કરી રીપોર્ટ કરવા નીચેના ગૃહસ્થની એક કમિટી નીમવામાં આવે છે અને તેઓએ તેને રીપોર્ટ ૧ મહીનામાં કરી એકવાર ફરી મીટીંગ બોલાવવી, અને તે વખતે જે નિર્ણય થાય તે અનુસાર કોન્ફરન્સ બોલાવવી.
નીચે જણાવેલા સભાસદે ઉપરાંત વધારે સભાસદો વધારવાની જરૂર પડે તો વધારેમાં વધારે ૪ સભાસદે વધારવાની સત્તા આપવામાં આવી.”
કમીટીના સભાસદોનાં નામ. શેઠ રતનચંદ ખીમચંદ મોતીચંદ શેઠ લખમશી હીરજી મેસરી ,, ગુલાબચંદ મેતીચંદ દમણીઆ અરા. સા. વસનજી ત્રીકમજી જે. પી. , મોતીચંદ હરખચંદ
, જેવંતભાઈ જેઠાભાઈ , દેવકરણ મુળજી
કુંવરજી આણંદજી , ગુલાબચંદજી ઢટ્ટા
,, મોતીચંદ ગિરધરલાલ , જેઠાભાઈ નરશી કેશવજી
, ભોગીલાલ વીરચંદ દીપચંદ ઉપર પ્રમાણે ઠરાવ થયા બાદ બહાર ગામના તથા મુંબઇના પધારેલા આગેવાનો ઉપકાર માની મીટીંગ વિસર્જન કરવામાં આવી હતી.