Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૧૮]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
ડિસેમ્બર
લખાવી જુદી જુદી ભાષામાં તેના તરજુમા કરાવી છુટથી-મફત વહેંચાવવાની જરૂર છે. પોતાનાજ ઇવને જોખમમાં નાંખનાર માંસાહારથી થતા ગેરફાયદાઓ લોકોના મન ઉપર સારી રીતે ઠસાવવા માટે મોટાં મોટાં શહેરોમાં ભાષણ -શ્રેણીની બેજના કરી મેસર્સ વીમ, દલાલ અને લાભશંકર લક્ષ્મીદાસ જેવા બાહોશ દયાળુ ગૃહર તરફથી ભાષણ આપવાની જરૂર છે. મેટાં મોટાં શહેરનાં કસાઈખાનાં આ સમયમાં ગમે તેટલા પ્રયાસ છતાં પણ તદ્દન બંધ થવા અસંભવિત જ છે, તેમ છતાં પણ ગુજારવામાં આવતું ઘાતકીપણું કેટલેક અંશે અટકાવી શકાય એમ છે, અને તેથી તે બાબતમાં તે તે શહેરોની યુનીસીપાલીટીને તથા ગવર્નમેંટને અરજ કરી, પ્રાણીઓની દયાજનક સ્થિતિનું યથાતથ્ય ચિત્ર રજુ કરી તેઓ ઉપર ગુજરતું ઘ'તકી પણું બંધ કરાવવાની જરૂર છે. ગાડામાં જોડાતા બળદે તથા ગાડીઓમાં જોડાતા ઘડાઓ ઉપર તેમનાં જ દ્રવ્ય-લેભીમાલેકે તથા માલેકાના નોકરો તરફથી ગુજારવામાં આવતું ઘાતકીપણું, કાયદાના આધારે તેમને કેટમાં ઘસડી કેજે પહોંચાડી-સજા કરાવી બંધ કરાવવાની આવકતા છે. વાઘરી જેવા હલકી કોમના લે કે, જંગલમાંથી પક્ષીઓને ઘાતકી રીતે પકડી લાવી બજાર વચ્ચે બેસે છે તેમને દયાળુ માણસો કંઇ પૈસા આપી તેમની પાસેથી છોડાવી પંજરાપોળમાં મોકલી આપે છે. આ રીતી પસંદ કરવા જેવી નથી, કારણ કે આથી વાઘરીઓનો પક્ષીઓ પકડી લાવવાનો અને તે દ્વારાએ પૈસા મેળવ વાનો એક બંધ થઈ પડે છે અને આપણે પૈસા ખચીએ છીએ છતાં પણ એક રીતે પરીણામે હીંસક કાર્યને ઉત્તેજન આપે જઈએ છીએ. આડકતરી રીતે આવા નીચ ધંધને ઉત્તેજન આપવાના બદલે તે ધંધો કરનારા લોકોની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે છે તેઓ સ્વતઃ તે ધધે કરતાં બંધ થઈ જશે. કાયદો આપણને મદદ આપવા તૈયાર છતાં આપણે જ કાથરપણાથી તેનો લાભ લેવામાં પાછી પાની કરીએ છીએ.
આ વિષયની ચર્ચા આપણે પણ ધાર્મિક લાગણીથી-ધર્મ શાસ્ત્રનાં સૂત્રોને આગળ ધરી કરવા વડે સંતોષ માનવાને નથી, પરંતુ દયાળુ વૃત્તિ એ મગજનો-સમજણશકિત ગુણ નથી પણ હૃદયનો ગુણ છે એમ સમજી સામાજિક શાસ્ત્રના નિયમાનુસાર, નીતિ શાસ્ત્રના સિધ્ધાંત મુજબ વતન રાખવા માટે આગ્રહપૂર્વક કહેવાનું–જણાવવાનું છે. પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું પ્રસિદ્ધિમાં લાવી લાગણવાળા લોકોનું તે તરફ લય ખેંચી કાર્ય સાધવાનું છે. કાયદાના આધાર નીચે-સત્તાના બળે મનુષ્ય પ્રાણીઓ સામે તેમના બંધુઓ તરફથીજ નિર્દય રીતનું વર્તન રાખવામાં આવે છે તેને પણ અટકાવવાની જરૂર છે. સહદય આગેવાનો તરફથી આખો ફોજદારી કાયદો સુધારવાનું કહેવામાં આવે છે તથા કેદખાનાની વ્યવસ્થામાં જરૂર જેગે ફેરફાર કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. ચાબકાના મારની-ફટકાની તથા મોતની સજા સદંતર કાઢી નાંખવાનું તેઓ જણાવે છે અને ગુનહેગારો તરફની વર્તણૂકમાં વેર લેવાની વૃત્તિના તત્વને બદલે તેમને સુધારવાની જીજ્ઞાસાના તને દાખલ કરવાની જરૂર જણાવે છે. આ તેમના પ્રયાસને