Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ ]
ધાર્ષિક હિસાબ તપાસણી ખાતું.
[ ર૩૭
સાબ તથા મીલકત નીખાલસ દિલથી દેખડાવી નથી તેમજ કેટલીક બાબતનો ખુલાસો માગતાં તેને રીતસર ખુલાસો આપ્યો નથી તેથી સદરહુ વહીવટ બદલ અમે ચોકસ મત આપી શકે તા નથી પણ મજકુર વહીવટકર્તા ગ્રહનો પાછળથી સ્વર્ગવાસ થવાથી હાલના વહીવટકર્તાને સદરહુ વહીવટને લગતી જંગમ તથા સ્થાવર મિલકતને તોલ તથા કિંમત સાથે નોંધ કરી અમારી ઉપર મોકલી આપવા સૂચવ્યું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે.
જલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મળે ઝવેરીવાડમાં આવેલા શ્રીનારંગાપાશ્વનાથજી મહારાજના દેહેરાસરજીને વહીવટને લગતે રીપોર્ટ
સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ ચુનીલાલ મગનલાલ ભંડારી તથા શેઠ ધરમચંદ નાથાચંદના હસ્તકનો સવંત ૧૯૫૮ થી ૧૯૬૩ ના આસો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો, તે જોતાં વહીવટનું નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે પણ તેને લગતા સનારૂપા વિગેરેના દાગીના આ ખાતાના ઇન્સ્પેકટરે વખતો વખત માગણી કર્યા છતાં તેમજ વહીવટકર્તાઓને ઘણુંક સમજાવ્યા છતાં પોતાની ગેરસમજુતીથી પૂરેપૂરા દેખડાવ્યા નથી તે બહુજ દિલગીર થવા જેવું છે, માટે વહીવટકર્તા પ્રહસ્થ પુખ્ત વિચાર કરી બાકી રહેલી મિલકતનો ચેસ તેલ કિમત સાથે નોંધ કરી તેનું લીસ્ટ અમારી ઉપર મોકલી આપવું. - આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે.
જીલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મધ્યે ઝવેરીવાડમાં આવેલા શ્રી નારંગાપાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના જીર્ણોદ્ધાર ખાતાના વહીવટને લગત રીપોર્ટ
સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ ચુનીલાલ મગનલાલ ભંડારીના હસ્તકનો સંવત ૧૯૫૯ ની સાલથી તે સવંત ૧૯૬૩ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્ય, તે જોતાં વહીવટકર્તા ગ્રહસ્થ મહેલાવાળાની મદદ લઈ બંનપણથી પૂરેપૂરી મહેનત કરી ભવ્ય જિનાલય બંધાવ્યું છે તે માટે તેમને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે.
‘આ ખાતું તપાસી જે ખામી દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે.
જીલ્લે જોધપુર દેશ મારવાડ તાબે ગામ સાદડી પાસે આવેલા રાણપુરજી તીર્થના વહીવટને લગતો રીપોર્ટ- .
સદરહુ તીર્થના પ્રથમના વહીવટકર્તા શેઠ કસ્તુરચંદજી ધોકા તથા શેઠ મુલચંદ ચોવાટીયાના તાબાનો સવંત ૧૯૬૧ની સાલનો તથા શેઠ આણંદજી કલ્યાણજીના તાબાનો સવંત ૧૯૬૨ની સાલનો હીસાબ અમોએ તપાસ્યો, રાણેકપુરજી તીર્થના વહીવટમાં ગેરવ્યવસ્થા ચાલવામાં આવતી હોવાથી અમારી ઉપર ઘણી અરજીઓ આવવાથી આ ખાતાના ઈન્સપેકટરને મોકલી પ્રથમના વહીવટકર્તા પાસે સદરહુ તીર્થનો વહીવટ તપાસવાની માગણી કરતાં પણ વખત સુધી વાયદા કર્યા બાદ દેખડાવ્યો, પણ સદરહુ તીર્થની મુખ્ય પેઢી ગામ સાદડીમાં હોવાથી ત્યાંના પંચામાં એક સંપ નહીં હોવાના લીધે કેટલાએક ભંડારો ઉઘાડી નહીં શકવાને લીધે પૂરતા