Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 413
________________ ૧૯૧૦] ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. [૩૩૫ છે. તેનું ગામવાર લીસ્ટ આવતા માસમાં બહાર પાડવામાં આવશે. ઉપદેશકો સિવાય પણ આવી રીતે આ ફંડને બનતી રીતે મદદ આપવા આપણા સુજ્ઞ બંધુઓ ધ્યાન આપે છે. તે જાણી સર્વ જન કોમ આનંદિત થશે અને પિતાના તરફથી આ ફંડમાં પૈસા મોકલાવ્યા છે કે નહીં તે બાબત ધ્યાનમાં લેશે, એવી અમારી ખાસ ભલામણ છે. કાઠીઆવાડને ઘણો ખરો ભાગ વસુલ થઈ ગયો છે. હવે કચ્છ તરફ ઉપદેશકને મોકલાવવા છે. તે પણ વિના ઉપદેશક બનતી રીતે ફડવસુલ કરી કલાવવા તમામ ગામોના આગેવાન ગ્રહસ્થને અરજ ગુજારવામાં આવે છે. ઉપર જણાવેલ ગામોમાંથી ભીલસા, કપડવંજ, ભાવનગર, તેલ્લારા, થરાદ, યેવલ વગેરે ગામોના સંગ્રહસ્થાએ પોતે પોતાની મેળે પિતાના અને બીજા ગૃહસ્થોના વસુલ કરી જે રૂપીઆ મોકલાવ્યા છે તે ખાતે તેમને ધન્યવાદ ઘટે છે. ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. જલે ગુજરાત, દેશ વડોદરા, તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજી તથા મહાજન ખાતાના વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ સંસ્થાઓના વહીવટ કર્તા શેઠ નેમચંદ પીતાંબરદાસ તથા શેઠ કલ્યાણચંદ પીતાંબરદાસ તથા શેઠ છગનલાલ જેઠા તથા શેઠ લાલચંદ વૃજલાલ તથા શેઠ કસ્તુર ભગવાન વનમાળી તથા શેઠ કસ્તુર લલુ તથા શેઠ મગનલાલ પીતાંબરદાસ તથા શેડ જગજીવન મોહનલાલના હસ્તકને સં. ૧૯૬૦ ના કારતક સુદી ૫ થી સં. ૧૯૬૫ ના ભાદરવા સુદી ૧ સુધીનો હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં સદરહુ વહીવટકર્તામાં મુખ્ય વહીવટકર્તા શેઠ નેમચંદ પીતાંબરદાસ છે. પ્રથમ તેમના કાકા વહીંવટ ચલાવતા હતા. ત્યાર પછી તેમના પિતા ચલાવતા હતા, તેમને સ્વર્ગવાસ થયા બાદ તેમના પુત્ર સદરહુ વહીવટકર્તા શેઠ નેમચંદના તાબામાં વહીવટ આવ્યું. ત્યાર બાદ સં. ૧૮૬ની સાલમાં મુનિ મહારાજશ્રી તિલકવિજયજી પધારેલા તે વખતે ગામના કેટલાક ગૃહસ્થાએ ઉપર જણાવેલા વહીવટ માટે ફરીઆદ કરેલી. તેથી મુનિમહારાજે શેઠ નેમચંદ પીતાંબર દાસની દેખરેખ હેઠળ આઠ મેમ્બરની કમીટી નીમી ને એક એક વરસ વારા પ્રમાણે કામ કરવાનું તેમની પાસે કબુલ કરાવ્યું. સદરહુ વહીવટની જંગમ મીલકત ડી ઘણું શેઠ કસ્તુર લલ્લુને ત્યાં છે અને બાકીની જંગમ મીલકત તથા રોકડ સીલીક શેઠ નેમચંદ પીતાંબરદાસના કબજામાં જ રહે છે, એટલું જ નહીં પણ મુનિ મહારાજ શ્રી તિલકવિજયજીએ નવું બંધારણ કરી જે જે મેમ્બરોની નીમણુક કરી છે તે સર્વ મેમ્બરો સ્વતંત્રપણે

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422