Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૩૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
છતાં ગુજરાતના સાક્ષરએ તેને તદન વિસારી મૂક્યું ને જૈનો કયા ખૂણામાં પડ્યા છે તે જાણવાની તેમણે દરકાર પણ અત્યારસુધી કરી નહિ એ બધા પ્રતાપ આપણી પોતાની જ બેદરકારીના છે. સાંસારિક ક્ષેત્ર, રાજદ્વારી ક્ષેત્ર, ભાષાસાહિત્ય વગેરે ક્ષેત્રમાં બીજા ભાઈઓ જમાનાને ઓળખી કેવી રીતે કેટલા આગળ વધ્યા છે એ જોઇએ તે આપણે આપણું બેદરકારીથી એ બધા વિષયમાં કેટલા પછાત છીએ તે દીવા જેવું ઉઘાડું સ્પષ્ટ સમજાય તેમ છે. હેમાચાર્ય જેવા મહાન પંડિતના અખંડ ઉઘોગ તરફ નજર કરી તેમના ચરિત્ર ઉપરથી ધડે લઈ હવે નિદ્રા ઉડાડીએ ને જાગ્રત થઇએ તે સારૂં. | હેમાચાર્ય સંબધી છેલ્લી સાહિત્ય પરિષદમાં પ્રોફેસર આનંદશંકરભાઈએ જે કંઈ થોડુંક પણ કહ્યું છે તે ઉતારી લઈ ત્યાર પછી પુના ડેકન કોલેજના પ્રસિદ્ધ વડા વિદ્વાન પીટર્સને જે એક ભાષણ કર્યું હતું તેનું ભાષાંતર આપીશ. તે ઉપરથી તેમની ઘણીખરી હકીકત આપના જાણવામાં આવશે. ડૉકટર પીટર્સન એક સમર્થ શિક્ષાગુરૂ હતા. તેમણે જૈનભંડારમાં નજરે જોઈ કેટલુંક સંશોધન કર્યું હતું. તેઓને હેમચંદ્રાચાર્યના ગ્રંથે વાંચી હેમચંદ્રાચાર્ય ઉપર એટલે બધે રાગ-પ્રીતિભાવ ઉત્પન્ન થયો હતો કે તેટલે રાગ કદાચ આપણે અહીં બેઠેલાઓમાંથી કોઈનો નહિ હોય. યોગશાસ્ત્ર ઉપર તો તે ફીદા થઈ ગયો હતો.
પ્રેફેસર આનંદશંકરભાઈ કહે છે કે –
ઈ. સ. ૧૧ મા શતકના ઉત્તરાર્ધથી પાછો લૌકિક વાયનો પ્રાદુર્ભાવ થાય છે. ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષે “ કલિકાળ સર્વત” હેમચંદ્રના તેજથી દેદીપ્યમાન છે. આ જૈન આચાર્યના કોષ, વ્યાકરણ, અલંકાર, ચરિત, સ્તુતિ આદિ વિષયના અનેક ગ્રંથ સુપ્રસિદ્ધ છે, જેનું નિરૂપણ અવકાશને અભાવે આ સ્થળે છેડી દેવું પડશે. એટલું જ કહેવું બસ છે કે સંસ્કૃત જેવા ગ્રંથો ગુજરાતીમાં રચીને પ્રેમાનંદે જેમ ગુજરાતી ભાષા દીપાવી. તેમ હેમચંદ્રાચાર્યે જૈન શાસ્ત્રમાં બ્રાહ્મણ જેવા ભાષા અને સાહિત્યના પ્રથેની જે ખોટ જણાતી હતી તે પૂરી કરવા શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન વગેરે રચ્યા. એ ગ્રંથે જે કે અનુકરણની અભિલાષામાંથી ઉદ્ભવ્યા છે, તથાપિ અર્વાચીન સમયના જૈન ગ્રંથોમાં તે રીતે પ્રથમ પદ ભોગવે છે. હેમચંદ્રાચાર્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પણ બેશક સારા વિદ્વાન હતા, અને તે વિષયના પણ કાત્રિશિકા વગેરે એમના કેટલાક ગ્રંથો છે, પરંતુ જૈન વામને એમની ચિરસ્થાયી સેવા તે આ વિષય કરતાં ભાષા અને સાહિત્ય વિષયમાં વધારે થઈ છે એમાં સંશય નથી. સંસ્કૃત ભાષા ઉપર એમનો હાથ કેવો સફાઈ અને સરળતાથી ફરતે, એમનું કવિત્વ કેવું મધુર હતું, એ “ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર વગેરે ગ્રંથની શૈલી, અલંકાર, કલ્પના વગેરે જોતાં જણાય છે. એ વિદ્વાનના કુમારપાળ રાજા સાથેના અને એની સભાના બીજા બ્રાહ્મણ વિદ્વાન સાથેના પ્રસંગો સુપ્રસિદ્ધ છે.
હેમચંદ્રાચાર્યની સાથે તેમજ એમની આગળ પાછળ બીજા જેન વિધાનો પણ થયા છે, અને તેમણે જૈન ધર્મમાં સારે શ્રમ કર્યો છે. પરંતુ એ ચંદ્રના તેજ આગળ તારલાંએનું તેજ ઝાંખું પડી ગયું છે.