Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૨૦]
જૈન કોન્ફરન્સ હેરડ.
ડિસેમ્બર.]
વરફથી પ્રગટ થતા માસિકમાં આવતા લેખે નું જુદી જુદી ભાષામાં ભાષાંતર કરાવી, તેને પ્રસિદ્ધ કરી તે તરફ જનસમુદાયનું ધ્યાન ખેંચવાની જરૂર છે.
યુકિતપૂર્વક વ્યવસ્થાથી, અમુક બંધારણ બાંધી કામ લેવાથી કષ્ટસાધ્ય અનેક કાર્યો સુતર થઈ પડે છે. આ હેતુ ધ્યાનમાં રાખીને જ મંડળના કાર્યવાહકે જણાવે છે કે
"Some organised effort is needed in India, as in Great Britain, to mitigale the vast aniount of unnecessary pain inflicted through ignorance or calousness and to prevent the iniprotation of cruel European customs in defiance of Indian sentiments.”
ભાવાર્થ-આર્ય પ્રજાની કમળ ધાર્મિક લાગણી વિરૂદ્ધ જતા ઘાતકી યુરોપીયન રીવાજો, હીંદુસ્થાન–આર્યાવર્ત માં આયાત થતા અટકાવવા માટે તેમજ અજ્ઞાનતાથી અગર કઠોરતાથી ગુજારવામાં આવતો જુલમ [ પીડા ] ઓછો કરવા માટે ગ્રેટબ્રીટનની માફક હિંદુસ્થાનમાં પણ કઈ પદ્ધતિસર પ્રયાસ કરવાની જરૂર છે.”
આ વિચારને લઈને જ “ઇન્ડીયન હયુમેનીટેરીયન કમાટી ” નામની સંસ્થા સ્થાપવામાં આવેલ છે અને તેમાં જોડાવાની લાગણી ધરાવતા હિંદુસ્તાન નીવાસી ભાઈઓને આગ્રહ કરવામાં આવે છે.
પ્રાતે એટલું જ જણાવવાની જરૂર ધારવામાં આવે છે કે બે પળે એનો ધર્મ અને મારે તેની તલવાર ” “ ગા વાળે તે ગવાળ” વગેરે વ્યવહારકુશળ વિદ્વાનોના અનુ. ભાનો યથાર્થ ચિતાર આપતી એક જ મતલબની અનેક કહેવતે જનસમાજમાં પ્રચલિત છે તે અનુસાર, પૂજ્ય ધર્મ ગુરૂઓના અવારનવાર ઘણાજ અસરકારક ઉપદેશ છતાં પણ, અન્ય ભાઈઓ જીવદયાના પરમ પ્રશસ્થ કાર્ય તરફ વલણ કરે અગર ન કરે, સ્વકીય વર્તન શુધ્ધ આદર્શરૂપ રાખવા નિશ્ચય કરી પ્રયાસ કરે અગર બેદરકાર રહે તે સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, પરંતુ “Example is better than precept” એટલેકે કહ્યા કરતાં કરી બતાવવું સારું એમ સમજી ગમે તેટલી મુશ્કેલી વેઠીને-કચ્છ સહન કરીને (ખરી રીતે જોતાં સત્ય માગે -દયા માર્ગે ચાલનારાને પરીણામે બીલકુલ મુશ્કેલી છે જ નહિ, પણ દરેક દયાળુ મનુષ્ય પિતાનું ચારિત્ર સુધ રવા તરફ લક્ષ્ય આપવાની જરૂર છે. પ્રાણી માત્રને કે ઈ પણ પ્રકારની ઈજા નહિ કરતાં તેમને હર કેરી રીતે ઉપયોગી થવાનું દષ્ટિ-બિંદુ એ પણું હોવું જોઈએ. પરસ્પર સહાયકારી વૃત્તિજ સમસ્ત પ્રજાગણના મુખમાં વધારે કરી શકે છે. ગમે તેટલાં શાસ્ત્રો વાંચો-ધર્મ પુસ્તકે ઉથાપ-બેટી મટી વાત કરવામાં હુશીઆરી દાખવે, પરંતુ જયાં સુધી હૃદય નિર્મળ થયું નથી–ચિત્તવૃત્તિ દયામય થઈ નથી, અગ્ય અચરણ (કૃત્યો) તરફ ધિકકારની લાગણું ઉદ્ભવી નથી ત્યાં સુધી સર્વ સાધન સંપત્તિ નકામીજ સમજવી. મનુષ્ય માત્રના હદ-મંદિરમાં દયાની જાત જાજવલ્યમાન પ્રકાશતી રહે અને નીચેના કલેકમાં